Book Title: Mahavira Vani
Author(s): Bechardas Doshi
Publisher: USA Jain Institute of North America

View full book text
Previous | Next

Page 249
________________ ૨૦૨ મહાવીર વાણી તમામ પ્રાણીઓ તરફ સુખદુઃખની સ્થિતિમાં સહાનુભૂતિવાળા રહે અને આમ જોનારા – વર્તનારા - જ માનવો સમદર્શી કહેવાય. (૩૦૪) ને મા વત્તિયના વા, तहुग्गपुत्ते तह लेच्छई वा। जे पव्वइए परदत्तभोई, गोत्ते ण जे थब्भति माणबद्धे ॥२॥ ૩૦૪. જે કોઈ મનુષ્ય, ભિક્ષુ થયેલો હોય અને બીજા પાસેથી ભિક્ષા મેળવીને પોતાની સંયમસાધના કરતો હોય તે, ભિક્ષુ થયા પહેલાં ભલેને બ્રાહ્મણ જાતનો હોય, ક્ષત્રિય જાતનો હોય, ઉગ્રવંશનો હોય કે કોઈ લિચ્છવીનો બેટો હોય તો પણ ભિક્ષુ થયા પછી પોતાની જાતનો, પોતાના ગોત્રનો ગર્વ ન કરે, - પોતાની જાતના કે પોતાના ગોત્રના અહંકારમાં બંધાયેલો ન રહે. (३०५) जे आवि अप्पं वसुमं ति मत्ता, संखायवायं अपरिक्ख कुज्जा। तवेण वाऽहं सहिउ ति मत्ता, अण्णं जणं पस्सति बिंबभूयं ॥३॥ ૩૦૫. “આ બીજા કોઈ સંયમવાળા નથી, ફક્ત એકલો હું જ સંયમવાળો છું એમ સમજીને જે ગર્વ કરે અને પોતાની જાતને પૂરી રીતે ઓળખ્યા વિના જે પોતાને જ્ઞાની માને અથવા પોતે એકલો જ તપસ્વી છે, અને આ જે બીજાઓ છે તે તો ખેતરમાં ઊભા કરેલા ઘાસના ચાયિાંનાં બીબાં છે એમ સમજે તે, 'શ્રમણ' નામને બિલકુલ લાયક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272