________________
બોલતા હોય છે કે વેપારમાં વિકાસ કરવો જોઇએ, ઉદ્યોગમાં પ્રગતિ કરવી જોઇએ, જગતમાં જેટલો પણ વિકાસ થાય તે માનવજાત માટે સારું છે, આ કાંઇ ખરાબ કામ નથી; પાછા માનતા હોય કે તેમાં હિંસા નહીં વિચારવાની. આ જે મનની માનેલી માન્યતા છે તેનાથી ચોવીસે કલાક જગતમાં જેટલા પણ વેપારધંધા ચાલુ છે, તેની અનુમોદના તેને ચાલુ છે, માટે તેને તેનો ભારે કર્મબંધ પણ અવિરતપણે ચાલુ છે.
સભા:- સાહેબ ! જગતના બધા જ વેપારધંધાની અનુમોદના કહેવાય?
સાહેબજી - હા, ચોક્કસ. તમે માનતા હો છો કે ઉદ્યોગ-ધંધા વિકસાવવા તે સારું કામ છે, અને આમ જ કરવું જોઇએ. મોટાભાગનો આ અભિપ્રાય હોય છે. જો કે તેના અભિપ્રાયની દુનિયામાં કોઈ વેલ્યુ ના હોય, તો પણ કહેશે કે આ કરવા જેવું, આ નહિ કરવા જેવું. આવાં તો કેટલાંય ભૂત મનમાં ભરાયેલાં હોય છે. જેમ ઘણા માને કે સ્વરાજ આવ્યું, ચૂંટણીપ્રથા આવી તેથી દેશે લોકશાહી દ્વારા કેટલો બધો વિકાસ કર્યો ! જ્યારે ખરેખર શાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો લોકશાહી અને ચૂંટણીની વ્યવસ્થા ખોટી છે. ભગવાન આદિનાથે રાજ્યવ્યવસ્થા સ્થાપી હતી. રાજાશાહી તીર્થંકરપ્રણીત છે. રાજાશાહી સિવાય બીજી વ્યવસ્થા લોકહિતકર નથી. છતાં જિનેશ્વરના વચનથી વિરુદ્ધની આવી તો તમારી ઘણી માન્યતાઓ હોય છે. તે ઊલટી માન્યતાઓના કારણે તમને તે તે પાપોની અનુમોદના ચાલુ છે. જેમ કોમ્યુટરમાં એક નાની ચીપ્સ ગોઠવો તો વોલ્યુમોના વોલ્યુમો ભરાય તેટલો ડેટા ઊભો થાય ને? તેમ તમારા મનમાં એક ઊંધી માન્યતા પણ હજારો પાપનું મૂળ છે. તેનાથી કર્મના ગંજના ગંજ બંધાયા જ કરે. મનમાં આ ઊંધી માન્યતારૂપ મિથ્યાત્વ જ જડબેસલાક ઘર કરી ગયું છે, જેણે આખા જગતને રવાડે ચડાવ્યું છે. જ્યાં સુધી આનું સંશોધન ન કરો ત્યાં સુધી સમકિત પામી શકાતું નથી. સાચું બોલજો, આવું અવલોકન કરનારા કેટલા?
સભા:- સાહેબ! નો ટાઇમ.
સાહેબજી - એટલે કે ધર્મ કરવાનો તમને ટાઇમ નથી. પરંતુ આ માનસઅવલોકન તો ધર્મમાં પ્રવેશ કરવા માટે પ્રવેશદ્વાર છે. સમકિત પામવા માટે આમાં પ્રવેશ કરવો જ પડે. હું તો એમ કહું છું કે નો ટાઇમ બોલવાવાળા પાસે જેટલો ટાઇમ છે એટલો કોઇની પાસે નથી. આવું કોણ બોલે છે? સત્તાધીશો, શ્રીમંતો બોલે છે, તેમને જાતે શું કામ કરવાનું હોય છે? તેમને તો મશીનો અને માણસો દ્વારા કામ કરાવવાનું હોય છે. માટે પ્રમાણિકતાથી વિચાર કરો તો નો ટાઇમ જેવું છે જ નહિ. તમારી પાસે આખી દુનિયા માટે ટાઇમ છે, પરંતુ પોતાની જાત માટે
* * * * * * *
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
*
* * * * * * * * ૭૨
મનોવિજય અને આત્મશુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org