Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah
View full book text
________________
એવાઓને જોઈને સઘળાને એવા માનવા અને કહેવા, એ . કામ ડાહ્યાઓનું નથી પણ મૂખાનું છે. બજારમાં ચાર લૂચા હોય તેમને જોઈને જે કઈ આખા બજારને લુચ્ચું કહે, તે તમે મારવા જ ઉઠે ને? એના એ તમે થડાક વેષધારીઓના નામે આખા સાધુસમુદાયને માટે ગમે તેમ બેલે, તે એ શું કહેવાય? એમાં પણ વિવેકી બનવું જોઈએ. હિંસાદિક પાંચના સર્વથા ત્યાગની પ્રતિજ્ઞાઓને પાળવાને માટે આ સાધુપણાના જેવું એક પણ ઉત્તમ સાધન નથી. ભગવાન શ્રી જિનેશ્વદેવની આજ્ઞા મુજબ સાધુજીવનને સ્વીકારીને તેના પાલનમાં જ સજજ બન્યા રહેનારા મહાત્માઓ હિંસાદિથી જેવા પર રહી શકે છે, તેવા અન્ય કેઈ રહી શકતા જ નથી અને એ કારણે જ ભગવાને દીક્ષા કહો કે પ્રવજયા આદિ કહો, તેને આદિમાં ઉપદેશી છે. કેઈના પણ પ્રાણને નાશ કર, એ હિંસા છે. કોઈને ય કલેશ પામડ, દુઃખ લગાડવું–એ વિગેરે પણ હિંસા છે. આ હિંસાથી વિવેકી એ પણ ગૃહસ્થ કેમ જ બચી શકે ? તેને અનેકેની હિંસાને પ્રસંગ આવવાને સંભવ હોવાથી,
જ્યારે જ્યારે તે વિચારે, ત્યારે ત્યારે તેને એમ થાય કે ક્યારે આ ગ્રહવાસ છુટે અને કયારે સાધુ બનાય ?” આ ભાવનામાં રમતા વિવેકી આત્માઓ સામર્થ્ય મેળવી સાધુપણને સ્વીકારે છે. જે કોઈ સાધુ બન્યા તેને બાયડી મળી નહિ, પૈસા મળ્યા નહિ માટે સાધુ બન્યા, એ વાત ખોટી છે. એવું માનનાર અને બેલનારાઓએ આજે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે અત્યાર સુધી અમારી ભૂલ થઈ અને હવે કદિ પણ એવું અમે માનીશું
25 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat