Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 155
________________ મૂળ બીજ ક્યાં છે? છેલ્લે સુધી જવું હોય તો મંથન કરવાનું આવશે. મિથ્યાત્વ પણ કર્મ છે. મોહનીયકર્મથી મોહ પેદા થાય. તેમ મિથ્યાત્વના પરિણામ જગાડે તેનું બીજ શું? તેમાં કારણ ગ્રંથિ છે. મિથ્યાત્વ આત્મામાં દઢતાથી ટકી કેમ શક્યું છે? કારણ ગ્રંથિ. અમે તેને “તમોગ્રંથિ” કહીએ છીએ, જે ગાઢ અંધકારમય ગ્રંથિ છે, અજ્ઞાનતાનું પડલ છે. આ ગ્રંથિ હોય ત્યાં સુધી મિથ્યાત્વ લહેર કરે છે. માટે આ મિથ્યાત્વની ગ્રંથિને તોડવાની જરૂર છે. ગ્રંથિ એ પારિભાષિક શબ્દ છે. મોહ એટલે જડનું આકર્ષણ. આ મોહ સારો લાગે તે મિથ્યાત્વ છે, મિથ્યાત્વનું કારણ ગ્રંથિ છે. પણ આ ગ્રંથિ ઉપમા છે, જે ભાવાત્મક મિથ્યાત્વની ગાંઠનો નિર્દેશ કરે છે. તે કયો ભાવ છે? તો કહે છે કે સહજ રાગ-દ્વેષની તીવ્રતા. તેનું નામ મિથ્યાત્વની ગાંઠ છે. રાગ-દ્વેષ પ્રચલિત શબ્દ છે, પણ અહીંયાં ખાલી રાગ-દ્વેષ નથી કહ્યા, પરંતુ સહજ રાગવૈષ શબ્દ વાપર્યો છે. જેમ કૃત્રિમ, અકૃત્રિમ; અસલી, નકલી. આખી દુનિયામાં જેટલા રાગ-દ્વેષ થાય છે, તેમાં બે ક્વોલીટી છે. (૧) કૃત્રિમ રાગદ્વેષ, એટલે કાયમના નહિ, કામચલાઉ, ઔપચારિક ઊભા થયેલા રાગ-દ્વેષ. આ દુનિયામાં જડ વસ્તુ પર કે વ્યક્તિ પર જે રાગ-દ્વેષ થાય છે, તે કૃત્રિમ-ઔપચારિક રાગ-દ્વેષ છે. જેમ નવું કપડું લઈ આવ્યા તેના તરફ રાગ-આકર્ષણ છે, પણ ક્યાં સુધી? જયાં સુધી તેની ડિઝાઈનકલર સારા, તમને સુખ આપે ત્યાં સુધી; જરા ફાટે કે જૂનું થાય પછી તેને જ ફેંકી દો ને? માટે પહેલાં જે રાગ થયો તે કાંઈ કાયમી હતો? જ્યારે ડ્રેસ લાવ્યા તે અરસામાં કોઈ તેના પર જરા ડાઘો પાડે તો ચિડાઈ જાઓ ને? કારણ રાગ છે. જ્યાં રાગ છે ત્યાં તેને નુકસાન થાય તો ષ થાય. જયાં સુધી તમને અનુકૂળતા મળે છે, ત્યાં સુધી તે વસ્તુ કે વ્યકિતનો રાગ રહે છે; જયારે તે સુખનું સાધન ન બને અને દુઃખનું સાધન બને એટલે દ્વેષ થાય. અરે ! શરીરનો રાગ પણ ક્યાં સુધી? તેના તરફથી અનુકૂળતા મળે ત્યાં સુધી. તેના દ્વારા ભારે કષ્ટ મળવાનું ચાલુ થાય પછી તેમાંથી છૂટવાનું મન થાય છે, ત્યારે ઘણા આપઘાત કરતા હોય છે. માટે તમારા મનમાં વસ્તુ કે વ્યક્તિ પરનો રાગ કૃત્રિમ છે, સહજ નથી. જેમ તમારે દીકરો જન્મે એટલે કેટલો રાગ થાય? તેને કેવી રીતે સાચવો? પણ પછી તે જ દીકરો મોટો થઇને તમારી વાત ન માને, તમારી ઉપેક્ષા કરે, વાતવાતમાં આડો ઊતરે, પછી ગમે ખરો? કે તેના પ્રત્યે દ્વેષ થાય? મોટા ભાગના રાગ-દ્વેષ સ્વાર્થ સાથે સંકળાયેલા છે. માટે આ બધો રાગ કૃત્રિમ, ઔપચારિક છે. (૨) હવે ખરો રાગ ક્યાં છે? ખરો, અસલી, સહજ રાગ તમને મળતા ભૌતિક સુખ પર છે. તમને જેમાંથી સુખ મળે ત્યાં ચોટો ને? તેમાંથી સુખ મળતું બંધ થાય એટલે બીજે ક્યાંથી સુખ મળે ત્યાં ચોંટો? માટે કોઇ વસ્તુ કે વ્યક્તિ નહીં પણ તેના દ્વારા મળતા ભૌતિક સુખ પર જ તમને સહજ રાગ છે. તે રાગ મહેનતથી પેદા નથી થતો, કોઇનો કરાવ્યો પણ થતો નથી * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ ૧ ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208