Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 181
________________ ૧૨ તા. ૨૯-૧૦-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્ર સર્વકર્મનો ક્ષય કરી પરમપદને પ્રાપ્ત કરે તે માટે આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આપણા આત્માના બંધનનું મૂળ કર્મ છે અને કર્મનું મૂળ મનમાં છે. આપણા મનનું શુદ્ધિકરણ કે મારણ ન કરી શકીએ ત્યાં સુધી મુક્તિ મેળવી શકાતી નથી. માટે મનની શુદ્ધિ, ચિત્તશુદ્ધિ અનિવાર્ય છે. તે પામવા માટે ભગવાને શુભલેશ્યા-શુભધ્યાન બતાવ્યાં છે. શુભલેશ્યા-શુભધ્યાનનું જે શરણું સ્વીકારે છે તે જ કર્મનો પાર પામી શકે છે. ગાઢ કર્મોના ક્ષય માટે બધાને અંતે શરણ ધ્યાન છે. ક્ષપકશ્રેણિમાં શુક્લધ્યાનની જ શ્રેણિ કરવાની છે. સાધકમાત્ર અંતે ધ્યાનને ઉપાસવું જ પડે છે. ધ્યાનના બે ભેદ છે (૧) શુભ અને (૨) અશુભ. વેશ્યાના બે ભેદ છે (૧) શુભ અને (૨) અશુભ. આ બે દ્વારા સમગ્ર મનનો અભ્યાસ થઈ જાય છે. ચિત્તશુદ્ધિ કરવી હોય તો શુભલેશ્યા અને શુભધ્યાનનું આલંબન લેવું પડે, પણ તેમાં પહેલું શું લેવાનું? તે વિચારવા લાયક છે. શુભધ્યાન વિના સમતા નથી, શુભલેશ્યા વિના શુભધ્યાન નથીઃ શુભલેશ્યા કરતાં શુભધ્યાનનું મહત્ત્વ ઘણું છે. કર્મનિર્જરા-પુણ્યબંધ તેમાં અનેક ગણો છે. જીવ અનંતીવાર શુભલેશ્યાને પામ્યો છે. શુભલેશ્યા પાસે એટલે જીવ મોક્ષે જાય તેવું નથી. શુભલેશ્યામાં રહેલા જીવને પણ અશુભધ્યાન હોઈ શકે છે, પણ શુભધ્યાન કદી અશુભલેશ્યામાં આવતું નથી. તેથી શુભધ્યાન માટે શુભલેશ્યા અનિવાર્ય છે. કોઇ વ્યક્તિની લેગ્યા શુભ છે પણ તે અશુભધ્યાનમાં હોઇ શકે. જેમ કે નાસ્તિક આત્મા પુણ્ય-પાપને માનતો નથી, પણ તેની પ્રકૃતિ સજન, ઉદાર, સરળ, સહિષ્ણુ હોય; પ્રકૃતિજન્ય તેનામાં સુંદર ગુણો હોય, તો તેની વેશ્યા શુભ હોઈ શકે; કારણ પ્રકૃતિ સાથે વેશ્યાને સંબંધ છે. પણ નાસ્તિક હોવાના નાતે તેને શુભધ્યાન આવવાનો સવાલ જ નથી. તેથી તે વ્યક્તિ જે કાંઈ વિચાર કરે, પ્રવૃત્તિ કરે, મોજમજા કરે કે દુઃખ-આપત્તિમાં આવે પણ તે આર્તધ્યાનમાં જ હોય. એટલે ધ્યાન અશુભ હોય ને વેશ્યા શુભ હોય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208