________________
૧૮૫
૧૮૫
ભિક્ષુ-સૂત્ર अज्झप्परए सुसमाहिअप्पा,
सुत्तत्थं च वियाणइ जे स भिक्खू ॥७।। ૨૭૫. હાથે જે સંયમપૂર્વકના વર્તનવાળો છે, એ જ રીતે પગે અને વચને તથા ઈદ્રિયો દ્વારા સુધ્ધાં સંયમપૂર્વકના વર્તનવાળો અધ્યાત્મભાવમાં જે તત્પર છે, જેનો આત્મા સુસમાહિત છે અને સૂત્રના અર્થને બરાબર જે જાણે છે તેને ભિક્ષુ કહેવો. (२७६) उवहिम्मि अमुच्छिए अगिद्धे,
__ अन्नायउंछं, पुलनिप्पुलाए । कयविक्कयसन्निहिओ विरए,
सव्वसंगावगए य जे स भिक्खू ॥८॥ ૨૭૬. સંયમની સાધના માટે જરૂરી એવાં સાધનોમાં ય જે આસક્ત ન હોય, ખાવાપીવામાં લાલચુ ન હોય, અજાણ્યાં કુટુંબોમાં ફરી ફરીને ઉછવૃત્તિથી નિર્દોષ ભિક્ષા મેળવતો હોય, સંયમને બગાડનારા દોષોથી દૂર ભાગતો હોય, ખરીદ કરવું, વેચવું અને ભેગું કરવું એ ત્રણેથી અટકેલો હોય તથા રાગવાળા તમામ સંબંધોથી દૂર ને દૂર રહેતો હોય તેને ભિક્ષુ કહેવો. (ર૭૭) નોન સિલ્વર રસેસુ ખિ,
उंछं चरे जीविय नाभिकंखे। इडिंढ च सक्कारण-पूयणं च,
चए ठियप्पा अणिहे जे स भिक्खू ॥९॥ ૨૭૭. ભિક્ષુ થયા પછી જે અચપળ રહે છે, રસોનો લાલચુ નથી, ભિક્ષા સારુ ઉછવૃત્તિથી ફરતો રહે છે, જીવવા વિશે મોહવાળી તત્પરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org