Book Title: Mahavira Vani
Author(s): Bechardas Doshi
Publisher: USA Jain Institute of North America
View full book text
________________
૧૫૪
મહાવીર વાણી આંધળો માણસ અંધારું કે પડછાયાને જોઈ શકતો નથી એ જાણીતી વાત છે. આ ઉપરથી તાત્પર્ય એ સમજવાનું કે અંધકાર કે પડછાયો કાંઈ અવસ્તુ નથી. અભાવરૂપ નથી કિંતુ મૂર્ત જડવસ્તુ – પુદ્ગલ - રૂપ હોઈ ઘટાદિ વગેરેની પેઠે વસ્તુરૂપ છે અને ભાવરૂપ છે, વૈદિક પરંપરામાં વૈશેષિક દર્શન, અંધકાર અને પડછાયાને અભાવરૂપ માને છે, વસ્તુરૂપ નથી માનતું. એ રીતે અંધકાર અને પડછાયાના સ્વરૂપ વિશે જૈનપરંપરા અને વૈશેષિકદર્શન જુદી જુદી વિચારસરણી ધરાવે છે.
૧૨. પુદગલાસ્તિકાય - એટલે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ વગેરે જેના ગુણ છે એવું આકારધારી મૂર્તિ એક જડતત્ત્વ અવરૂપ છે.
૧૩. જીવ - આ ગાથામાં નવ તત્ત્વોને જણાવેલાં છે. તેમાંના અમૂર્ત જીવ તત્ત્વનું સ્વરૂપ ગાથા ૨૨૫ અને ૨૨૬માં બતાવી દીધું છે. અને અજીવ તત્ત્વનું સ્વરૂપ ગાથા ૨૨૪, ૨૨પમાં બતાવેલ છે. ૨૨પમી ગાથામાં બતાવેલ કાળતત્ત્વ અજીવ તત્ત્વરૂપ છે. અજીવતત્ત્વ બે પ્રકારનું છે - અમૂર્ત અને મૂર્ત. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ એ બધાં અમૂર્ત અજીવ છે.
જીવ અને અજીવ એમ બે તત્વમાં સમસ્ત સંસારનો સમાવેશ થઈ જાય છે. આખા ય સંસારમાં જીવ અને અજીવ સિવાય ત્રીજું કોઈ પણ તત્ત્વ નથી એમ જૈન પરંપરા માને છે અને વૈદિક પરંપરા પણ એમ જ માને છે. આ ઉપરાંત આ ગાથામાં પુણ્ય પાપ વગેરે જે તત્ત્વો જણાવેલ છે તેનો હેતુ આ છે: જૈનપરંપરાનું મુખ્ય ધ્યેય નિર્વાણદશાને મેળવવાનું છે. વીતરાગદશા પામ્યા પછી જ નિર્વાણદશાને મેળવી શકાય. વીતરાગદશાને મેળવવામાં જે જે પ્રકારની સાધના કરવાની છે તે માટેપુણ્ય પાપ વગેરે તત્ત્વોને જાણવાની ખાસ જરૂર છે. એ પુણ્ય પાપ વગેરે તત્ત્વોનું સ્વરૂપ જાણ્યા વિના વીતરાગ દશાની સાધના કરવાનું શક્ય નથી - સંભવિત નથી માટે જ આ ગાથામાં પુણ્ય, પાપ વગેરેને તત્ત્વરૂપે જણાવેલાં છે. તત્ત્વનો અર્થ “મૂળભૂત પદાર્થ છે. એ રીતે જોતાં મૂળભૂત પદાર્થ તો આત્મા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272