________________
ક્યારે પ્રગટે એવી ભાવના રાખીને જેમ બને તેમ આગળ વધે, અનુરાગવાળા અને સૂક્ષ્મપણે પ્રાણાતિપાતાદિને ત્યાગ કરવાનું અને તેવા અનુરાગને ધારણ કરીને પ્રાણાતિપાતાદિકને સૂક્ષ્મપણે ત્યાગ કરવાનું સામર્થ્ય નથી માટે તેનો બાદર પણે ત્યાગ કરે ! સૂમપણે ત્યાગ કરવાના અનુરાગને હૈયે ધરીને બાદરપણે ત્યાગ કરવો–મોટે મેટે અંશે પ્રાણાતિપાતાદિને ત્યાગ કરવો, કે જેથી સૂક્ષ્મપણે ત્યાગ કરવાનું સામર્થ્ય પ્રગટે અને તેવો ત્યાગ કરવાને સમય ઝટ આવી લાગે ! આવી ભાવના હોય તે જ મોટે મોટે અંશે પણ પ્રાણાતિપાતાદિકને સાચે ત્યાગ થઈ શકે. ઉપસંહાર :
પ્રાણાતિપાતાદિને સૂક્ષ્મપણે ત્યાગ એ મહાવતે છે અને તેનો બાદરપણે ત્યાગ એ અણુવ્રત છે. પાંચ અણુવ્રતના સ્વરૂપની ખબર છે? એય લીધાં નહિ હોય અને લીધાં હશે તેય પ્રાયઃ એવાં કે-ડાયરીમાં જ રહે? એવું પહોળાણું રાખ્યું હોય કે-પ્રાયઃ બધા ખેલ ખેલાય છતાં પ્રતિજ્ઞા તરફ નજર કરવાની જરૂર પડે નહિ. સર્મપણે ત્યાગ કરવાનો અનુરાગ હૈયે હોય તે એવું બને? પ્રાણાતિપાતાદિકનો બાદરપણે કરેલ ત્યાગ પણ વસ્તુતઃ તેને જ સફલ છે, કે જેના હૈયામાં પ્રાણતિપાતાદિકને સૂક્ષ્મપણે ત્યાગ કરવાને અનુરાગ હોય. આથી તમે સમજી શકશે કે-સાચા શ્રાવક બનવું હોય તે પણ સાધુપણુને અનુરાગ તે જોઈએ જ. જેનામાં સાધુપણાને અનુરાગ નથી, તે વસ્તુતઃ શ્રાવક નથી. ભગવાને ઉપદેશેલા પ્રાણુતિપાતાદિકના ત્યાગને જેઓ સંપૂર્ણપણે પાળે તેમની બલિહારી. આ વેષને
32 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com