Book Title: Mahavira Vani
Author(s): Bechardas Doshi
Publisher: USA Jain Institute of North America

View full book text
Previous | Next

Page 242
________________ મોક્ષમાર્ગ-સૂત્ર ૧૯૫ ૨૫. જ્યારે અનાસક્ત રહીને પોતાની જીવનયાત્રાને બરાબર નભાવી શકે છે ત્યારે જ તે અજ્ઞાનને લીધે જે જે ઘણા જૂના એવા રાગદ્વેષમય જે સંકુચિત સંસ્કારો ચિત્તમાં પડેલા હોય છે તે તમામને ખંખેરી કાઢે છે. અર્થાત્ અનાસકત ભાવે રહેનારના જીવનમાં જ અહિંસા વગેરેના આચારો વણાઈ જતાં પછી ચિત્તમાં વિશ્વબંધુત્વનો ભાવ પ્રગટ થાય છે, અને એમ થયા પછી મારુતારું અથવા પોતાનું પારકું એવો ભાવ આપોઆપ છૂટી જાય છે. (२९६) जया धुणइ कम्मरयं अबोहिकलुसं कडं । तया सव्वत्तगं नाणं दंसणं चाभिगच्छइ ।।१५।। ૨૯૬. જ્યારે અજ્ઞાનને લીધે પેદા થયેલા ઘણા જૂના રાગદ્વેષમય એવા સંકુચિત સંસ્કારોને ચિત્તમાંથી ખંખેરી કાઢે છે ત્યારે જ તે સર્વવ્યાપી જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શનને મેળવી શકે છે. (२९७) जया सव्वत्तगं नाणं दंसणं चाभिगच्छद। तया लोगमलोगं च जिणो जाणइ केवली ॥१६॥ ૨૭. સર્વવ્યાપી જ્ઞાનને અને સર્વવ્યાપી દર્શનને જ્યારે મેળવી શકે છે ત્યારે જ તે, જિન થાય છે - રાગદ્વેષો ઉપર સંપૂર્ણ જય મેળવે છે, કેવળી થાય છે કેવળ આત્મામય થાય છે અને લોક તથા અલોકના સ્વરૂપને જાણી શકે છે. (२९८) जया लोगमलोगं च जिणो जाणइ केवली। तया जोगे निलंभित्ता सेलेसिं पडिवजइ ।।१७।। ૨૯૮. જ્યારે જિન થાય છે, કેવળી થાય છે અને લોક તથા અલોકના , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272