Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 189
________________ પતિ પત્નીને પરસ્પર જવાબદારી આવે. પરસ્પર કર્તવ્ય-ફરજો છે, માટે સુધારવાની જવાબદારી આવે. પરંતુ તેના જીવનની પણ નગણ્ય બાબતોમાં ગમે તેમ માથું માર્યા કરો તો દોષ લાગે. તેમ ધર્મના ક્ષેત્રમાં પણ કોઇ નવો આવ્યો હોય, તે વખતે તમે થોડા વધારે જાણકાર હો તો તેના ગુરુ બની જાઓ ને? તે ચાલે નહિ. જીવનમાં ઘણી વખત બધાંને ખોટા વહાલા થવા-રાજી રાખવા પ્રયત્ન કરતા હો છો. જેમ કે સગાંવહાલાં મળે ત્યારે એવી મીઠી મીઠી વાતો કરે કે જેમાં જુદાણાનું ગણિત જ ના હોય. વિચારજો વૃત્તિ કેવી છે! સામાને જરા ખુશ કરવા સત્તર જુઠાણા ચલાવો. તેમ જો જરા કોઈનાથી ઓછું આવે તો વાતવાતમાં ખોટું લાગી જાય, રીસ ચડી જાય, મામૂલી બાબતમાં વાંધા-વચકા પડે. આ બધા અશુભલેશ્યાજન્ય ભાવો છે. આવા જીવોમાં તેજલેશ્યા શક્ય નથી. માટે વિચારવાનું છે કે આપણે શુભલેશ્યાના ધોરણમાં આવી ગયા છીએ કે નહિ? તે પામવી છે કે નહિ? અને જો પામવી હોય તો તેના માટે ચિંતન-મનન-વિચારો દ્વારા સંશોધનનો પુરુષાર્થ કરવાનો છે. અશુભલેશ્યાથી ઊંઘમાં પણ ભારે કર્મબંધ થાય છે. અશુભલેશ્યામાં રહેલા જીવો પ્રાયઃ દુર્ગતિ બાંધનારા હોય છે. તમને સ્વાર્થના વિકલ્પો ક્યારેક આવે છે, જીવનમાં તેની તકો પણ ક્યારેક આવે છે અને તેમાં સફળતા પણ ક્યારેક મળે છે; પણ પ્રકૃતિમાં સ્વાર્થ છે, માટે તેનું પાપ તો ચોવીસે કલાક બંધાય છે. જેમ તમારા છોકરા-છોકરીનું કેલીબર ગમે તે હોય, પણ તમને શું ઇચ્છા કે તેઓને તો સારામાં સારું પાત્ર મળવું જ જોઈએ. માટે અપેક્ષા શું આવી? પછી આના કારણે ડોળ અને છેતરપીંડી ચાલુ થાય. પરંતુ ખબર નથી કે આના કારણે ભવાંતરમાં અનેક જન્મો સુધી સારાં પાત્રો-સારું સ્થાન નહિ મળે. કારણ વૃત્તિ કેવી છે ? પડીકું બાંધીને સામાને પધરાવી દેવાની ભાવના છે, ગમે તેવી પ્રવૃત્તિ કરીને ઊંધા ભ્રમમાં નાંખવાની વાત છે. આપણે ત્યાં મૃષાવાદ વિરમણના અતિચારમાં “કન્યા, ગૌ, ઢોર, ભૂમિ...” વગેરે લખ્યું છે ને? જીવનમાં સંતાનો પર રાગ છે માટે જ ખામીવાળી દીકરીને સારા ઘરે પધરાવી દઇએ. પણ તે વખતે તે ખામી ન જણાવેલ હોવાથી દીકરીની અને સામેનાની શું હાલત થશે તેનો કદી વિચાર કરતા નથી. માટે તમારે તેજોલેશ્યા નથી. તમને કોઈ આવું કરે તો શું લાગે ? મને પાયમાલ કરી નાંખ્યો. તમારા જીવનમાં બીજા આવા તો કેટલાય પ્રસંગો-તબક્કા હોય છે, જેમાં બધે આવી વૃત્તિઓ, પ્રવૃત્તિઓ ચાલુ જ હોય છે. # # # સર ક જ * * * * * * * * * * * * * * એક ર સ + ક ક મ મ મ મ એ ક મનોવિજય અને આત્મશુદ્ધિ ક ક ક ક ક મ * * * * ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208