________________
કે જે વિષયરસથી છૂટે અને આત્મભાવમાં લીન બને! બ્રહ્મચર્યને પાળવાની ભાવનાવાળાઓએ પરબ્રહ્મમાં લીન બનવું જોઈએ. બ્રહ્મચર્ય એ પરબ્રહ્મ એટલે મોક્ષનું કારણ છે. મૈથુન એ સંસારનું કારણ અને બ્રહ્મચર્ય એ મોક્ષનું કારણ, માટે વિવેકી આત્માઓએ મિથુનનો પણ ત્યાગ કરવે જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. પરિગ્રહને પણ ત્યાગ કરવો :
પાંચમી વાત એ કહી છે કે–પરિગ્રહ ન કરે. તમને મળેલા પરિગ્રહે અને મેળવવા ચાહેલા પરિગ્રહે કેટલા બધા ઘેરી લીધા છે? દુનિયામાં કહેવાય છે કે-ગ્રહ નડે છે. વસ્તુતઃ ચહ કાંઈ કરતા નથી. એ તો માત્ર શુભાશુભના ઉદયને સૂચવે છે. આમ છતાં પણ દુનિયા ગ્રહને ભૂંડા માને છે, જ્યારે પરિગ્રહ એ તો ખરેખર ઘેરનારે છે. અહીં વા-વા કલાક મોડું થાય તોય તે ખમાતું નથી, તે શાથી? પરિગ્રહને જ ગ્રહ નડે છે ને? પરિગ્રહમાં રાચનારાઓ હિંસાદિકથી પણ બચી શકતા નથી. પરિગ્રહને વશ પડેલા પ્રાણિઓ ઘેર પાપોને સેવનારા પણ બને છે. પરિગ્રહની વસતાથી ઘેર ઉલ્કાપાત મચે છે. પરિગ્રહની વશતાથી વેરઝેર વધે છે અને સ્નેહ નાશ પામે છે. પરિગ્રહને વશ પડેલાએ અવસરે કયા પાપથી છેટા રહી શકે છે? આથી જ અહીં કહે છે કે-બળદ ઉપર જેમ અધિક ભાર લાદવામાં આવે, તો તે વિદુર બન્યા થકે નીચે પટકાય છે, તેમ પરિગ્રહના વશથી પ્રાણી નીચી ગતિને પામે છે. મહા પરિગ્રહીએને માટે નરક સિવાય બીજે સ્થાન નહિ. આથી ભયંકર એવા સંસારસાગરથી પાર પામી જવાને ઈચ્છનારા વિવેકી આત્માઓએ પરિગ્રહને પણ ત્યાગ કર જોઈએ.
80 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com