________________
અનંતવીર્યનો ધણી છે તેને માનો તે જ ખરી શ્રદ્ધા. અંદર કેવળજ્ઞાન પડ્યું છે અને તેને પ્રગટાવવાની શક્તિ આત્મામાં છે. માટે પોતાની શક્તિનો ઝાંખો પણ પરિચય જોઇએ, શ્રદ્ધા ન જોઈએ. અને જો તે ન હોય તો વ્યક્તિત્વનો વિકાસ કરી શકાતો નથી. માટે આત્માની શક્તિ પર દઢ વિશ્વાસ જોઇએ. હવે જે પાંચ મુદ્દા છે. તેમાંનો પહેલો મુદ્દો “આત્મશ્રદ્ધાન” તે આપણે થોડો વિચાર્યો.
ભગવાનને જુઓ ત્યારે થવું જોઇએ કે પ્રભુ પાસે જે ગુણો છે-શક્તિ છે તે બધું સત્તારૂપે આપણા આત્મામાં પડ્યું છે. ધારીએ તો ત્યાં આપણે પહોંચી શકીએ તેમ છીએ. આ બધા અસદ્વિકલ્પો નથી, પણ જો ખાતરીપૂર્વકની તેના પર શ્રદ્ધા થાય તો પછી પુરુષાર્થ પ્રગટવાનો ચાલુ થાય. તમે અત્યારે બોલો છો કે આત્માની શક્તિ દેખાતી નથી. પણ સમજી વિચારીને અવલોકન કરો તો આત્માની શક્તિ અત્યારે પણ કેટલી દેખાય છે, જે તમને આત્મતત્ત્વની અનુપમતા અંગે ભાવવિભોર કરી મૂકશે. દેવચંદ્રજીએ તો સ્તવનમાં ગાયું છે કે “વાસના ભાસન ભાવે દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી...” ભાવાર્થ એ છે કે અનુપમ આત્મશક્તિની શ્રદ્ધા પણ અતિદુર્લભ છે, કોઈ વિરલ જીવને જ પ્રગટે છે. તો પ્રાપ્તિની તો શું વાત કરવી?
* * *
* * * *
*
* * * *
* *
* * * * *
*
* * * *
* * *
* * *
* *
*
*
*
*
*
* *
* *
* * * * *
૧ ૨૦
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org