Book Title: Mahavira Vani
Author(s): Bechardas Doshi
Publisher: USA Jain Institute of North America
View full book text
________________
२१९.
૨ ૨૧૨૧૨ ૨૨ ૧૧૨ ૧૧૨ ૨૧૨ ૨૧
नो तेसिमारमे दंडं मणसा वयसा कायसा चैव ॥
(અક્ષર ઉપર આપેલા આંકડા માત્રાઓને સૂચવે છે : એક છે તે એક માત્રા સૂચવે છે અને બે છે તે બે માત્રાને સૂચવે છે.)
ઉપગીતિ - જેના પૂર્વાર્ધમાં ૧૨+૧૫ એમ સત્તાવીસ માત્રા હોય અને જેના ઉત્તરાર્ધમાં ય ૧૨+૧૫ એમ સત્તાવીસ માત્રા હોય તેનું નામ ઉપગીતિ.
આ પુસ્તકમાં આ ત્રણે છંદો ઘણા ઓછા વપરાયા છે.
આર્યા વગેરે ત્રણે માત્રામેળ છંદોનું જે માપ-માત્રા-સંખ્યા જણાવેલ છે. તેમાં આ પુસ્તકનાં પદ્યોમાં કયાંય માત્રા સંખ્યા ઓછી વધતી જણાય તો તે દોષપાત્ર નથી. કેમ કે આ બધાં પદ્યો પ્રાચીન ભાષાના આર્ય છંદોમાં છે.
વૈતાલીય - પ્રથમ અને તૃતીય ચરણમાં ચૌદ ચૌદ માત્રા હોય અને દ્વિતીય તથા ચતુર્થ પાદમાં સોળ સોળ માત્રા હોય તથા દરેક પાદમાં છેલ્લે રગણ આવવો જોઈએ. રગણ એટલે જેનો આદિ અક્ષર અને અન્ત્ય અક્ષર ગુરુ હોય અને મધ્ય અક્ષર લઘુ હોય. (જેમકે ‘કાયસા’ એ શબ્દ રગણ કહેવાય.) અને તે રગણ પછી એક અક્ષર લઘુ આવવો જોઈએ તથા એ લધુ પછી વળી એક અક્ષર ગુરુ આવવો જોઈએ.
આખું અપ્રમાદસૂત્ર(૧૧-૨) વૈતાલીય છંદમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272