Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 22
________________ પણ છે અને એ ઈચ્છાને કરી જાણે તે ફળે તેવી પણ છે. આપણે જે તે દઢ સંકલ્પ કરીને અને તેને અનુસરતી રીતિએ જીવીને મરીએ, તે દેવભવ એવો મળે કે જ્યાંથી જ્યાં શ્રી તીર્થંકરદેવ હોય ત્યાં જઈ શકીએ અને તેમ નહિ તે પછી જ્યાં શ્રી તીર્થકરદેવ વિહરતા હોય તેવા સ્થલમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈએ. આજે આ સંકલ્પ કરે છે ? અહીંથી આ કાલમાં તે મુકિત પામી શકાય તેમ છે જ નહિ અહીંથી મરીને ભવાંતરમાં જવાનું નકકી જ છે. હવે જે ભવાંતરમાં જવાનું નકકી જ છે, તે અહીંથી મરીને ક્યાં જવાની ઈચ્છા થાય છે? કહો ને કે-જ્યાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના ચરણની સેવા મળે ત્યાં ! શ્રી જિનમંદિરમાં જે કઈ પુણ્યશાલી આત્માઓ પૂજા કરવાને જાય છે, તેઓને તે પ્રાયઃ ખબર જ હશે કે-પહેલાં અંગપૂજા કર્યા પછીથી અગ્રપૂજા કરાય છે અગ્રપૂજામાં અક્ષતપૂજાને પણ વિધિ છે. અક્ષતપૂજા કરતાં શું કહેવાની વિધિ છે! એ જ કે-હું ચાર ગતિમાં ભટકી ભટકીને શ્રમિત થઈ ગયો છું. સાથી કરે છે ને ઢગલીઓ કરે છે, તે શું છે? એ કાંઈ રમકડાં કાઢવાનાં નથી એમાં ઉડે હેતુ છે. સાથીઓ કરતાં પ્રાર્થના કરાય છે કે આ ચાર ગતિનું મારું ભ્રમણ છેડાય. એ છેદા ક્યારે? તે કે-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની આરાધના થાય ત્યારે. એ રત્નત્રયીને આરાધીને આ સિદ્ધશિલા ઉપર પહોંચવાની મારી ભાવના છે. સાથી કરવા દ્વારા એ જ સૂચવાય છે કે-ચાર ગતિમાં હું અનન્તાનન્ત કાલથી પરિભ્રમણ કરી રહ્યો છું. હવે મારે એ પરિભ્રમણને ટાળવું છે. એ માટે મારે આપની આજ્ઞા મુજબ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન 15 www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48