Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 11
________________ માળ બનવાને માટે પ્રયત્નશીલ બનવું જોઈએ આરાધનાદિના હેતુઓને આશ્રયીને જ આવા દિવસનું ઉદ્યાપન આ શાસનમાં વિહિત કરાએલું છે અને તેના અમલને માટે આજે આપણે એકત્રિત થયા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવના અવનના, જન્મના, દીક્ષાના, કેવલજ્ઞાનના અને નિવાણના–આ પાંચેય દિવસેને શ્રી જેનશાસનમાં કલ્યાણક-દિવસ તરીકે માનવામાં આવે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના ચ્યવનના દિવસને, જન્મના દિવસને, દિક્ષાના દિવસને, કેવલજ્ઞાનના અને નિવણના દિવસને-એ પાંચેય દિવસોને કલ્યાણક-દિવસ તરીકે માનવાનું પ્રધાન કારણ એ છે કે–એ આત્માઓ જગતનું કલ્યાણ કરવાની ભાવનાથી શ્રી તીર્થકરપણાને પામે છે. ઉપરાંત એ પુણ્યાત્માઓ જ્યારે ચવે છે, જમે છે દીક્ષિત બને છે, કેવલજ્ઞાન પ્રગટાવે છે અને નિર્વાણ પામે છે, ત્યારે નરકમાં રહેલા નારકીઓને પણ ક્ષણ વાર સુખ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના જીવનને અને શાસનનો મહિમા બરાબર સમજી શકીએ, તે એ સમજાયા વિના રહે નહિ કે-જે પુણ્યાત્માઓએ જગતના જીનું એકાન્ત કલ્યાણ કરવાને ઈચ્છયું, જે પુણ્યાત્માઓએ જગતના પ્રાણી માત્રના કલ્યાણને કરવાની ભાવનાને એકસાત બનાવી દીધી અને તે દ્વારા સર્વેત્તમ કેટિના પુણ્યકર્મને બાંધ્યું તથા નિકાચિત કર્યું, તે કર્મને જે ભવમાં વિપાકેદય થવાને હોય તે ભવમાં તે પુણ્યાત્માએ જ્યારે ઍવે, ત્યારે આખા જગતનું મંગલ થવાનું છે એ સૂચવવાને માટે ય ઈન્દ્રાદિ ઉજવણી કરે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. એ પરમ તારકના કલ્યાણક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48