Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 128
________________ શબ્દનું સ્પષ્ટીકરણ જોઇએ નહીંતર ગોટાળા ઊભા થશે. બુદ્ધિ એ મનનું એક અવિભાજ્ય અંગ છે, પણ મન અને ચિત્તને આપણે જુદું માનતા નથી, જ્યારે ઘણા ધર્મનાં શાસ્ત્રો તેને જુદાં માને છે અને તેનાથી પણ ભ્રમણા પેદા થાય છે. જો તમારે આત્મકલ્યાણની સાધના કરવી હોય તો મન અને આત્માનો ભેદ વિશેષરૂપે સમજવો જરૂરી છે. ઇન્દ્રિય અને આત્માનો ભેદ તો સમજ્યા પણ મન અને આત્માના વિષયમાં વિશ્લેષણ નહિ કરી શકો તો અધ્યાત્મમાં ગોટાળે ચઢશો. વર્તમાનમાં કેટલાક સાધકો અધ્યાત્મયોગમાં ધ્યાનઆદિની પ્રવૃત્તિ કરતા હોય છે, પણ તેઓ મન અને આત્માનો ભેદ સ્પષ્ટ સમજતા નથી; માટે જ ગોટાળા ઊભા કરે છે. પરંતુ તે જુદા છે અને તેનું પૃથક્કરણ અગત્યનું છે. પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજીએ “અધ્યાત્મસાર” માં “સમ્યક્ત્વ અધિકાર''માં લખ્યું છે કે મનશુદ્ધિ ગમે તેટલી હોય, પણ જો અધ્યાત્મશુદ્ધિ ન હોય તો મનશુદ્ધિની ફૂટી કોડીની કિંમત નથી; માટે આત્મશુદ્ધિ જુદી વસ્તુ છે. આ ખૂબ જ ગહન વિષય છે માટે ધ્યાન રાખીને સાંભળવાનું છે. મનપર્યાપ્તિ, દ્રવ્યમન અને ભાવમન ઃ દ્રવ્યમન એ જડ અણુ-પરમાણુની રચના છે, માટે આત્માથી જુદું સમજાય છે; કારણ કે આત્મા ચૈતન્યમય છે, જડ અણુ-પરમાણુ સાથે તેને ભેળવાય નહિ. જેમ કે શરીરના કોઇપણ ખૂણેથી જડ વસ્તુ જ નીકળવાનીછે, શરીરના ખૂણે ખૂણે જડતાભરી છે. જેમ દેહ જડ ૫૨માણુની રચના છે, તેમ દ્રવ્યમન પણ જડ પરમાણુની રચના છે, માટે તેને આત્માથી જુદું પાડવું સહેલું છે. આપણે જેને મનપર્યામિ કહીએ છીએ એવા મગજનું પણ વૈજ્ઞાનિકો વર્ણન કરે છે, તેમાં રહેલી નર્વસ સીસ્ટમ(ચેતાતંત્ર)નું વર્ણન કરે છે, તેનાથી સૂક્ષ્મ જ્ઞાનતંતુઓનું વર્ણન કરે છે, મનમાં રહેલા જૈવિક રસાયણો અને પ્રવાહીઓનું વર્ણન કરેછે, જે બધી જડની રચનાનું જ સંયોજન છે. ન્યુરોસર્જનને પૂછો કે ઓપરેશન વખતે તમને મગજમાં શું દેખાય છે ? બધું જડ જ દેખાય છે, તેમાં ક્યાંય સીધી ચેતના નથી. જ્યારે આપણામાં તો ચોવીસે કલાક ચેતનાનો અનુભવ છે. જો મગજથી જ આખું તંત્ર ચાલતું હોય તો આત્મા માનવાની આવશ્યકતા જન રહે; પણ મગજ તો પોતે જ જડ છે, એટલે નિયંત્રણ ચેતનથી જ થાય છે. હવે મનપર્યાપ્તિ અને દ્રવ્યમન જડ છે માટે સહેલાઇથી આત્માથી જુદું પાડી શકાય છે, પરંતુ પ્રશ્ન ભાવમનમાં આવે છે. ભાવમન ચૈતન્યમય છે. તે ચેતના સ્વરૂપ છે, છતાં આત્માથી જુદું છે. માટે તેને સમજવા મથામણ કરવી પડે છે. વર્તમાનમાં ચોવીસે કલાક ઉપયોગ જે ચેતનાનો છે, તે ચેતનાને ૧૨૨ Jain Education International For Private & Personal Use Only ***** મનોવિજય અને આત્મશુદ્ધિ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208