SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈને જેનાથી નુકશાન થાય તેમ હોય, તેવું સાચું પણ વિવેકીથી બોલાય નહિ. એવું સાચું બોલવું એ પણ પરમાર્થથી જ બલવા બરાબર છે. બોલે તે સાચું બોલે એમ કહેવાય, પણું બધું સાચું બોલ્યા જ કરે એમ ન કહેવાય. જે કઈ બધું સાચું બોલવા જાય, તે બધું સાચું તો બોલી શકે જ નહિ અને જે કાંઈ બોલે તેનાથી કૈકનું નિકન્દન કાઢી નાખે. તમે કહો છો ને કે-જે હોય તે સાચું કહી દેવું, પણ તમારા સંબંધી જાણનારે કઈ જે તમારા સંબંધી જે કાંઈ હોય તે સાચું કહેવા માંડે, તે ઝેર ખાવાને વખત આવી લાગે કે બીજું કાંઈ થાય ? સત્યના આગ્રહના નામે જેના–તેના સંબંધી સાચી વાત બલી નાખવાની વાયડાઈ કરનારે, પિતાની કેટલી વાતો છૂપાવે છે? પિતાનાં મેટાં પાપ છૂપાવવાને માટે પણ દંભીઓ સામાન્ય પાપોની વાત કરે છે. સત્યભાષણની પ્રતિજ્ઞા નહિ, પણ અસત્યવાદવિરમણની પ્રતિજ્ઞા કરવાની આ પ્રતિજ્ઞા પણ ક્યારે પળાય? પિતાની જાત જેટલી બીજાની જાત વહાલી લાગે તે ! આ પણ પીડા જેવી પર પીડા લાગે, તે જ અસત્યવાદને વાસ્તવિક રીતિએ ત્યાગ થઈ શકે. જુઠું બેલવું નહિ અને સાચું પણ તે નહિ બોલવું કે જે કઈને ય નુકશાન કરનાર હોય, ત્યારે બલવું શું? તે જ સાચું બોલવું કે જે સ્વ-પરને માટે હિતકારક હોય ! નહિ દીધેલું લેવુ નહિ ? હવે ત્રીજુ એ કહ્યું છે કે-નહિ દીધેલા અર્થને ગ્રહણ કરે નહિ. પ્રાણ જાય તે જવાદે, પણ ચોરી કરે નહિ. અર્થ 28 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034951
Book TitleMahavir Parmatmani Pratham Deshna
Original Sutra AuthorN/A
AuthorVijayramchandrasuri, Sudhanshuvijay
PublisherSureshchandra Nemchandra Shah
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy