________________
એ અગીઆરમે પ્રાણ છે, એવી માન્યતા ખરી ને? કેટલાક તો એવા કે-આઠ આની પડી જાય તેય ખાવાનું ભાવે નહિ. ધનનો સંગ્રહ ખરાબ છે, ધન તજવા જેવું છે, પણ કે ધનને ત્યાગ ન કરે તો કાંઈ એનું ઘર ફડાય? કૃપણ લક્ષમીને નથી છોડતા, માટે લક્ષમી છોડવાને ઉપકાર કરવાને માટે એના ધનની ચોરી ન થાય. સમજવું જોઈએ કે–બીચારે મેહમાં ફર્યો છે, માટે છોડી શકતો નથી. ઉપકારની ભાવના હોય તો છોડવાને ઉપદેશ અપાય, પણ લૂંટ ન ચલાવાય. ચેિરી, એ પણ બીજાને મહાદુઃખનું કારણ બને છે. કેટલાકને તો એમનું ધન ચોરાય તે એમને વધ કરવા જેવું લાગે. મેહ એવી ચીજ છે. આથી જ્ઞાથીઓ ફરમાવે છે કે પોતાના દુઃખની જેમ પરના દુઃખથી ડરનાર વિવેકી આત્માઓ ચેરી પણ કરે નહિ. મૈથુનને પણ ત્યાગ કરવો :
ચોથું વિષયસેવન, એ પણ મહાઘાતનું કારણ છે. કામશાસ્ત્રકારેએ પણ એ વાત તે સ્વીકારી છે કે-મૈથુનથી ઘણું જીવોની હિંસા થાય છે. જ્ઞાનીએ ફરમાવે છે કે સ્ત્રીની યોનિમાં બે લાખથી નવ લાખ જેટલા તે ગર્ભજ જ હોય છે અને બીજા પણ અસંખ્યાત જી હોય છે. લોઢાની નળી રૂથી ભરેલી હોય અને તેમાં જે ધગધગતે સળી નાખવામાં આવે, તે તેમાં રહેલું રૂ જેમ જોતજોતામાં સળગી જાય છે, તેમ માત્ર એક વારના વિષયસેવનથી અસંખ્યાતા જીવને નાશ થઈ જાય છે. આથી કર્મબન્ધના કારણભૂત હિંસાથી ડરનારો આત્મા અબ્રહ્મને પણ સેવે નહિ. ખરેખરૂં બ્રહ્મચર્ય તે જ પાળી શકે,
29 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat