________________
સૂક્ષ્મપણે ન તજાય તે બાદરપણે તો ?
- આ બધું વિવેકી આત્માઓને માટે કહ્યું છે. અવિવેકી આત્માઓ તે મૂર્ખ માન્યતાઓમાં રાચે છે અને ચલાવ્યું રાખે છે. વિવેકી આત્માઓ શાનાથી અવનતિ અને શાનાથી ઉન્નતિ, એનો વિચાર કરે છે. આત્માનું હિત શાથી સધાય અને શાથી હણાય, એ વસ્તુને યથાર્થ પણે વિચાર કરીને હિતનાશકને તજવાને અને હિસાધકને આદરવાને નિર્ણય વિવેકી આત્માઓ કરે છે. વિવેકી આત્માઓ સમજી શકે છે કે-હિંસાદિકનું સેવન એ હિતનાશક છે અને હિંસાદિકને ત્યાગ એ હિતસાધક છે. આવું સમજવા છતાં પણ હિંસાદિકને સર્વથા ત્યાગ કરવો, એ સૌને માટે શક્ય નથી. જેનાથી શક્ય હોય, તેણે તે હિંસાદિકને સર્વથા ત્યાગ કરવો જોઈએ. વિવેકી અને અવિવેકી-બને પોતપોતાના કર્મથી જ. ઊંચે અને નીચે જાય છે, એમ ફરમાવીને ભગવાને તે વિવેકી આત્માઓએ હિંસાદિકનો સર્વથા ત્યાગ કરવો જોઈએ એમ ફરમાવ્યું. હિંસાદિકને સર્વથા ત્યાગ ત્યારે જ બની શકે, કે
જ્યારે ગૃહવાસને તજીને સાચા નિર્ચન્થજીવને સ્વીકાર કરાય. ભગવાનની આ દેશનાનું શ્રવણ કરીને જેને ગૃહવાસને ત્યાગ કરવાની તથા દીક્ષા લેવાની ભાવના થઈ હોય, તે પોતાનાથી શક્ય હોય તે ઝટ તૈયાર થાય.
જેનાથી અત્યારે તે શક્ય ન હોય, તે આજથી–અત્યારથી જ તેને શક્ય બનાવવાના પ્રયત્નમાં લાગે. ભગવાન ફેરમાવે છે કે–જેઓમાં આ પ્રાણાતિપાતાદિને સૂક્ષમપણે ત્યાગ કરવાની શકિત ન હોય, તેવા આત્માઓ પિતાનામાં તેવું સામર્થ્ય
31 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat