Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 16
________________ સાહાબીને તજીને અનગારજીવનને સ્વીકાર્યા પછીથી જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી, જમીન ઉપર પગ માંડીને બેસતા નથી, વર્ષોનાં વર્ષો સુધી પણ ખડે પગે રહીને કેવલજ્ઞાનને પ્રગટ કરવાને અપૂર્વ કેટિને પ્રયત્ન તેઓ કરે છે. બીજાનું તે સામર્થ્ય કે કૌવત નથી. ભગવાન શ્રી રાષભદેવ સ્વામી દીક્ષિત બન્યા પછી એક હજાર વર્ષ સુધી જમીન ઉપર બેઠા નથી અને ભગવાન શ્રી મહાવીર પરમાત્મા દીક્ષિત બન્યા પછી ૧રા વર્ષો સુધી જમીન ઉપર બેઠા નથી. દીક્ષિત બન્યા બાદ કેવલજ્ઞાન પ્રગટાવીને જ એ ઝંપ્યા. બીજાઓને માટે પણ એ તારકે એ જે એવી જ આજ્ઞા કરી હતી તે? પરિણામ એજ આવત ને કે-કાં તે દીક્ષિત બનત નહિ અને કદાચ દીક્ષિત બનત તે પણ થાકીને પડતું મેલત? એ તારકનું જીવન તે એવા તારક જ છે. બીજાનું કામ નહિ. એ તારકેનું ગૃહસ્થ પણનું જીવન એકાન્ત વિરક્તિમય હોય છે અને એથી એ જીવનને સાંભળતાં જેમ ભકિત જાગે તેમ છે, તેજ રીતિએ એ તારકેનું દીક્ષિતજીવન પણ અપ્રમત્તતાથી ભરચક હોય છે અને એથી એ જીવનને સાંભળતાં પણ ભકિત જાગે તેમ છે ભેગ સંપત્તિમાં એ તારકોની જે વિરક્તિ હોય છે તેનો અને અણુગારપણામાં એ તારકે જે કષ્ટમય જીવન જીવે છે તેનો જે શું મળી શકે તેમ છે? એ તારકોનું શું ગૃહસ્થજીવન કે શું અણગારજીવન-એ બેય જીવને એવાં હોય છે કે બીજાઓને તે હાથ જ જોડવા પડે. આપણે પૂર્વે કદાચ એ તારકોને સાક્ષાત્ પણ જોયા હશે, પણ તે વખતે કાળજુ ઠેકાણે નહિ હોય. હજુ પણ આપણું કાળજું કેટલું ઠેકાણે છે, એ વિચારવા જેવું છે. આજે તમે એ તારકેના જીવનમાંથી શું શોધી કાઢે ? 9 www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48