________________
તમે વિચાર કરે કે–તમને જેટલી તમારા પ્રાણની ચિન્તા છે, તેટલી બીજાના પ્રાણની ચિન્તા છે ખરી? અહીં ઝપાટાબંધ આવીને બેસી જાય છે, પણ નીચે જીવજન્તુ હોય ? જાજમ પાથરનારને કહ્યું છે કે–પહેલાં જગ્યા બરાબર જોઈ લે અને પૂછ-પ્રમાજીને પછી જાજમ પાથરે? હિંસાથી બચવું હોય તે જોયા વગર બેસાય પણ નહિ. તમને કેઈકને પગ લાગી જાય છે તો પણ કેવું થાય છે? ત્યારે તમારા પ્રમાદથી જે જીવ ચરાઈ જતા હશે, તેમને કાંઈ નહિ થતું હોય? તે નિર્બલ છે માટે જ તમે તેના તરફ બેદરકાર રહે છે ને? માણસને અડફેટ ન લાગે તેની ચિન્તા, સબળનો તે વળી વધારે ડર અને નિર્બલને પ્રાણ જાય તેની ય પરવા નહિ! આથી જ કહ્યું કે-જે પિતાના પ્રાણની માફક બીજાના પ્રાણને જાણે, તે તેને પોતાનાથી નાશ ન થાય તેની કાળજી રાખે, પિતાનાથી તેની હાનિ ન પહોંચે તેની કાળજી રાખે અને તેના પ્રાણનું રક્ષણ કરવામાં તત્પર બને. અસત્યવાદને પણ ત્યાગ કરવો :
આ પછી બીજી પ્રતિજ્ઞા અસત્યને ત્યાગ કરવાની છે. ગમે તે પ્રસંગ આવી લાગે તેય અસત્ય બોલે નહિ પણ જે બેલે તે સાચું જ બેલે. ભગવાનનું શાસન જુઠું નહિ બોલવાનું વિધાન કરે છે કે સાચું બોલવાનું વિધાન કરે છે?
સડ સાચું બોલવાનું.
નહિ, જુદું નહિ બોલવાનું. અનન્તજ્ઞાનીઓનું શાસન જેટલું સાચું તેટલું બોલવું જ એવું વિધાન કર્યું જ નહિ. એવું વિધાન કરવામાં આવે તે તે કેઈથી પણ પળાય નહિ.
27 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat