Page #1
--------------------------------------------------------------------------
________________
GeJlUde | IoTealä p
*lclobild ‘loêllè1313
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
8222008
વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ સુરીશ્વરજી મહારાજા
રામ તીથપાત ਪਰਮ
ભગવાન શ્રીમહાવી૨૫૨માત્માની
પ્રેરક-સંયોજક પૂ.પંન્યાસપ્રવર શ્રી
---સુધાંશુ વિજયજી ગણિવર્ય
સંપાદક
મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स श्रीदान-प्रेम-रामचन्द्रसूरि सद्गुरुभ्यो नमः
_મયમ ડેરાના
પ્રથમ દેશના
=
ભગવાન શ્રી મહાવીર પરમાત્માની
• પ્રવચનકાર
પૂજ્યપાદ વ્યાખ્યાવાચસ્પતિ ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ્રેરક – સંજક પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી સુધાંશુવિજયજીગણિવર્ય
-નિશ્રી સંપાદક :- (E
સંક્તિપ્રભ વિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
=
વિષય – પ્રવચન સંગ્રહ
આવૃત્તિ : પ્રથમ
નકલ : ૧૦૦૦
મૂલ્ય : રૂપિયા બે
પ્રેરક-સંજક
પૂજ્યપાદ પંન્યાસ પ્રવરશ્રી સુધાંશુવિજયજી ગણિવર્ય
પૂજય માતુશ્રી ઈચ્છાબેન C/o. સુરેશચન નેમચન્દજી શાહ છે. તેમજ બિલ્ડીંગ કણપીઠ
સુરત - 395003 પ્રકાશક :
પ્રાપ્ત સ્થાન : જયંતિલાલ ખુશાલદાસ શાહ
(ખંભાતવાળા). નાલંદા કોર્પોરેશન–“મનસુખ નિવાસ” 188, ખેતવાડી બેન્ક રેડ, મુંબઈ– 400004 ફ. નં. 882237.
(
,
(
મુદ્રક :
સૌ રાષ્ટ્ર ટ્રસ્ટ વતી . . શ્રી મનુભાઈ બી. નાયક . . “પ્રતાપ” પ્રિન્ટીંગ પ્રેસ
પ્રતાપસદન, નાણાવટ, સુરત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
OSE O
E-SECCESSO
સ્ક
પ્રેરક-તથા સચૈાજક
પૂજ્યપાદ, સકલાગમરહસ્યવેદી આચાય ભગવત શ્રીમદ્ – વિજયદાનસૂરીશ્વરજી મહારાજાના પર પૂજ્યપાદ સિદ્ધાન્તમહાદધિ વાત્સલ્યનિધિ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી
મહારાજાના પટ્ટધરરત્ન પૂજ્ય
પાદ પરમશાસનપ્રભાવક
વ્યા
ખ્યાન-વાચસ્પતિ સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ - વિજયરામચન્દ્રસૂરીશ્વરજી – મહારાજાના પપ્રભાવક પ્રભાવક
શ્રી મ દ્
પ્ર વ ચ ન કા ૨ પૂ જ્ય પા ૬ આ ચા ય ભ ગ વ ત -વિજયમુક્તિચન્દ્રસૂરીશ્વરજીમહારાજાના વિદ્વાન શિષ્યરત્ન પૂજ્યપાદ પંન્યાસ પ્રવરશ્રી સુધાંશુવિજયજીગણિવર્ય .
-
--------ર
ઉ----------જ$-RO
કરકર -sesso
પ્રકાશકીય :
પરમપૂજ્ય પંન્યાસ પ્રવરશ્રી સુધાંશુવિજયજીગણિવર્યંની પાવન પ્રેરણાથી શ્રુતભક્તિરૂપે આ પુસ્તક પ્રકાશિત કરતાં અમે અત્યન્ત આનન્દ અનુભવીયે છીએ.
શ્રુતભક્તિની અમારી ભાવના આ રીતે સફળ થવા બદલ પૂજ્યપાદશ્રીના અમે અત્યન્ત ઋણી છીએ.
-પ્રકાશક
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રસિદ્ધ થયેલ પુસ્તક યુવાનીને સદુપયોગ
રૂ. ૧-૦૦ આત્મધર્મ
રૂા. ૧-૨૫ સદાચાર
રૂા. ૧-૨૫ આરાધનાને માર્ગ
રૂા. ૧-૫૦ સાર્થને સમાર્ગ
રૂ. ૫-૦૦ - શ્રી પર્યુષણ અષ્ટાલિકા વ્યાખ્યાન
કલિકાલના જીવોનું ગુણવર્ણન ક જૈન–પ્રવચન શ્રી કાનજી સ્વામી વિચાર સમીક્ષા
૨–૫૦ શ્રી જિનસ્નાત્ર મહોત્સવ મહિમા
રૂ. ૨-૦૦ સકારા પંચ દુર્લભા
રૂા. ૧-૦૦ ચાતુર્માસિક અલંકાર
રૂા. ૧પ૦ માનવજીવનનો સાર
રૂા. ૨-૨૫ બિન્દુમાં સિન્ધ ભા. ૧ થી ૫ (સેટ)
રૂા. ૧૦-૦૦ વિશ્વધર્મ ?
. ૨-૦૦ પ્રથમ દેશના
રૂા. ૨-૦૦ વિજ્યહીરસૂરીશ્વરજી મહારાજા
રૂ. ૨-૦૦ આત્મામાંથી પરમાત્મા
રૂા. ૨-૦૦ શ્રી જિનાજ્ઞા
રૂ. ૨-૦૦
આ નિશાનીવાળા પુસ્તકો અપ્રાપ્ય છે. પ્રાપ્ય પુસ્તકો પેજ નં. ૨ પર આપેલા પ્રાપ્તિસ્થાનેથી મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શાસન દિવાકર જૈનાચાર્ય - શ્રીમદ વિજય ચમચંદ્રસુરીશ્વરજી મહારાજા
શાસ્ત્રોના શબ્દ કાજે સકલજગતની સાથે જેઓ ઝઝુમે ભકત જેનાં સદાયે ગુરૂવર ! કહી પાદ અંગૂઠ ચૂમે વ્યાખ્યાતા વિશ્વનાં ઓ ! જિનવચન કહી સદ્ય સંસાર તારે ઋણિી દા : કિવ ર યુનિશે : વદ ના સ્વીકારે.
Page #7
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
[પ્રવચન પુસ્તક]
પ્રવચનકાર :
વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પ્રેરક : સેજક પૂજ્ય પંન્યાસપ્રવરશ્રી સુધાંશુવિજયજી ગણિવર્ય
પ્રથમ દેશના
ભગવાન શ્રી મહાવીર પરમાત્માની
સંપાદક :- (
એપ્રિભાવિયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપાદક તરફથી :
પુસ્તકનું નામ છે− પ્રથમ દેશના !” ચરમ તીપતિ શ્રી મહાવીર પરમાત્માએ તીસ્થાપનાના દિવસે આપેલ પ્રથમ દેશનાનું આખું પાતળું રેખાંકન પૂ. પ્રવચનકાર મહાપુરૂષે આ પ્રવચનમાં કરેલ છે.
ચરમતીર્થ પતિ શ્રી મહાવીરપરમાત્માના ચૈત્ર સુદ ૧૩ના જન્મકલ્યાણકના દિવસે અપાયેલ આ પ્રવચનમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કાણુ હતાં ? કેવાં હતાં? એ તારક તીર્થંકરદેવે આપણા અને સમસ્ત વિશ્વના કલ્યાણ માટે શું શું કર્યું છે અને શું શું ક્રમાવ્યું છે? તે જાણવા માટે આ પ્રવચનનું વાંચન અતિ આવશ્યક છે.
ભગવાનના જન્મકલ્યાણકને બદલે જયન્તિનુ નામ આપી એ દિવસે ભગવાનના સ ંદેશા ફેલાવવાના ન્હાના નીચે આજે અનેક પ્રેાત્રામા અને સ્વા પાષક ભાષણા થતાં દેખાય છે જેમાં ભગવાનની જ આજ્ઞા વિરૂદ્ધ વાત રજૂ થતી પણ જોવા મળે છે.
શ્રોતાએ જો સત્તાન બને તે આવા ભાષા કરનારાઓને સ્ટેજ પરથી નીચે ઉતરી ચાલતી પકડવી પડે તે ભગવાન શ્રી તીર્થંકરદેવની થતી ધાર આશાતના અટકી જાય.
ભગવાન શ્રી તીથંકરદેવના સાચા સદેશેા શુ છે? એ જાણવા આ પુસ્તક વાંચી જવા ખાસ ભલામણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મુનિ મુક્તિપ્રભવિજય
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
||પ્રથમ દેશના
ભગવાન શ્રી મહાવીર પરમાત્ની
જીવનને જાણવું એ માટે કે બહુમાનવાળા બનીને આજ્ઞાના અમલમાં તત્પર બનાય :
આ અવસર્પિણી કાળમાં ભગવાન શ્રી કષભદેવસ્વામીજીથી માંડીને ભગવાન શ્રી મહાવીરદેવ પર્યત થઈ ગયેલા ચોવીસ તીર્થપતિઓમાં, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા એ છેલ્લા તીર્થ પતિ છે, કે જેઓના શાસનમાં મોક્ષમાર્ગનું આરાધન કરવાનું સદ્ભાગ્ય આજે આપણે પામ્યા છીએ. તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આજે જન્મકલ્યાણને દિવસ હેવાને લઈને, આ દિવસે તે ખાસ કરીને તે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કેણ હતા કેવા હતા, અને એ પરમ તારકે આપણા અને સારાય જગતના કલ્યાણને માટે શું શું ફરમાવ્યું છે, તે જાણવાને માટે અને એ જાણીને આરાયની આરાધનામાં ઉજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
માળ બનવાને માટે પ્રયત્નશીલ બનવું જોઈએ આરાધનાદિના હેતુઓને આશ્રયીને જ આવા દિવસનું ઉદ્યાપન આ શાસનમાં વિહિત કરાએલું છે અને તેના અમલને માટે આજે આપણે એકત્રિત થયા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવના અવનના, જન્મના, દીક્ષાના, કેવલજ્ઞાનના અને નિવાણના–આ પાંચેય દિવસેને શ્રી જેનશાસનમાં કલ્યાણક-દિવસ તરીકે માનવામાં આવે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના ચ્યવનના દિવસને, જન્મના દિવસને, દિક્ષાના દિવસને, કેવલજ્ઞાનના અને નિવણના દિવસને-એ પાંચેય દિવસોને કલ્યાણક-દિવસ તરીકે માનવાનું પ્રધાન કારણ એ છે કે–એ આત્માઓ જગતનું કલ્યાણ કરવાની ભાવનાથી શ્રી તીર્થકરપણાને પામે છે. ઉપરાંત એ પુણ્યાત્માઓ જ્યારે ચવે છે, જમે છે દીક્ષિત બને છે, કેવલજ્ઞાન પ્રગટાવે છે અને નિર્વાણ પામે છે, ત્યારે નરકમાં રહેલા નારકીઓને પણ ક્ષણ વાર સુખ થાય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના જીવનને અને શાસનનો મહિમા બરાબર સમજી શકીએ, તે એ સમજાયા વિના રહે નહિ કે-જે પુણ્યાત્માઓએ જગતના જીનું એકાન્ત કલ્યાણ કરવાને ઈચ્છયું, જે પુણ્યાત્માઓએ જગતના પ્રાણી માત્રના કલ્યાણને કરવાની ભાવનાને એકસાત બનાવી દીધી અને તે દ્વારા સર્વેત્તમ કેટિના પુણ્યકર્મને બાંધ્યું તથા નિકાચિત કર્યું, તે કર્મને જે ભવમાં વિપાકેદય થવાને હોય તે ભવમાં તે પુણ્યાત્માએ જ્યારે ઍવે, ત્યારે આખા જગતનું મંગલ થવાનું છે એ સૂચવવાને માટે ય ઈન્દ્રાદિ ઉજવણી કરે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. એ પરમ તારકના કલ્યાણક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
દિવસની ઉજવણી પણ સુખને માટે થાય છે. એ તારકેનું અન્તિમ જીવન અનુપમ કોટિનું હોય છે. અવનથી નિર્વાણ પર્યન્ત, એક પણ અનુચિતતાને એ તારકના જીવનમાં અવકાશ મળતું નથી. શ્રી તીર્થકરભવનું જીવન, એ એક એવું ઉમદા જીવન છે કે-એ જીવનને માત્ર સમજી લઈએ તે પણ એ પરમ તારકે પ્રત્યે એવી ભક્તિ જાગે, કે જેનું વર્ણન થઈ શકે નહિ. એ જીવન એવું ઉત્કૃષ્ટ કેટિનું હોય છે કે–એવું જીવન તે તે જ જીવી શકે છે, જે એમના જેવા થાય. જેએ એવી સ્થિતિને પામ્યા નથી, તેઓ એ તારકેએ જીવેલા જીવનને તથા પ્રકારે જીવી શકે એ બને નહિ. એ તારકોના જીવનને એવી રીતિએ જાણવું જોઈએ અને એવી રીતિએ સાંભળવું જોઈએ. કે જેથી સર્વોત્તમ કોટિના આત્માઓ કેવા પ્રકારના હોય છે, તેને ખ્યાલ આવે; એ ખ્યાલ આવવાના પ્રતાપે એ પરમ તારકે પ્રત્યે ભક્તિભાવ જાગે ભક્તિભાવ જાગે એટલે એ તારકની આજ્ઞા શી છે એને સમજવાનું મન થાય; અને એ આજ્ઞા રૂચે એટલે એ આજ્ઞાઓને અમલ કરવાને માટે સર્વસ્વને હેમવાની ભાવના પેદા થાય. એ પુણ્યાત્માઓ જેવું પુણ્ય ઉપાજીને અને જેવી આરાધના કરી અન્તિમ ભવમાં આવે છે, તેવી રીતિએ અન્ય આત્માઓ આવી શકતા જ નથી, માટે એ તારકનું જીવન અજોડ હોય છે. એ જીવનને જાણીને એ જીવનને જીવનાર પરમ તારકે પ્રત્યે ખૂબ ખૂબ બહુમાનવાળા બનવું જોઈએ અને એ પરમ તારકે પ્રત્યે સારી રીતિએ બહુમાનવાળા બનીને એ તારકેની આજ્ઞાઓને અમલ કરવાને માટે તત્પર બનવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ત્રણ પદો ઉપરથી દ્વાદશાંગણી રચાઈ પણ આપણે એટલાથી માર્ગ પામી શકત?
અત્યારે તે આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ઉપદેશ શું છે, તેનો ટૂકે ખ્યાલ આપવાનો વિચાર રાખ્યો છે. એ તારકના જીવનને અંગે તે જેટલું કહીએ તેટલું ઓછું જ રહેવાનું એ તારકને ઉપદેશ પણ કલાક-સવા કલાકમાં કેટલાક કહેવાય? જે કે–એ તારકનો ઉપદેશ આમ તે ત્રણ પદોમાં પણ આવી જાય છે. ભગવાનના શ્રીમુખેથી ઉચ્ચારાએલાં માત્ર ત્રણ પદને સાંભળવાથી તે, ભગવાનના પટ્ટશિષ્ય કે જેમને ગણધરભગવાને કહેવાય છે, તેમને આખા જગતનું જ્ઞાન થઈ જાય છે. ૩ષ્યને વિમેદ વા અને પુર્વે વા –આ ત્રણ પદે ભગવાન બોલે અને ગણધરભગવાને સાંભળે એટલા માત્રથી ગણધરભગવાનને એવો તે ક્ષપશમ પેદા થઈ જાય છે કે–તેઓ માત્ર અન્તર્મુહૂર્તમાં જ દ્વાદશાંગીની રચના કરે છે, કે જેના બેલે શાસન ચાલે છે. એ ત્રણ પદેના શ્રવણ માત્રથી અહીં બેઠેલા બધા, ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશને સમજી શકે ખરા? નહિ જ, તેવું સામર્થ્ય આપણા કેઈમાં ય નથી. ભગવાને જે પદો કહ્યાં તે જ ત્રણ પદને કહીને ગણધરભગવાને જે વિરામ પામ્યા હેત અને દ્વાદશાંગીની રચના ન કરી હોત તે થાત? તે દ્વાદશાંગીને અવલંબીને બીજા મહાપુરૂષોએ જે રચના કરી છે, તે શાસ્ત્રરચનાઓ પણ જે આપણને ન મળી હોત, તે આપણું જેવાને માટે માર્ગની પ્રાપ્તિ દુર્લભ જ હતી ને? ભગવાને કહેલા ત્રણ પદે ઉપરથી શ્રી ગણધરભગવાનેએ દ્વાદશાંગીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
રચના કરી અને તેમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશને ઠાંસી-ઠાંસીને ભર્યો. તે ઉપદેશને પણ પૂર્વે થઈ ગયેલા મહાપુરૂએ વિસ્તાર્યો અને ખીલ. એને જ એ પ્રતાપ છે કેઆજે આપણે ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા માર્ગને જાણી શકીએ છીએ અને આરાધી શકીએ છીએ. જે પરમ તારકના જન્મકલ્યાણકની આજે તિથિ છે, તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી પણ ગણાય અને બીજી પણ ગણાય તેવી દેશનાને સાર, પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સંગ્રહીત કરે છે અને આજે આપણે તેના આધારે જ ભગવાનના ઉપદેશ સંબંધી શેડો વિચાર કરે છે. શ્રીમદ્ હેમચન્દ્રરીશ્વરજી મહારાજાએ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું જીવનચરિત્ર લખતાં, તે પરમ તારકે જુવાલિકાના તીરે કેવલજ્ઞાન પામ્યા પછીથી ત્યાં દેશનાના કલ્પને જાળવીને તરત અન્યત્ર જઈને જે દેશના આપી, તેને ટૂંકમાં પણ સુન્દર
ખ્યાલ આવે છે. કેવલજ્ઞાન વિના ધર્મતીર્થ સ્થાપે નહિ ?
તમે જાણતા હશે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવોના અન્તિમ જીવનને મહિમા અને બે જ હોય છે. એ જમે છે ત્યારે રાજપુત્ર તરીકે જ જન્મે છે. જન્મતાંની સાથે જ એ પરમ તારકે ચોસઠ ઈન્દ્રોની સેવાને પામે છે. એ તારક તે ગર્ભમાં રહ્યા છતાં પણ ઈન્દ્રાદિકથી સ્તવાય છે અને સેવાય છે. ગર્ભમાં રહેલા પણ તેઓ ત્રણ નિર્મલ જ્ઞાનોએ સહિત હોય છે. આવા જ્ઞાની, અસંખ્ય ઈન્દ્રોના ગુરૂ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
ત્રણ લોકના નાથ એવા પણ એ તારકે, દુન્યવી સઘળી જ સાહ્યબીને ત્યાગ કર્યા પછીથી પણ, પિતાની પૂર્વની ભાવનાને અમલ કયારે કરે છે, એ જાણે છે? એ તારકને સ્થાપવાનો માર્ગ સામાન્ય કટિને હેત નથી. એ તારકેએ સારાય વિશ્વના છના કલ્યાણની ભાવનામાં રમણ કરેલું હોય છે. આથી માર્ગ પણ એ સ્થાપ જોઈએ, કે જે માર્ગ એ ભાવનાને અનુરૂપ હોય. અમુક જ રીતિએ વર્તવાને એકસરખે માર્ગ જ જે એ તારકે સ્થાપે, તે સૌમાં તે માર્ગને અમલ કરવાનું સામર્થ્ય કયાંથી હોય? સૌમાં એકસરખું સામર્થ્ય ન હોય, તો પછી શું સામર્થ્યહીન જી માર્ગની આરાધનાથી વંચિત જ રહે? નહિ, સામર્થ્યહીન પણ આરાધના કરી શકે, એ માર્ગ જ એ તારકો બતાવે. જેમાં માર્ગની આરાધના કરવાની હોય, તેઓ સામર્થ્ય સંપન્ન હોય કે સામર્થ્યહીન હોય તે છતાં પણ, સૌ કોઈ આરાધના કરી શકે તે માર્ગ એ તારકોને સ્થાપવાનો હોય છે. તે માર્ગ મામુલી જ્ઞાનના બળે ન સ્થપાય. એ માટે તે સંપૂર્ણ જ્ઞાન જોઈએ. આથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેવ કેવલજ્ઞાનને ઉપાજ્ય વિના ધર્મતીથની સ્થાપના કરતા નથી. ગૃહસ્થજીવનમાં વિરકિત અજોડ અને ત્યાગીજીવનમાં અપ્રમત્તતા અજોડ :
કેવલજ્ઞાનને ઉપાર્જવાને માટે એ પરમ તારક ઉત્કટ કેટિની તપશ્ચય આદિ જે કાંઈ આવશ્યક હોય તેને અપ્રમત્તપણે આચરે છે. એ પરમ તારકે સંસારની અપૂર્વ કેન્ટિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
સાહાબીને તજીને અનગારજીવનને સ્વીકાર્યા પછીથી જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી, જમીન ઉપર પગ માંડીને બેસતા નથી, વર્ષોનાં વર્ષો સુધી પણ ખડે પગે રહીને કેવલજ્ઞાનને પ્રગટ કરવાને અપૂર્વ કેટિને પ્રયત્ન તેઓ કરે છે. બીજાનું તે સામર્થ્ય કે કૌવત નથી. ભગવાન શ્રી રાષભદેવ સ્વામી દીક્ષિત બન્યા પછી એક હજાર વર્ષ સુધી જમીન ઉપર બેઠા નથી અને ભગવાન શ્રી મહાવીર પરમાત્મા દીક્ષિત બન્યા પછી ૧રા વર્ષો સુધી જમીન ઉપર બેઠા નથી. દીક્ષિત બન્યા બાદ કેવલજ્ઞાન પ્રગટાવીને જ એ ઝંપ્યા. બીજાઓને માટે પણ એ તારકે એ જે એવી જ આજ્ઞા કરી હતી તે? પરિણામ એજ આવત ને કે-કાં તે દીક્ષિત બનત નહિ અને કદાચ દીક્ષિત બનત તે પણ થાકીને પડતું મેલત? એ તારકનું જીવન તે એવા તારક જ છે. બીજાનું કામ નહિ. એ તારકેનું ગૃહસ્થ પણનું જીવન એકાન્ત વિરક્તિમય હોય છે અને એથી એ જીવનને સાંભળતાં જેમ ભકિત જાગે તેમ છે, તેજ રીતિએ એ તારકેનું દીક્ષિતજીવન પણ અપ્રમત્તતાથી ભરચક હોય છે અને એથી એ જીવનને સાંભળતાં પણ ભકિત જાગે તેમ છે ભેગ સંપત્તિમાં એ તારકોની જે વિરક્તિ હોય છે તેનો અને અણુગારપણામાં એ તારકે જે કષ્ટમય જીવન જીવે છે તેનો જે શું મળી શકે તેમ છે? એ તારકોનું શું ગૃહસ્થજીવન કે શું અણગારજીવન-એ બેય જીવને એવાં હોય છે કે બીજાઓને તે હાથ જ જોડવા પડે. આપણે પૂર્વે કદાચ એ તારકોને સાક્ષાત્ પણ જોયા હશે, પણ તે વખતે કાળજુ ઠેકાણે નહિ હોય. હજુ પણ આપણું કાળજું કેટલું ઠેકાણે છે, એ વિચારવા જેવું છે. આજે તમે એ તારકેના જીવનમાંથી શું શોધી કાઢે ?
9 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #17
--------------------------------------------------------------------------
________________
એ તારકેની વિરક્તિ અને એ તારકની અપ્રમતતા ઝટ આંખે ચઢે ? કેઈના પણ વાસ્તવિક કેટિના ત્યાગી જીવનને સારી આંખે જોવાની તમારામાં શક્તિ છે? કેઈના પણ ત્યાગમય જીવનને જોતાં અનુમોદનાને ઉલ્લાસ પ્રગટે, એટલી લાયકાત પણ તમારામાં છે? શ્રી તીર્થંકરદેવના જીવનનો મહિમા સમજવાને માટે પણ આત્મામાં લાયકાત પ્રગટવી જોઈએ છે. મહાપુરૂષો શ્રી તીર્થંકરદેવેના જીવનની મહત્તાને પિછાણી શક્યા હતા અને એથી જ એ મહાપુરૂષોએ તો કહી દીધું કેદુન્યવી સુખમાં એમની વિરક્તિ અજોડ અને ત્યાગી જીવનમાં એ જે કષ્ટ સહન કરે છે તે પણ અજોડ! એ તારકના અન્તિમ જીવનમાં અનુચિતતાનું નામ-નિશાન પણ હોતું નથી. અનુચિત ગણાય એવી એક પણ કરણને તેઓ આચરતા નથી. શ્રી તીર્થકરદેવેના જીવનના મહિમાને જે કઈ સમજી શકે, તેને એમ લાગ્યા વિના રહે જ નહિ કે-આવા પુણ્યપુરૂષે એવે ત્યારથી ઈન્દ્રાદિક દ્વારા સ્તવાય અને સેવાય, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ અને આવા જીવનને જેટ બીજે ક્યાંય શે જડે તેમ પણ નથી. હરકેઈ અવસ્થામાં મેહની સાથે સંગ્રામ ખેલનાર બનવું જોઈએ:
આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જુવાલિકાના તીરે કેવલજ્ઞાન પામ્યા હતા. કેવલજ્ઞાનની સાથે સાથે જ કેવલદર્શન પ્રગટે છે. ચાર ઘાતી કર્મે મૂળમાંથી જાય તે જ કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટે. તેમાંય મેહનીય કર્મ બહુ પ્રબલ હોય છે. શ્રી તીર્થકરદેએ અને બીજા પણ
10
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
મહાપુરૂષોએ મહિને કેવી રીતિએ માર્યો એ સમજીએ, તે એ સામર્થ્ય મેળવવાનું મન થાય. મેહને મારવાનું મન થાય અને તેવું સામર્થ્ય ક્રમે ક્રમે પ્રાપ્ત કરાય, એટલે ઘરમાં બેઠેલા તમે અને નિર્ચન્થ એવા અમે થોડે-વધતે અંશે પણ મોહને કૂટે કાઢવાનો પ્રયત્ન કરીએ. શ્રી તીર્થકરદેવને જેવી રીતે પિછાનવા જોઈએ, તેવી રીતિએ પિછાનીએ એટલે મોહની સાથે સંગ્રામ ખેલવાનું મન થયા વિના રહે નહિ. શ્રી જિનને સેવક, મેહની સાથે સંગ્રામ ખેલનારે હોય. મેહ જે જે જાતિની સામગ્રી ખડી કરે, તેને અવસર આવે તે ભેગવવા આદિ છતાં અને મેહની સાથે રહેવું પડે તે રહેવા છતાં પણ, શ્રી જિનને સેવક મેહની સાથે રહેવામાં નામોશી સમજે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સેવક બનવું હશે, તો મોહના મિત્ર નહિ રહેવાય. આપણે જે મોહના મિત્ર હેઈએ, તે આપણને તે કલંક રૂપ લાગવું જોઈએ. ભગવાન અન્તિમ જીવનની કઈ પણ અવસ્થામાં મેહના મિત્ર હતા જ નહિ. તે તારકનું બાલજીવન જોઈએ, યુવાન જીવન જોઈએ કે રાજ્યજીવન જોઈએ-ક્યાંય મેહ સાથે મિત્રતા નહોતી. તે તારકના બાલજીવનનું, યુવાનજીવનનું અને રાજજીવન આદિનું પણ મહાપુરૂષોએ વિસ્તારથી વર્ણન કર્યું છે–તે એક જ હેતુથી કે–બાલકાલની ક્રીડા કરતાં ય એ તારક મેહ સાથેને સંગ્રામ ચાલુ હતો, યુવાનવયે ભેગે જોગવતાં ય એ તારકેને મોહ સાથે સંગ્રામ ચાલુ હતું અને અનગારજીવનમાં તે મેહ સાથે સંગ્રામ ચાલુ હોય તેમાં તે કહેવાપણું હેાય જ શાનું ? એ દષ્ટિએ જ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું આખું જીવન જેવા જેવું છે. ભગવાન
11 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર પરમાત્મા કહ્યા, એટલે સર્વ શ્રી તીર્થ કરદેવે આવી જ ગયા. સર્વ શ્રી તીર્થ કરદેવેનાં જીવન એવાં જ અનુપમ કોટિનાં હોય છે. એમાં ઉંચા-નીચા ભેદ પાડનારાઓ અજ્ઞાનીઓ છે. આમિક ગુણોની અપેક્ષાએ અથવા તે શ્રી તીર્થકરજીવનની વિશિષ્ટતાઓની અપેક્ષાએ, સર્વ શ્રી તીર્થ કરદેવ સમાન જ ગણાય એટલે નામ વિગેરેને ભેદ એ એ કોઈ મહત્વની વસ્તુ નથી. આ રીતિએ તમે જે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવનનો અભ્યાસ કરવા માંડે, તમે સમજે અને તમારાં બચ્ચાંઓને પણ અજાણ ન રાખે, તે ઘર ન છૂટે અને ઘરમાં રહેવું પડે તે ઘરમાં રહેવા છતાં ય માહ સાથે સંગ્રામ કરતા કેમ રહેવાય તે સમજી શકાય. સાધુજીવનમાંય મોહ નથી કનડતો એમ નહિ, પણ આ સમજ હોય તો સાધુજીવનમાંય મોહ આવીને ફાવી ન જાય. મુનિજીવનમાં પણ અનુકૂળતા અને પ્રતિકૂળતા બેય હોય. મુનિજીવન એટલે અનુકૂળતાઓને ત્યાગ અને પ્રતિકૂળતાઓને સ્વીકાર, છતાં બેય આવે. અનુકૂળતાઓને સવશે તજવાને અને પ્રતિકૂળતાઓને ભેગવવાનો અભ્યાસ મુનિજીવનમાં કરવાનું હોય છે. મળેલી અનુકૂળતાઓને તજવી અને નહિ મળેલી પ્રતિકૂળતાઓને પણ ભેગવવી–બહુ આનંદથી, ઘણી શાન્તિથી, આત્માને નિસ્તાર માનીને ભેગવવી! સાધુજીવન તે તે જ પળે, કે જે અનુકૂળતાની સુગ આવે. સુગ એટલે અનુકૂળતાઓ આવી આવીને પટકાય, તોય તે ગમે નહિ! પ્રતિકૂળતાઓને ઉભી કરી કરીને એવી રીતિએ ભેગવવી, કે જેથી કર્મજન્ય રોગાદિ કે દુર્જનજન્ય આપત્તિ આવે ત્યારે મેરૂની જેમ નિષ્પકમ્પ રહી શકાય. એ રીતિએ વર્યા વિના વિસ્તાર થઈ શકે તેમ
12 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
નથી. શ્રી તીર્થંકરદેવોએ અનુકૂળતાઓને લાત મારી છે અને પ્રતિકૂળતાઓને ઉભી કરી ખૂબ સમાધિમય બનીને ભોગવી છે. આ વાત આપણે ધ્યાનમાં આવવી જોઈએ અને હરેક અવસ્થામાં મેહને મારવાને વિચાર કાયમ બન જોઈએ. આવી રીતિએ જે પ્રભુના જીવનને અભ્યાસ કરીએ. તો જ આપણે એ તારકની આજ્ઞાને પાળવાને સમર્થ બની શકીએ. કેવલજ્ઞાન પામતાં પૂર્વે ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ જે રીતિએ વર્યા છે. તે જોઈએ તે આપણને એમ જ લાગે કે-એ રીતિએ વર્તવાથી ઘાતી કર્મોનો ક્ષય થવે એ મુશ્કેલ નથી. ગહસ્થપણે ગમે તેટલા સુકોમળ હેવા છતાં પણ, સાધુપણેએ કઠેર જ બન્યા છે. ભગવાના જીવનને વાંચવા, સાંભળવા આદિ દ્વારા આ સાર લેવો જોઈએ. આપણે એના સેવક છીએ અને એની આજ્ઞા મુજબ વર્તનારા બનીને આપણે આપણું મોહને માર છે. એમના જેવું સામર્થ્ય આપણામાં નથી એટલે એ તારકોની જેમ આપણાથી વતી શકાય તેમ નથી, પણ આપણે આપણું સામર્થ્ય મુજબ કયી રીતિએ મેહની સાથે સંગ્રામ ખેલી શકીએ તેમ છીએ, એ આ તારકની આજ્ઞામાંથી આપણે જાણી શકીએ તેમ છીએ; એ માટે જ આજે આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના ઉપદેશને ટૂંકમાં પણ ખ્યાલ આપવાનો વિચાર રાખે છે. ભવે ભવે શ્રી જિનેશ્વરદેવના ચરણની સેવા મેળવવાને દઢ સંકલ્પ કરે :
ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જુવાલિકા નદીને તીરે કેવલજ્ઞાન પામ્યા, કે તરત જ દેવતાઓએ આવીને ત્યાં સમ
13 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #21
--------------------------------------------------------------------------
________________
વસરણની રચના કરી. એ સમવસરણમાં વિરાજમાન થઈને ભગવાને દેશના દીધી. એ વખતે અનેક દેવતા, મનુષ્ય આદિ હાજર હતા, પણ તેમાં એકેય આત્મા એ નહતો કે જે ભગવાનની દેશનાને ઝીલીને સર્વવિરતિ ધર્મને સ્વીકાર કરે. શ્રી તીર્થંકરદેવની પહેલી દેશનામાં ભાગ્યે જ એવું બને, પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી દેશનામાં એ બન્યું, ભરતને માથે એ એક મોટું કલંક ગણાય છે. સાચા મહાપુરૂષની દેશનાને કઈ ન ઝીલે, તે તે કેનું કલંક ગણાય? સાંભળનારનું જ ને? શાસ્ત્રમાં ધ લેવાઈ કેભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી દેશના ખાલી ગઈ, તે ભારતને માટે કલંક રૂપ છે. આવું બનવાનું છે એમ ભગવાન તે જાણતા હતા, પણ ક૫ ખાતર ત્યાં દેશના આપી. ક૫ પૂરતી દેશના આપીને ભગવાને ત્યાંથી તરત જ વિહાર કર્યો અને જ્યાં ગણધર થાય તેવા આત્માઓ નિકટમાં હતા તેવી અપા૫ નગરીમાં પધાર્યા, ત્યાં પણ દેવતાઓએ મહાસેનવન નામના ઉધાનમાં સમવસરણની રચના કરી અને તેમાં વિરાજીને ભગવાને દેશના દીધી. ભગવાનની વાણીને એ પણ અતિશય હોય છે કે-તે સર્વ સાંભળનારાએના સર્વ સંશને છેદે એટલું જ નહિ, પણ પર્ષદામાં બેઠેલા મનુષ્ય આદિ સર્વ પ્રાણિઓની ભિન્ન ભિન્ન ભાષાઓમાં તે વાણું પરિણામ પામે. સૌને લાગે કે ભગવાન આપણી ભાષામાં જ ઉપદેશ આપી રહ્યા છે. તમને કદાચ એમ થતું હશે કે-આપણને તે સાંભળવા મળે તે કેવું સારું? આપણે એવા સ્થળે જન્મીએ, કે જ્યાં એ સાંભળવાને મળે –એવી ઇચ્છા તે થાય ને? ખરેખર, એ ઈચ્છા કરવા જેવી
14 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પણ છે અને એ ઈચ્છાને કરી જાણે તે ફળે તેવી પણ છે. આપણે જે તે દઢ સંકલ્પ કરીને અને તેને અનુસરતી રીતિએ જીવીને મરીએ, તે દેવભવ એવો મળે કે જ્યાંથી
જ્યાં શ્રી તીર્થંકરદેવ હોય ત્યાં જઈ શકીએ અને તેમ નહિ તે પછી જ્યાં શ્રી તીર્થકરદેવ વિહરતા હોય તેવા સ્થલમાં મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈએ. આજે આ સંકલ્પ કરે છે ? અહીંથી આ કાલમાં તે મુકિત પામી શકાય તેમ છે જ નહિ અહીંથી મરીને ભવાંતરમાં જવાનું નકકી જ છે. હવે જે ભવાંતરમાં જવાનું નકકી જ છે, તે અહીંથી મરીને ક્યાં જવાની ઈચ્છા થાય છે? કહો ને કે-જ્યાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના ચરણની સેવા મળે ત્યાં ! શ્રી જિનમંદિરમાં જે કઈ પુણ્યશાલી આત્માઓ પૂજા કરવાને જાય છે, તેઓને તે પ્રાયઃ ખબર જ હશે કે-પહેલાં અંગપૂજા કર્યા પછીથી અગ્રપૂજા કરાય છે અગ્રપૂજામાં અક્ષતપૂજાને પણ વિધિ છે. અક્ષતપૂજા કરતાં શું કહેવાની વિધિ છે! એ જ કે-હું ચાર ગતિમાં ભટકી ભટકીને શ્રમિત થઈ ગયો છું. સાથી કરે છે ને ઢગલીઓ કરે છે, તે શું છે? એ કાંઈ રમકડાં કાઢવાનાં નથી એમાં ઉડે હેતુ છે. સાથીઓ કરતાં પ્રાર્થના કરાય છે કે આ ચાર ગતિનું મારું ભ્રમણ છેડાય. એ છેદા ક્યારે? તે કે-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની આરાધના થાય ત્યારે. એ રત્નત્રયીને આરાધીને આ સિદ્ધશિલા ઉપર પહોંચવાની મારી ભાવના છે. સાથી કરવા દ્વારા એ જ સૂચવાય છે કે-ચાર ગતિમાં હું અનન્તાનન્ત કાલથી પરિભ્રમણ કરી રહ્યો છું. હવે મારે એ પરિભ્રમણને ટાળવું છે. એ માટે મારે આપની આજ્ઞા મુજબ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન
15 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #23
--------------------------------------------------------------------------
________________
અને સભ્ય ચારિત્રની આરાધના કરવી છે, કે જે આરાધનાના પ્રતાપે હું સિદ્ધિશિલાએ પહેાંચી શકું! સાથીએ કરતાં આવી મનેાવૃત્તિ પ્રગટ કર્યા પછી પણુ, ભાવપૂજા કરતાં છેલ્લે ભારપૂર્વક માગણી કરાય છે. શી? ધર્મની આરાધનાના ફળ તરીકે કાંઇ માંગવું તે નિયાણું કહેવાય છે અને ભગવાનને તેને નિષેધ કરેલે છે : છતાં આપણને માગણી કરવાની આજ્ઞા આપી છે, એટલે આપણે કહીએ છીએ કે–તદ્દવ મમ દુગ્ઝ સેવા, મવે મને તુમ્હ વહળાળ। ભવે ભવે મને તારાં ચરણાની સેવા મળે ! ત્યારે ચૈત્યવન્દન કરનારાઓને તે, જ્યારથી ચૈત્યવન્દન કરવાનું શરૂ કર્યું. ત્યારથી, આ સંકલ્પ ખરે ને? માની લઇએ કે-અત્યાર સુધી આ સમજ નહેાતી, પણ હવે તે। આ સકલ્પ કરવા છે ને ? આજથી તે! એટલુ નકકી કરે ! અહીનુ મરણ મુકિત આપવાને સમર્થ નથી, આપણે તે વહેલામાં વહેલી તકે એવું મરણ મેળવવુ છે, કે જે મરણ મુકિતવાળુ હાય ! કેમ એમ જ ને ? તમને ડર મરણના કે જન્મના ?
સ॰ મરણને.
મરણના ડર શા માટે જોઈ એ ? જન્મ્યા એટલે મરવાનું તેા છે જ! મરણુ એવુ માગેા, કે જે મરણ મુકિતવાળુ હાય અગર મુકિતની સાધનામાં સહાય કરે તેવી ગતિને આપનારૂ હાય! એટલે એ જ ઇચ્છા એક જ છે કે-મને શ્રી જિનના ચરણની સેવા મળે ! મારે માત્ર શ્રી જિનના ચરણની સેવા જોઈએ છે, એવેા સંકલ્પ કરે! જો આ સકલ્પ દૃઢ હશે તે આપણે થાડા વખતમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની પાસે બેઠા હાઈશું.
16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ભગવાનની પહેલી સફલ દેશના
ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ઋજુવાલિકા નદીના તીરે કેવલજ્ઞાન પ્રગટાવીને, ત્યાં માત્ર કલ્પ પૂરતી જ પહેલી નિષ્ફલ દેશના ઈને, અપાપા નામની નગરીમાં પધાર્યા અને દેશના દીધી. એ દેશના સફલ ખની. એ દેશનાના સારને જણાવતાં, परभ उपहारी - सिाससर्वज्ञ - मायार्य लगवान - श्री मद्द - હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે—
अहो अपारः संसारः, सरस्वानिव दारुणः । कारणं तस्य कर्मैव, हन्त बीजं तरोरिव ॥ १ ॥ कर्मणा स्वकृतेनैव, विवेकपरिवर्जितः । कूपकार इवाघस्ताद्, गतिमाप्नोति देहभृत् ॥ २ ॥ अप्यूर्ध्वगतिमाप्नोति, निजेनैव हि निजेनैव हि कर्मणा । शरीरी विशदाशयः ॥ ३ ॥
प्रासादकारक इत्र,
"
प्राणातिपातं नो कुर्यात् कर्मबन्धनिबन्धनम् । स्वप्राणवत्पर प्राण, परित्राणपरो
66
न मृषा जातु भाषेत, किंतु भाषेत सूनृतम् । नात्मपीडामिवांगवान् ॥ ५ ॥
परपीडा
परिहरन्, नाददीताथ, अर्थ हि हरता तेषां
मैथुनं न विदध्याच्च, कुर्यात्तत्प्राज्ञ,
ब्रह्मेव
6.
""
66
66
" अदत्तं
66
""
(6
-
परिग्रहं न कुर्याच्च, गौरिवाधिकभारेण,
भवेत् ॥ ४ ॥
बाह्यप्राणोपमं नृणाम् ।
वध एव कृतो भवेत् ॥ ६ ॥
बहुजीवोपमर्दकम् । परबानिबन्धनम् ॥ ७ ॥
परिग्रहवशेन हि । विधुरो निपतत्यधः ॥ ८ ॥
एतान्प्राणातिपातादीन्, सूक्ष्मांस्त्यक्तुं न चेत्क्षमाः । त्यजेयुर्वादरास्तर्हि सूक्ष्मत्यागेऽनुरागिणः ॥ ९ ॥
17
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
સંસાર સાગરની જેમ ભયંકર છે:
મનુષ્ય માત્રે શું શું કરવું જોઈએ અથવા તે કયાં ક્યાં પાપકર્મોનો ત્યાગ કરે જોઈએ અને તેમ કરવાની જરૂર શી છે, તે ટુંકમાં આ દેશનામાં સમજાવી દીધું છે. મુકિતમાર્ગની આરાધના કરવા દ્વારા મુકિતમાર્ગને સ્થાપવાનું સામર્થ્ય મેળવીને આવેલા હોઈને, છેલ્લે છેલ્લે કરવા યોગ્ય પણ કરીને મેક્ષની સીડી ઉપર ઉભેલા ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ જગતના જીવોને જે, સંદેશે અથવા ઉપદેશ આપે, તેમાં સૌથી પહેલી જ વાત એ ફરમાવી કે–અપાર એ આ સંસાર ભયંકર છે. એ આત્માઓને સંસાર ભયંકર તે એ સમ્યકત્વ પામ્યા ત્યારથી લાગેલ હોય છે. સંસાર ભયંકર લાગે કે ભવ ગણવા માંડયા. ભગવાન શ્રી જિનેશ્વરદેવના પણ ભવની ગણના તે એ તારકના આત્માઓ જે ભવમાં સમ્યકત્વ પામે છે તે ભવથી જ થાય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સત્તાવીસ ભવગણાય છે, તે શાથી? ભવ તે અનંતા થયા છે, પણ ગણના સત્તાવિસની; કેમકે-ઉત્તમ કોટિનું સમ્યકત્વ પામ્યા પછી મોટા ભવ સત્તાવીસ થયા છે. એમાંય એ તારકોના આત્માઓ જ્યારે શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કરે છે, ત્યારે તો તેમને આ સંસાર કે લાગે છે? સંસારમાં મોટામાં મોટે સુખી ગણત પણ એમને દુઃખી તરીકે ભાસે છે. સંસારના સુખી અને દુઃખી સૌ કેઈને સંસારથી છોડાવી ને મુક્તિ પમાડવાની ઈચ્છા તે તારકના અન્તરમાં ઉત્કટપણે પ્રગટે છે. એ ઈચ્છાના ફલને પામીને એ તારકે જગતના જીને સંસારથી છૂટવાને અને મુક્તિને પામવાનો સંદેશ આપે છે–સંસારથી છૂટવાનો અને
18 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
મુક્તિ પામવાને માર્ગ બતાવે છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પણ પહેલું એ જ કહ્યું કે-સંસાર સાગર જેવો ભયંકર છે. સંસારનું કારણ કર્મ છે:
અપાર એ આ સંસાર સમુદ્રની જેમ ભયંકર છે એ વાત સાચી છે, પણ સંસારને ભયંકર જાણીને ગભરાઈ જઈએ તે કામ ન ચાલે. આજે ભયંકર એવા પણ સાગરને તરી જવાની કેટકેટલી યોજનાઓ વિદ્યમાન છે? સાગર ભયંકર હોવા છતાં પણ, નૌકાઓ આદિની સહાયથી આજે હજારે ને લાખે મનુષ્ય ધારેલ બંદરે પહોંચે છે અને ધાર્યા કામ કરે છે, એ આપણે જાણીએ છીએ. ગરજ જાગે, અર્થી પણું પ્રગટે, એટલે મુશ્કેલ પણ સહેલું બને. એ જ રીતિએ સંસારને ભયંકર જાણુને આપણે જરાય ગભરાઈ જવાનું હોય નહિ ભગવાને અને ભગવાનના કહ્યા મુજબ સર્વ મહાપુરૂષોએ પણ સંસારને ભયકર કહ્યો છે, પણ તે શા માટે? જગતના જીવોને ગભરામણમાં મૂકવાને માટે નહિ, પણ ચેતવવાને માટે! તમારે ચેતવું છે કે ભયંકર સાંભળી ગભરાઈને ભાગી જવું છે? સંસારને ભયંકર કહેનારે ગભરાઈને કંપતે કંપતે કહ્યું નથી. કેઈ પણ માણસ આપણે જે જગ્યામાં સુખે બેઠા હોઈએ તે જગ્યાને કંપતો કંપતે ભયંકર કહેવા આવે, તો તે સુખમાં પથરો પડે એમ લાગે, પણ આમાં તેવું નથી. જ્ઞાનીઓ તે ભયંકર સામે આંખ રાખીને, એ ભયંકરને ભયંકર તરીકે ઓળખાવીને, ભયંકરથી કેમ છૂટાય તે રસ્તો પણ બતાવે છે. કહે છે કે–દારૂણ એ જે સંસાર, તેનું કારણ કર્મ છે. આપણે માટે સંસારસાગર ભયંકર
19 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #27
--------------------------------------------------------------------------
________________
રહ્યો છે અને રહેશે, તે તે આપણું કર્મના બળે જ! મેટું પણ ઝાડ મોટું થયું શાથી અને ટકે છે શાથી? બીજ વિના ઝાડ થાય નહિ અને મોટું પણ ઝાડ બીજ વિના ટકી શકે નહિ. ઝાડ ગમે તેટલું મોટું હોય, પણ તેને વગર હથીયારે પણ નાશ થઈ શકે છે. માત્ર મૂળમાં દેવતા મૂકવાની જરૂર. જે ઝાડનું મૂળીયું ખતમ થઈ જાય, તે ઝાડ ખલાસ જ થઈ જાય. વૃક્ષનું કારણ મૂળીયું છે અને એ મૂળીયું બળે એટલે ઝાડ થોડા વખતમાં જ સાફ ! એ જ રીતિએ સંસાર ભયંકર છે, પણ તેનું કારણ કર્મ છે. સંસારના કારણભૂત કર્મને સાફ કરવા માંડે, એટલે સંસાર સાફ થવાને જ. કર્મના ઘણું ભેદ-પ્રભેદે છે અને કલ્યાણના કામી આત્માઓએ તે પણ જાણી લેવા જોઈએ, પણ અત્યારે તે કહેવાનો અવકાશ નથી. આથી ટૂંકમાં વાત એટલી કે-ભયંકર એવા પણ સંસારનું કારણ કર્મ છે, માટે ભયંકર સંસારથી મુક્ત બનવાની ભાવનાવાળા મહાનુભાવોએ કર્મને નાશ કરવાને-કર્મથી સર્વથા રહિત બની જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે આપણું કર્મથી જ ઉચે કે નીચે જઈએ છીએ, માટે વિવેકી બને !
કર્મને નાશ કરે કોણ અને કર્મને જીવન્ત રાખે છે? એ માટે બે પ્રકારના આદમીની કલપના થઈ શકે. એક વિવેકવાળે અને એક વિવેક વિનાને. વિવેકવાળો કર્મરહિત બને અને વિવેકવિહીનનું કર્મ જીવન્ત રહે એટલે એને ભયંકર સંસાર પણ જીવન્ત રહે! અહીં વિવેકરહિતની અને વિવેકસહિતની ક્રિયાઓના પરિણામને સમજાવવાને માટે બે ઘણું જ
20
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
સુંદર દષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. આમ તો આ બે દષ્ટાંતે સામાન્ય લાગે તેવાં છે, લગભગ સૌને જાણીતાં છે, પણ તેને કે સરસ ઉપયોગ કરવામાં આવ્યા છે એ જોવા જેવું છે. એક દષ્ટાંત કે બદનારનું છે અને એક દષ્ટાંત મહેલ ચણનારનું છે. કુ ખેદનાર જેમ જેમ કે ખોદતે જાય, તેમ તેમ નીચે જતો જાય કે ઉપર આવતો જાય?
સવ નીચે જ જતે જાય.
અને મહેલ ચણનારે જેમ જેમ મહેલને ચણતો જાય તેમ તેમ ઉચે જ ચઢતો જાય ને?
સડ હાજી
બેય કિયા તે કરે છે, પણ એક પિતાની ક્રિયાના પેગે નીચે જતો જાય છે અને બીજે પોતાની ક્રિયાના ગે ઉચે ચઢતો જાય છે. આ બે દષ્ટાંતો આપવાપૂર્વક અહીં ફરમાવવામાં આવ્યું છે કે વિવેકથી રહિત એ જે આત્મા, તે પિતાના કરેલા કર્મથી જ, કુ ખેદનારની જેમ અધોગતિને પામે છે અને નિર્મલ આશયવાળો વિવેકી આત્મા, પિતાના જ કર્ણથી, મહેલ ચણનારની જેમ ઉર્વ ગતિને પામે છે. તમારી ભાવના શી છે? કુવે છેદનારના જેવા બનાવની ઈચ્છા છે કે મહેલ ચણનારના જેવા બનવાની ઈચ્છા છે? આપણે નીચે જવું કે ઉપર જવું તે આપણા હાથની વાત છે, કારણ કે–આપણી ક્રિયા જ આપણને નીચે કે ઉપર લઈ જાય છે કિયા તે નિર્વિવેકી અને વિવેકી બનેય કરે છે, પણ ઉચે ચઢવું હશે અને ભયંકર એવા સંસારસાગરને તરી જ હશે, તે વિવેકપૂર્વક કિયા કરનારા બનવું પડશે. વિવેકી બનવાને માટે અંતઃકરણને
21 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #29
--------------------------------------------------------------------------
________________
નિર્મલ બનાવવું પડશે. અંતઃકરણ નિર્મલ બન્યા વિના વિવેક પ્રગટે નહિ અને વિવેક વિનાની કોઈ પણ કિયાથી ઉચે ચઢી શકાય નહિ. અનાદિકાળથી લગભગ આપણે એ જ ધંધો કરતા આવ્યા છીએ કે-જે ધંધે પ્રાયઃ નીચે લઈ જાય પણ ઉંચે ચઢવા દે નહિ. એમ ન હોત તે આપણે અત્યાર સુધી સંસારમાં રખડતા ન હોત. સંસારમાં રખડતાં રખડતાં કાંઈક એવું સારું આપણા હાથે થઈ ગયું છે, હે જેના બળે આજે આપણે ઘણું ઘણું દુર્લભ સામગ્રીને પામ્યા છીએ. આ સામગ્રીને પામીને પણ આપણે વિવેકી ન બની શકીએ, શાનાથી ડૂબાય તથા શાનાથી તરાય એ સમજી ન શકીએ અને તજવા ચોગ્યને તજવામાં તથા સાધવા ગ્યને સાધવામાં પ્રયત્નશીલ ન બનીએ, તે આપણને મળેલી આ ઉત્તમ સામગ્રી પણ તારે શી રીતિએ? તરવાનું કે ડૂબવાનું આપણી કિયાથી જ બને છે. કયી ક્રિયા ડૂબાવે અને કયી ક્રિયા તારે, એ જાણવા માટે વિવેકી બનવું જોઈએ. વસ્તુને તેના સાચા રૂપમાં પિછાણવી પડે. કહોને કે-અમે વસ્તુને ઓળખીએ તો સારા-ખોટાની અને તજવા–સેવવાની ઉપાધિ પેદા થાય ને?” અમે વસ્તુને પિછાની તે ઘરબાર તજ્યાં અને એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરવાનું પણ કર્યું. તમે વિવેકી બને, તે તમને પણ ઘરબાર વિગેરે તજવા જેવું અને આ (સાધુપણું) સ્વીકારવા જેવું લાગ્યા વિના રહે નહિ. સાચી ઓળખાણ થઈ જાય. એટલે બધું સરખું ન રહે. કેઈ ઢબુ ને રૂપી હાથમાં આપે અથવા પત્થર ને હીરો બતાવે, તો તેના સ્વરૂપને જાણનારો ઢબુને અને
22 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
રૂપીઆને તથા પત્થરને અને હીરાને સરખા જ કહે, એ મને ? સમઢ હાય તે રાગ-દ્વેષ ન કરે, પણ ઢબુ તે રૂપીએ તથા પત્થર ને હીરા સરખી કિંમતના છે એમ કયા માંઢ કહે ? ખુને અને રૂપીઆને તથા પત્થરને અને હીરાને જે કાઈ સરખી કિંમતના ન કહે, તેને તમે ડાહ્યો માને કે મૂર્ખ માના ? જે જેવુ હાય તેને તેનાથી ઉલ્ટું કહેનારા મૂર્ખ જ મનાય ને ? ડાહ્યો તે તે, કે રાગ-દ્વેષથી ખરડાય નહિ, પણ વસ્તુને વસ્તુસ્વરૂપે કહે. સઘળું જ સરખું, એ ભાવના આજે અવિવેકે ઉત્પન્ન કરી છે. વિવેકી સઘળું સરખું એમ ન માને, પણ જે જેવુ હેાય તેને તેવું માને. જયાં સુધી અવિવેક ટળે નહિ અને વિવેક પ્રગટે નહિ, ત્યાં સુધી સંસારને મા છૂટે અને મે ક્ષમાને હાથમાં લેવાય, એ ન બને. વિવેકી અને અને સાચા-ખાટાના શંભુમેળા કરે નહિ. ભયંકર સ ંસારસાગરથી નિસ્તાર પામવેા હશે, તે સત્યને સ્વીકારવું પડશે અને અસત્યને છે।ડવું પડશે. વિવેકી આત્મા જ સત્યાસત્યનું પૃથક્કરણ કરી શકે છે અને તજવા ચેાગ્યને ત્યાગ તથા સ્વીકારવા ચૈાગ્યના સ્વીકાર પણ વિવેકી આત્માને માટે જ શકય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માની આ પહેલી શિખામણ છે કે-વિવેકી મને! વિવેકીએ પ્રાણાતિપાતના ત્યાગ કરવા :
ન
હવે જે આત્માએ વિવેકી અને, તેમને હિંસા અને અહિંસા, સત્ય અને અસત્ય, ચારી અને અચારી, વિષયસેવન અને બ્રહ્મચર્ય તથા પરિગ્રહ અને અપરિગ્રહ-આ એ પચકેામાંથી કર્યું પસ પડે અને કયું પસ≠ ન પડે? જગતમાં હિંસાદિ પાંચ પણ વિદ્યમાન છે અને અહિંસાદ્ધિ પાંચ પણ વિદ્યમાન છે.
23
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
બેય વિદ્યમાન છે, પણ એમાંથી તમને કયુ પંચક પસંદ છે? હિંસાદિ પાંચ પસંદ છે કે અહિંસાદિ પાંચ પસંદ છે? વિવેક હોય તો એક જ અવાજે બોલાય કે-હિંસાદિ પાંચ પસંદ નથી અને અહિંસાદિ પાંચ પસંદ છે. હિંસાદિ પાંચ વિના નિવહ શક્ય ન હોય અને હિંસાદિને સેવવાં પડે, તે પણ વિવેક હોય તો એમ જ લાગે કે-હિંસાદિ પાંચ સેવવા જેવાં તો નથી જ. સેવવા જેવાં તે અહિંસાદિ પાંચ જ છે એમ લાગવું જોઈએ. જે કોઈ પુણ્યાત્મા વિવેકી બને, તે કર્મબન્ધને કારણભૂત પ્રાણિવધને કરવાનું પસંદ કરે નહિ. ભયંકર સંસારનું કારણ કર્મ છે અને તેવા કર્મના બંધનું કારણ પ્રાવધ છે. આથી વિવેકી આત્માને માટે પહેલી પ્રતિજ્ઞા એ છે કે–એ પ્રાણાતિપાતને આચરે નહિ. સાધુપણ વિના આ પ્રતિજ્ઞા પળાય નહિ :
આ રજોહરણને લીધા સિવાય – સાચા નિWજીવનને સ્વીકાર કર્યા વિના, આ પહેલી પ્રતિજ્ઞા પળે તેમ નથી. હિંસાદિકના ત્યાગની પાંચેય પ્રતિજ્ઞાઓ એવી છે કે–એ પાંચેય પ્રતિજ્ઞાઓને જે પરિપૂર્ણ પાળવી હોય, તો સાચું- ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબનું સાધુજીવન સ્વીકારવું જોઈએ. અહીં આવેલાઓમાં પણ જેઓ માનપાનાદિના પૂજારી અથવા સત્વહીન આદિ બને છે, તેઓ આ વેષને ધરનારા હોવા છતાં પણ પોતાની પ્રતિજ્ઞાઓને તો ખુડદે જ કરી નાખે છે. એવા પાપાત્માઓની વાતને આગળ ન કરતા. કહેવાય છે કે- જ્યાં ગામ હોય ત્યાં ઢેડવાડો પણ હોય. એવાઓને જોઈને તમારી દષ્ટિને નહિ જ બગાડવી જોઈએ.
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
એવાઓને જોઈને સઘળાને એવા માનવા અને કહેવા, એ . કામ ડાહ્યાઓનું નથી પણ મૂખાનું છે. બજારમાં ચાર લૂચા હોય તેમને જોઈને જે કઈ આખા બજારને લુચ્ચું કહે, તે તમે મારવા જ ઉઠે ને? એના એ તમે થડાક વેષધારીઓના નામે આખા સાધુસમુદાયને માટે ગમે તેમ બેલે, તે એ શું કહેવાય? એમાં પણ વિવેકી બનવું જોઈએ. હિંસાદિક પાંચના સર્વથા ત્યાગની પ્રતિજ્ઞાઓને પાળવાને માટે આ સાધુપણાના જેવું એક પણ ઉત્તમ સાધન નથી. ભગવાન શ્રી જિનેશ્વદેવની આજ્ઞા મુજબ સાધુજીવનને સ્વીકારીને તેના પાલનમાં જ સજજ બન્યા રહેનારા મહાત્માઓ હિંસાદિથી જેવા પર રહી શકે છે, તેવા અન્ય કેઈ રહી શકતા જ નથી અને એ કારણે જ ભગવાને દીક્ષા કહો કે પ્રવજયા આદિ કહો, તેને આદિમાં ઉપદેશી છે. કેઈના પણ પ્રાણને નાશ કર, એ હિંસા છે. કોઈને ય કલેશ પામડ, દુઃખ લગાડવું–એ વિગેરે પણ હિંસા છે. આ હિંસાથી વિવેકી એ પણ ગૃહસ્થ કેમ જ બચી શકે ? તેને અનેકેની હિંસાને પ્રસંગ આવવાને સંભવ હોવાથી,
જ્યારે જ્યારે તે વિચારે, ત્યારે ત્યારે તેને એમ થાય કે ક્યારે આ ગ્રહવાસ છુટે અને કયારે સાધુ બનાય ?” આ ભાવનામાં રમતા વિવેકી આત્માઓ સામર્થ્ય મેળવી સાધુપણને સ્વીકારે છે. જે કોઈ સાધુ બન્યા તેને બાયડી મળી નહિ, પૈસા મળ્યા નહિ માટે સાધુ બન્યા, એ વાત ખોટી છે. એવું માનનાર અને બેલનારાઓએ આજે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે અત્યાર સુધી અમારી ભૂલ થઈ અને હવે કદિ પણ એવું અમે માનીશું
25 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #33
--------------------------------------------------------------------------
________________
કે બોલીશું નહિ.” સંસારમાં એવા ઘણું છે, કે જેમને કમાતાં આવડતું નથી, છતાં તેઓ સાધુ બનતા નથી. જેમને બાયડી નથી મળી, તેમને ય એમ થાય છે કે–આજે નહિ તે કાલે મળશે. બાયડી અને પૈસા વિગેરે ન મળે તે સાધુ બનનારા કેટલા અને દુરાચારી બનનારા કેટલા? આશામાં ને આશામાં ગુરનારા નમાલાઓને અહીં આવવાનું મન થતું નથી. વિપરીત ઉદ્દેશથી કોઈ અહીં ન જ આવે એમ નહિ, પણ કઈ કઈ એવા જણાય તેથી સમગ્ર સાધુસંસ્થાને કલંકિત કરાવવા તૈયાર થવું, એ કઈ પણ શાણાને છાજતું કાર્ય નથી. પ્રાણની ચિતા :
વિવેકી આત્માઓએ પ્રાણાતિપાત નહિ કરવો જોઈએ અને પિતાના પ્રાણની માફક અન્યના પ્રાણનું રક્ષણ કરવામાં તત્પર બનવું જોઈએ. પિતાના પ્રાણની રક્ષાને માટે માણસ બહુ સાવધ રહે છે. આપણું પ્રાણ ઉપર કઈ પ્રહાર ન કરી જાય, તેની ચિન્તા કેટલી? પ્રહાર કરવાની વાત તો દૂર રહી, પણ કઈ આપણું પ્રાણ ઉપર પ્રહાર કરવાનો વિચાર કરે છે, એવું જાણવામાં આવે તેય શું શું થઈ જાય છે? કેઈને પિતાના ઉપર પ્રહાર કરતાં કે પિતાના ઉપર પ્રહાર કરવાને વિચાર કરતાં અટકાવી શકાય તેમ ન હોય, તોય મનમાં ને મનમાં બબડે છે કે-અકમી ! આવું પાપ કરે છે તે કયારે છૂટીશ? આમ થવાનું કારણ શું? એ જ કે–પિતાના પ્રાણની ચિન્તા ઘણી છે. તેવી ચિન્તા જે બીજાઓના પ્રાણને માટે આવી જાય, તો જ પ્રાણાતિપાત વિરમણની પહેલી પ્રતિજ્ઞાનું અને બીજી પણ પ્રતિજ્ઞાઓનું સુન્દર પ્રકારે પાલન થઈ શકે.
26 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
તમે વિચાર કરે કે–તમને જેટલી તમારા પ્રાણની ચિન્તા છે, તેટલી બીજાના પ્રાણની ચિન્તા છે ખરી? અહીં ઝપાટાબંધ આવીને બેસી જાય છે, પણ નીચે જીવજન્તુ હોય ? જાજમ પાથરનારને કહ્યું છે કે–પહેલાં જગ્યા બરાબર જોઈ લે અને પૂછ-પ્રમાજીને પછી જાજમ પાથરે? હિંસાથી બચવું હોય તે જોયા વગર બેસાય પણ નહિ. તમને કેઈકને પગ લાગી જાય છે તો પણ કેવું થાય છે? ત્યારે તમારા પ્રમાદથી જે જીવ ચરાઈ જતા હશે, તેમને કાંઈ નહિ થતું હોય? તે નિર્બલ છે માટે જ તમે તેના તરફ બેદરકાર રહે છે ને? માણસને અડફેટ ન લાગે તેની ચિન્તા, સબળનો તે વળી વધારે ડર અને નિર્બલને પ્રાણ જાય તેની ય પરવા નહિ! આથી જ કહ્યું કે-જે પિતાના પ્રાણની માફક બીજાના પ્રાણને જાણે, તે તેને પોતાનાથી નાશ ન થાય તેની કાળજી રાખે, પિતાનાથી તેની હાનિ ન પહોંચે તેની કાળજી રાખે અને તેના પ્રાણનું રક્ષણ કરવામાં તત્પર બને. અસત્યવાદને પણ ત્યાગ કરવો :
આ પછી બીજી પ્રતિજ્ઞા અસત્યને ત્યાગ કરવાની છે. ગમે તે પ્રસંગ આવી લાગે તેય અસત્ય બોલે નહિ પણ જે બેલે તે સાચું જ બેલે. ભગવાનનું શાસન જુઠું નહિ બોલવાનું વિધાન કરે છે કે સાચું બોલવાનું વિધાન કરે છે?
સડ સાચું બોલવાનું.
નહિ, જુદું નહિ બોલવાનું. અનન્તજ્ઞાનીઓનું શાસન જેટલું સાચું તેટલું બોલવું જ એવું વિધાન કર્યું જ નહિ. એવું વિધાન કરવામાં આવે તે તે કેઈથી પણ પળાય નહિ.
27 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #35
--------------------------------------------------------------------------
________________
કોઈને જેનાથી નુકશાન થાય તેમ હોય, તેવું સાચું પણ વિવેકીથી બોલાય નહિ. એવું સાચું બોલવું એ પણ પરમાર્થથી જ બલવા બરાબર છે. બોલે તે સાચું બોલે એમ કહેવાય, પણું બધું સાચું બોલ્યા જ કરે એમ ન કહેવાય. જે કઈ બધું સાચું બોલવા જાય, તે બધું સાચું તો બોલી શકે જ નહિ અને જે કાંઈ બોલે તેનાથી કૈકનું નિકન્દન કાઢી નાખે. તમે કહો છો ને કે-જે હોય તે સાચું કહી દેવું, પણ તમારા સંબંધી જાણનારે કઈ જે તમારા સંબંધી જે કાંઈ હોય તે સાચું કહેવા માંડે, તે ઝેર ખાવાને વખત આવી લાગે કે બીજું કાંઈ થાય ? સત્યના આગ્રહના નામે જેના–તેના સંબંધી સાચી વાત બલી નાખવાની વાયડાઈ કરનારે, પિતાની કેટલી વાતો છૂપાવે છે? પિતાનાં મેટાં પાપ છૂપાવવાને માટે પણ દંભીઓ સામાન્ય પાપોની વાત કરે છે. સત્યભાષણની પ્રતિજ્ઞા નહિ, પણ અસત્યવાદવિરમણની પ્રતિજ્ઞા કરવાની આ પ્રતિજ્ઞા પણ ક્યારે પળાય? પિતાની જાત જેટલી બીજાની જાત વહાલી લાગે તે ! આ પણ પીડા જેવી પર પીડા લાગે, તે જ અસત્યવાદને વાસ્તવિક રીતિએ ત્યાગ થઈ શકે. જુઠું બેલવું નહિ અને સાચું પણ તે નહિ બોલવું કે જે કઈને ય નુકશાન કરનાર હોય, ત્યારે બલવું શું? તે જ સાચું બોલવું કે જે સ્વ-પરને માટે હિતકારક હોય ! નહિ દીધેલું લેવુ નહિ ?
હવે ત્રીજુ એ કહ્યું છે કે-નહિ દીધેલા અર્થને ગ્રહણ કરે નહિ. પ્રાણ જાય તે જવાદે, પણ ચોરી કરે નહિ. અર્થ
28 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
એ અગીઆરમે પ્રાણ છે, એવી માન્યતા ખરી ને? કેટલાક તો એવા કે-આઠ આની પડી જાય તેય ખાવાનું ભાવે નહિ. ધનનો સંગ્રહ ખરાબ છે, ધન તજવા જેવું છે, પણ કે ધનને ત્યાગ ન કરે તો કાંઈ એનું ઘર ફડાય? કૃપણ લક્ષમીને નથી છોડતા, માટે લક્ષમી છોડવાને ઉપકાર કરવાને માટે એના ધનની ચોરી ન થાય. સમજવું જોઈએ કે–બીચારે મેહમાં ફર્યો છે, માટે છોડી શકતો નથી. ઉપકારની ભાવના હોય તો છોડવાને ઉપદેશ અપાય, પણ લૂંટ ન ચલાવાય. ચેિરી, એ પણ બીજાને મહાદુઃખનું કારણ બને છે. કેટલાકને તો એમનું ધન ચોરાય તે એમને વધ કરવા જેવું લાગે. મેહ એવી ચીજ છે. આથી જ્ઞાથીઓ ફરમાવે છે કે પોતાના દુઃખની જેમ પરના દુઃખથી ડરનાર વિવેકી આત્માઓ ચેરી પણ કરે નહિ. મૈથુનને પણ ત્યાગ કરવો :
ચોથું વિષયસેવન, એ પણ મહાઘાતનું કારણ છે. કામશાસ્ત્રકારેએ પણ એ વાત તે સ્વીકારી છે કે-મૈથુનથી ઘણું જીવોની હિંસા થાય છે. જ્ઞાનીએ ફરમાવે છે કે સ્ત્રીની યોનિમાં બે લાખથી નવ લાખ જેટલા તે ગર્ભજ જ હોય છે અને બીજા પણ અસંખ્યાત જી હોય છે. લોઢાની નળી રૂથી ભરેલી હોય અને તેમાં જે ધગધગતે સળી નાખવામાં આવે, તે તેમાં રહેલું રૂ જેમ જોતજોતામાં સળગી જાય છે, તેમ માત્ર એક વારના વિષયસેવનથી અસંખ્યાતા જીવને નાશ થઈ જાય છે. આથી કર્મબન્ધના કારણભૂત હિંસાથી ડરનારો આત્મા અબ્રહ્મને પણ સેવે નહિ. ખરેખરૂં બ્રહ્મચર્ય તે જ પાળી શકે,
29 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #37
--------------------------------------------------------------------------
________________
કે જે વિષયરસથી છૂટે અને આત્મભાવમાં લીન બને! બ્રહ્મચર્યને પાળવાની ભાવનાવાળાઓએ પરબ્રહ્મમાં લીન બનવું જોઈએ. બ્રહ્મચર્ય એ પરબ્રહ્મ એટલે મોક્ષનું કારણ છે. મૈથુન એ સંસારનું કારણ અને બ્રહ્મચર્ય એ મોક્ષનું કારણ, માટે વિવેકી આત્માઓએ મિથુનનો પણ ત્યાગ કરવે જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પરિગ્રહને પણ ત્યાગ કરવો :
પાંચમી વાત એ કહી છે કે–પરિગ્રહ ન કરે. તમને મળેલા પરિગ્રહે અને મેળવવા ચાહેલા પરિગ્રહે કેટલા બધા ઘેરી લીધા છે? દુનિયામાં કહેવાય છે કે-ગ્રહ નડે છે. વસ્તુતઃ ચહ કાંઈ કરતા નથી. એ તો માત્ર શુભાશુભના ઉદયને સૂચવે છે. આમ છતાં પણ દુનિયા ગ્રહને ભૂંડા માને છે, જ્યારે પરિગ્રહ એ તો ખરેખર ઘેરનારે છે. અહીં વા-વા કલાક મોડું થાય તોય તે ખમાતું નથી, તે શાથી? પરિગ્રહને જ ગ્રહ નડે છે ને? પરિગ્રહમાં રાચનારાઓ હિંસાદિકથી પણ બચી શકતા નથી. પરિગ્રહને વશ પડેલા પ્રાણિઓ ઘેર પાપોને સેવનારા પણ બને છે. પરિગ્રહની વસતાથી ઘેર ઉલ્કાપાત મચે છે. પરિગ્રહની વશતાથી વેરઝેર વધે છે અને સ્નેહ નાશ પામે છે. પરિગ્રહને વશ પડેલાએ અવસરે કયા પાપથી છેટા રહી શકે છે? આથી જ અહીં કહે છે કે-બળદ ઉપર જેમ અધિક ભાર લાદવામાં આવે, તો તે વિદુર બન્યા થકે નીચે પટકાય છે, તેમ પરિગ્રહના વશથી પ્રાણી નીચી ગતિને પામે છે. મહા પરિગ્રહીએને માટે નરક સિવાય બીજે સ્થાન નહિ. આથી ભયંકર એવા સંસારસાગરથી પાર પામી જવાને ઈચ્છનારા વિવેકી આત્માઓએ પરિગ્રહને પણ ત્યાગ કર જોઈએ.
80 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
સૂક્ષ્મપણે ન તજાય તે બાદરપણે તો ?
- આ બધું વિવેકી આત્માઓને માટે કહ્યું છે. અવિવેકી આત્માઓ તે મૂર્ખ માન્યતાઓમાં રાચે છે અને ચલાવ્યું રાખે છે. વિવેકી આત્માઓ શાનાથી અવનતિ અને શાનાથી ઉન્નતિ, એનો વિચાર કરે છે. આત્માનું હિત શાથી સધાય અને શાથી હણાય, એ વસ્તુને યથાર્થ પણે વિચાર કરીને હિતનાશકને તજવાને અને હિસાધકને આદરવાને નિર્ણય વિવેકી આત્માઓ કરે છે. વિવેકી આત્માઓ સમજી શકે છે કે-હિંસાદિકનું સેવન એ હિતનાશક છે અને હિંસાદિકને ત્યાગ એ હિતસાધક છે. આવું સમજવા છતાં પણ હિંસાદિકને સર્વથા ત્યાગ કરવો, એ સૌને માટે શક્ય નથી. જેનાથી શક્ય હોય, તેણે તે હિંસાદિકને સર્વથા ત્યાગ કરવો જોઈએ. વિવેકી અને અવિવેકી-બને પોતપોતાના કર્મથી જ. ઊંચે અને નીચે જાય છે, એમ ફરમાવીને ભગવાને તે વિવેકી આત્માઓએ હિંસાદિકનો સર્વથા ત્યાગ કરવો જોઈએ એમ ફરમાવ્યું. હિંસાદિકને સર્વથા ત્યાગ ત્યારે જ બની શકે, કે
જ્યારે ગૃહવાસને તજીને સાચા નિર્ચન્થજીવને સ્વીકાર કરાય. ભગવાનની આ દેશનાનું શ્રવણ કરીને જેને ગૃહવાસને ત્યાગ કરવાની તથા દીક્ષા લેવાની ભાવના થઈ હોય, તે પોતાનાથી શક્ય હોય તે ઝટ તૈયાર થાય.
જેનાથી અત્યારે તે શક્ય ન હોય, તે આજથી–અત્યારથી જ તેને શક્ય બનાવવાના પ્રયત્નમાં લાગે. ભગવાન ફેરમાવે છે કે–જેઓમાં આ પ્રાણાતિપાતાદિને સૂક્ષમપણે ત્યાગ કરવાની શકિત ન હોય, તેવા આત્માઓ પિતાનામાં તેવું સામર્થ્ય
31 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #39
--------------------------------------------------------------------------
________________
ક્યારે પ્રગટે એવી ભાવના રાખીને જેમ બને તેમ આગળ વધે, અનુરાગવાળા અને સૂક્ષ્મપણે પ્રાણાતિપાતાદિને ત્યાગ કરવાનું અને તેવા અનુરાગને ધારણ કરીને પ્રાણાતિપાતાદિકને સૂક્ષ્મપણે ત્યાગ કરવાનું સામર્થ્ય નથી માટે તેનો બાદર પણે ત્યાગ કરે ! સૂમપણે ત્યાગ કરવાના અનુરાગને હૈયે ધરીને બાદરપણે ત્યાગ કરવો–મોટે મેટે અંશે પ્રાણાતિપાતાદિને ત્યાગ કરવો, કે જેથી સૂક્ષ્મપણે ત્યાગ કરવાનું સામર્થ્ય પ્રગટે અને તેવો ત્યાગ કરવાને સમય ઝટ આવી લાગે ! આવી ભાવના હોય તે જ મોટે મોટે અંશે પણ પ્રાણાતિપાતાદિકને સાચે ત્યાગ થઈ શકે. ઉપસંહાર :
પ્રાણાતિપાતાદિને સૂક્ષ્મપણે ત્યાગ એ મહાવતે છે અને તેનો બાદરપણે ત્યાગ એ અણુવ્રત છે. પાંચ અણુવ્રતના સ્વરૂપની ખબર છે? એય લીધાં નહિ હોય અને લીધાં હશે તેય પ્રાયઃ એવાં કે-ડાયરીમાં જ રહે? એવું પહોળાણું રાખ્યું હોય કે-પ્રાયઃ બધા ખેલ ખેલાય છતાં પ્રતિજ્ઞા તરફ નજર કરવાની જરૂર પડે નહિ. સર્મપણે ત્યાગ કરવાનો અનુરાગ હૈયે હોય તે એવું બને? પ્રાણાતિપાતાદિકનો બાદરપણે કરેલ ત્યાગ પણ વસ્તુતઃ તેને જ સફલ છે, કે જેના હૈયામાં પ્રાણતિપાતાદિકને સૂક્ષ્મપણે ત્યાગ કરવાને અનુરાગ હોય. આથી તમે સમજી શકશે કે-સાચા શ્રાવક બનવું હોય તે પણ સાધુપણુને અનુરાગ તે જોઈએ જ. જેનામાં સાધુપણાને અનુરાગ નથી, તે વસ્તુતઃ શ્રાવક નથી. ભગવાને ઉપદેશેલા પ્રાણુતિપાતાદિકના ત્યાગને જેઓ સંપૂર્ણપણે પાળે તેમની બલિહારી. આ વેષને
32 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
ધરવા છતાં પણ જેઓ મહાવ્રતની ભાંગફોડ કરી નાખે છે, તેઓ દુર્ગતિને પામે તેમાં નવાઈ પામવા જેવું નથી. જેઓ મહાવ્રતોને સ્વીકારે અને સારી રીતિએ પાળે, તેઓ સદાને માટે વંદનીય છે. એમને વન્દનીય માનનારાઓએ તેવી દશાને પામવાને શક્ય પ્રયત્ન કરવો જોઈએ. એ ન પળાય તે આ જીવન એળે જાય છે એમ માનવું જોઈએ. આવી મનવૃત્તિ પ્રગટે, તે આજે જે કાંઈ ઉત્સવ કર્યો છે તે સફળ બને. નહિતર તો, આવા દિવસે ઘણા આવે, પણ કલ્યાણ થાય નહિ! આજે કલ્યાણકને દિવસ છે અને કલ્યાણને માર્ગ શો છે એ આપણે જોયું. કલ્યાણના કામી આત્માઓએ એ માર્ગને અનુસરવાને પ્રયત્ન કર, એ તેમની ફરજ છે. સૌ કઈ કલ્યાણના માર્ગને સમજે, કલ્યાણના માર્ગ પ્રત્યે આદરવાળા બને અને કલ્યાણના માર્ગને સેવનારા બનીને કલ્યાણને પામે, એ જ આજના કલ્યાણકના દિવસની કલ્યાણકામના છે.
88 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રવચનબાગ – પુષ્પપરાગ
સુવાકયા
34
— વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
આ સંસારના પુણ્યથી પણ મળતા જેટલા સુખા છે તેની ઈચ્છા જીવને પાપના યથી થાય છે, તે ઇચ્છા ખુદ્દ પાપરૂપ છે અને તેનાથી નવા નવા પાપ જ અ ંધાય માટે આ સુખ ભુંડું છે. અસાર છે, દુર્ગતિમાં ભટકાવનાર છે.
છે
૦ જે જીવાને આ સસાર જેવા છે તેવા સમજાયા નથી, અને તેથી મેાક્ષની ઇચ્છા પેદા થઈ નથી. તેવા જીવાને ગમે તેવી સારામાં સારી સામગ્રી મળે તેા પણ તેના રાગ અને તે રાગથી પેદા થતી રતિ આ શરીર પર હાય છે. શરીરના સુખના સાધનભુત ધન પર હાય છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
.
O
એમાં સહાય કરનાર સ્વાર્થી કુટુંબ પર હાય છે. આ જ અહિરાત્માનું લક્ષણ છે.
જ્યારે આ સંસાર જેવા છે તેવા જેને આળખ્યા છે તેવા સંસારી જીવાને સંસાર જરા પણ ગમતા નથી. મેક્ષે જ જવાની તાલાવેલી છે તેને શ્રી જિન પર, શ્રી જિનમત પર અને શ્રી જિનની જ આજ્ઞા પાળતા હોય તેવા સંઘ પર તિ હેાય છે. આ અંતરાત્માનું લક્ષણ છે. જેને સુખમય સ ંસાર ગમતા હૈાય તે જો સાધુ હોય તે સાધુ નથી. શ્રાવક હાય તે! શ્રાવક નથી અને ધ કરતા હાય તા તે વાસ્તવિક ધી નથી.
વિષયની પરવશતા અને કષાયની આધીનતા એ જ ખરેખરા સંસાર છે. આ એ અવગુણા જ જીવને અયાગ્ય હિંસક-જૂઠ-ચાર-મદ્રુમાશ અનાવે છે, સુખે જીવવા દેતા નથી, સુખે મરવા દેતા નથી અને મનુષ્ય જન્મને નિષ્ફળ બનાવી અનંતકાળ સુધી દુઃખના દરિયામાં જીવને પડેલી દે છે.
શાસ્ત્ર કહ્યું છે કે શરીરના સુખની ચિંતા કરનાર જીવ સુખશીલીયેા છે તેના માટે સદ્ગતિ સુલભ નથી. આઘા તે! વિશ્વાસનું ધામ છે. એ જોઈને જ સહુ માથા નમાવવા આવે છે. એ જેના હાથમાં હાય એને ગમે તે ઘરમાં જગ્યા મળી જાય. આઘે એવા વિશ્વાસ જન્માવે છે કે-આ રાખનાર રૂપ, રસ, ગંધ, સ્પર્શ, રસમાંથી એકનેય ચાર ન હાય! આ વિશ્વાસના ભગ થાય એવુ કરે, એ કેટલાં પાપ બાંધે? મુનિ તે તરે
35
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
અને તારે! પરંતુ જે એ વેશને વફાદાર ન રહે તે, પિતે મરે અને બીજાને મારે. તમને ગમે એવી જ વાતો કહે, તેના ભગત કદિ બનતા નહિ. ત્યાગી તમને માન આપે તે તેનાથી સાવચેત થઈ જજે. સમજજો કે તેના ત્યાગમાં કંઈક પિલ હેવી જોઈએ.
શાસ્ત્ર શાસ્ત્ર” શું કરે છે? એવું બોલનારા પણ કેટલાક સાધુવેશમાં આવે છે. અને એને માથા નમાવનારા પણ આજે ઘણું જીવે છે. જે શાસ્ત્રના આધારે કુટુંબકબીલા તા, ઘરબાર તજ્યા, મા-બાપ છોડ્યા, એ શાસ્ત્રની વાત આવે ત્યારે “શાસ્ત્રની વાત વચ્ચે ન લાવો’
એમ બોલાય ખરું? ૦ ષકાયની હિંસાથી બચવા, ભગવાને અમને ઘરબાર
છોડાવ્યા. ષટ્યાયની આટલી દયા ભગવાને ચિતવી, પણ ષકાય આપણું ઉપકારી છે–એવી વાત કઈ જ્ઞાનીએ કેઈ શાસ્ત્રમાં લખી નહિ.
એકેન્દ્રિયને જગતના જીવોને જીવાડવાનું પુણ્ય પુણ્ય ન બંધાય, કારણ જગત ઉપર ઉપકાર કરવાને એને ભાવ નથી. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને ઉદય-જે પાપ બંધાવનાર છે-એ એને ચાલુ છે અને પુણ્ય બંધાવનાર ક્ષયોપશમ–ભાવ એનામાં છે નહિ. આજે જેટલી ધર્મ-સામગ્રી મળી છે, તેની અવગણના કરવાનો આજને તમારે સ્વભાવ જોતાં એમ લાગે છે કે, તમે ભૂતકાળમાં જે ધર્મ કરીને આવ્યા છે, તે વિષમિશ્રિત ધર્મ હતે.
86 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
આજે પૈસો વધે એટલે મકાન મોટું થાય, ફરનીચરના ઢગલા થાય, ખાનપાન ફરી જાય, રહેણી-કરણું બદલાઈ જાય. એ માણસ એટલે બદલાઈ જાય છે, એના સગાબાપને પણ એ નહિ-એવું લાગે? જ્ઞાન અને તમારી હોંશીયારીને ઉપગ આજે માટે ભાગે પાપમાં પાવરધા બનાવવામાં અને પુણ્યના કામને ઠેકરે ચઢાવવામાં જ થઈ રહ્યો છે. આખો દિવસ વિષયે ભેગવી શકાતા નથી. એટલે વિષાથી થાકે, ત્યારે તમે કષાય કરો છો. આ બેથી નવરા પડે ત્યારે “વિકથા” ચાલુ થાય છે. વચ્ચે વચ્ચે જરા નશ થાય છે. અને આ બધાંથી થાકે ત્યારે નિદ્રા” કરે છે. આ રીતે આ પાંચ – પ્રમાદમાં તમે પ્રમોદ માની રહ્યા છે. ભૂતકાળમાં કરેલાં પાપોથી દુઃખ આપનારા કર્મ બંધાયા છે. આ કર્મો મેડા આવીને હેરાન કરે, તેના કરતા જ્ઞાનીની આજ્ઞા મુજબ વહેલા ઊભા કરીને વેઠી લેવા જ સાધુ, સાધુ થાય છે. સાધુવેશ મળતા જ પુણ્ય જાગતું થઈ જાય છે. આ વેશથી સુખ-સામગ્રી જરૂર મળે, બધા બળજબરીથી એને આપવાં આવે. એ જે લે અને પછી
મજેથી ભેગવે તે સાધુપણને સમજ જ નથી ! - સાધુ અને શ્રાવક બંને મેક્ષ –માર્ગના મુસાફર છે.
સાધુને કર્મે યારી આપી એટલે એણે સંપૂર્ણ ત્યાગ કર્યો. શ્રાવકને કમેં એાછી યારી આપી, જેથી એ ઘરમાં બેઠે છે. બાકી છે તે બંને મોક્ષ–માર્ગના મુસાફર જ!
37 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #45
--------------------------------------------------------------------------
________________
એકતા શબ્દ એટલે મીઠે છે, એટલું જ એમાં ભારોભાર - ઝેર ભળેલું છે. બધાં તીર્થકરોએ–અબજોની સંખ્યામાંથી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા – આ ચારને જ સંઘમાં લીધા, એકતાના નામે શંભુ–મેળ ન કર્યો. ઇન્દ્રો એમની સેવામાં હતા, બધાને લખપતિ કે કડપતિ બનાવીબનાવીને તેમને સંઘમાં દાખલ કરી શકે એમ હતા. પણ ભગવાને આવી એકતા ન કરી અને આજના ડાહ્યાઓ ગમે તેવી એકતા કરવા મેદાને પડ્યા છે. એમની એવી એકતા તે ધર્મને લુંટાવી નહિ દે શું? શાસ્ત્ર કહે છે કે-એક પલ્લામાં બધાં ધર્મ મૂકે અને બીજા પલ્લામાં સાધર્મિક-ભક્તિ મૂકે, તે સાધર્મિભકિતનું પહેલું નીચે જાય. આનું કારણ શું? એક જ કે–પહેલાં પલ્લામાં તો માત્ર ધર્મ જ છે, જ્યારે બીજામાં ધર્મ અને ધમી બને છે. આ શાસ્ત્રકથનને ઉપયોગ કરતા પહેલાં ખૂબ જ વિચારવાનું છે. શું ધર્મ વિનાના સાધમિ હોઈ શકે ખરા? ધર્મને વેચી દેનારાને સાધર્મિ ગણી શકાય ? નવકાર ગણે એ જેન! આ વાત આપણને કબૂલ છે. પણ એમ કહેનારને પૂછવું જોઈએ કે નવકારને ગણનારે, નવકારમાં આવનારને ગાળ દે ખરો? નવકારમાં શું આવે? અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ! મેથી નવકાર ગણે અને આ પાંચ પરમેષ્ટિને હૃદયથી ન માને એ નવકારની મશ્કરી છે કે બીજું કંઈ?
88 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સાધામિં–વાત્સલ્યને સાચે હેતુ તે એ છે કે–પૂરે ધર્મ નહિ પામેલા પામે, ઢીલા હેાય એ મજબૂત થાય અને નવા જોડાય. આ હેતુ જળવા જ જોઈએ એને ધ્યાનમાં રાખીને જ સાધર્મિ ભકિતને લાભ શાત્રે કહ્યો છે. સાધમિ માટે પ્રાણ દે, ઘરબાર તારાજ કરે, એની ના નથી. પણ જે સહાયથી ધર્મનો વિરોધ વધે, તેવી સહાય તે ન જ થાય. સાધમિને મહિમા એનામાં રહેલા ધર્મને આધારી છે. બીજ તે જ ભુમિમાં વવાય, કે જ્યાં એ ફળે. પણ કંઈ કચરાવાળી ભૂમિમાં બીજ વાવીને મરકી ન ફેલાવાય ! સાધુ તમારા મનને લગામ લગાડવા ઉપદેશ આદિ દે છે. પણ લગામ લગાડવા અહીં કેટલા આવે છે ? ઘેડા તે લગામમાં જ રહેવા રાજી હોય. શક્તિ હોવા છતાં જે જ પિતાની સામગ્રીથી ભગવાનની ભક્તિ ન કરે અને પારકાની સામગ્રીથી પૂજાભક્તિ કરે તે બધા ભક્તિ કરવા લાયક ગણાય ખરા ? શરીરને ધર્મસાધન માનનારે મજેથી ઘરમાં રહે તે તે મહાબદમાશ છે. રાગ-દ્વેષ વિના જેમ સંસાર ચાલે નહિ તેમ રાગ-દ્વેષ વિના ધર્મ થાય નહિ. વિષય-કષાય ભૂંડા લાગે અને ધર્મ સારો લાગે તે જે અનંતાનુબંધીના કષાય સંસારમાં રખડાવનાર હતા, તે જ ધર્મમાં સહાયક થાય.
89 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #47
--------------------------------------------------------------------------
________________
૦ ધન પરની મૂછ દુર્ગતિની ટિકિટ છે.
કેઈની પણ અપેક્ષા રાખે તે અબજો પતિ હોય તે ય
ગરીબ! કેઈની અપેક્ષા ન રાખે તે શ્રીમંત ! ૦ અમે પણ જે અનુકૂળતાના પૂજારી હેઈએ અને પ્રતિ
કૂળતાના વૈરી હોઈએ તે સાધુપણાની વફાદારી ન
જાળવી શકીએ. ૦ તમે પણ જે સુખના ભૂખ્યા અને દુઃખથી કાયર હે તો
ભગવાનની ભક્તિ કરવા છતાં ભગવાનના ભગત નથી. અને સાધુની સેવા કરવા છતાં સાધુના સેવક નથી. દુખથી કાયર અને સુખને ભિખારી સાધુ થાય તો ય નકામે. તે ભગવાનની આજ્ઞા પર કુચડે જ ફેરવે. ભગવાને જેની “ના” કહી હોય તે કરતા તેને કંપારી
ય ન આવે. ૦ સદ્દગુરુ જ તેનું નામ કે જે સુખને ભૂંડું જ કહે અને
દુઃખને વેઠવા જેવું કહે. જે જી જાતને ઓળખે નહિ, પોતે કેવા છે તે જુએ નહિ; તે બહિરામ દશામાંથી બહાર નીકળી શકે નહિ અને અંતરાત્મા બની શકે નહિ.
40
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________ - સંપાદક તરફથી ? પુસ્તકનું નામ છે' પ્રથમ દેશના ! તીર્થ પતિ શ્રી મહાવીર પરમાત્માએ તીર્થર દિવસે આ પેલ પ્રથમ દેશનાનું ઓછું પાતળું પૂ. પ્રવચનકાર મહાપુરૂષે આ પ્રવચનમાં . Web zlobilo やりたいよ ચરમતીર્થપતિ શ્રી મહાવીરપરમાત્મા સુદ ૧૩ના જન્મકલ્યાણકના દિવસે અપાયેલ આ પ્રવચનમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કોણ હતાં ? કેવાં હતાં ? એ તારક તીર્થંકરદેવે આપણા અને સમસ્ત વિશ્વના કલ્યાણ માટે શું શું કર્યું છે અને શું શું ફરમાવ્યું છે ? તે જાણવા માટે આ પ્રવચનનું વાંચન અતિ આવશ્યક છે. ભગવાનના જન્મકલ્યાણકને બદલે જયતિનું નામ આપી એ દિવસે ભગવાનના સંદેશા ફેલાવવાના ન્હાના નીચે આજે અનેક પ્રોગ્રામ અને સ્વાર્થ પોષક ભાષણો થતાં દેખાય છે જેમાં ભગવાનની જ આજ્ઞા વિરૂદ્ધ વાતો રજૂ થતી પણ જોવા મળે છે. શ્રોતાઓ જે સત્તાન બને તો આવા ભાષણો કરનારાઓને સ્ટેજ પરથી નીચે ઉતરી ચાલતી પકડવી પડે ને ભગવાન શ્રી તીર્થંકરદેવની થતી ઘેર આશાતના અટકી જાય. ભગવાન શ્રી તીર્થ કરદેવને સાચો સંદેશ શું છે ? એ જાણવી આ પુસ્તક વાંચી જવા ખાસ ભલામણ છે. - મુનિ મુક્તિપ્રભવિજય || LOVNOXSPYWARUPOVINOVASPVNOVNO Shree Sudharmaswami Gyanbhandar Umaras ww.umaragyanbhandar.com in minna Seanne VASCO VAN WANCI