________________
કે બોલીશું નહિ.” સંસારમાં એવા ઘણું છે, કે જેમને કમાતાં આવડતું નથી, છતાં તેઓ સાધુ બનતા નથી. જેમને બાયડી નથી મળી, તેમને ય એમ થાય છે કે–આજે નહિ તે કાલે મળશે. બાયડી અને પૈસા વિગેરે ન મળે તે સાધુ બનનારા કેટલા અને દુરાચારી બનનારા કેટલા? આશામાં ને આશામાં ગુરનારા નમાલાઓને અહીં આવવાનું મન થતું નથી. વિપરીત ઉદ્દેશથી કોઈ અહીં ન જ આવે એમ નહિ, પણ કઈ કઈ એવા જણાય તેથી સમગ્ર સાધુસંસ્થાને કલંકિત કરાવવા તૈયાર થવું, એ કઈ પણ શાણાને છાજતું કાર્ય નથી. પ્રાણની ચિતા :
વિવેકી આત્માઓએ પ્રાણાતિપાત નહિ કરવો જોઈએ અને પિતાના પ્રાણની માફક અન્યના પ્રાણનું રક્ષણ કરવામાં તત્પર બનવું જોઈએ. પિતાના પ્રાણની રક્ષાને માટે માણસ બહુ સાવધ રહે છે. આપણું પ્રાણ ઉપર કઈ પ્રહાર ન કરી જાય, તેની ચિન્તા કેટલી? પ્રહાર કરવાની વાત તો દૂર રહી, પણ કઈ આપણું પ્રાણ ઉપર પ્રહાર કરવાનો વિચાર કરે છે, એવું જાણવામાં આવે તેય શું શું થઈ જાય છે? કેઈને પિતાના ઉપર પ્રહાર કરતાં કે પિતાના ઉપર પ્રહાર કરવાને વિચાર કરતાં અટકાવી શકાય તેમ ન હોય, તોય મનમાં ને મનમાં બબડે છે કે-અકમી ! આવું પાપ કરે છે તે કયારે છૂટીશ? આમ થવાનું કારણ શું? એ જ કે–પિતાના પ્રાણની ચિન્તા ઘણી છે. તેવી ચિન્તા જે બીજાઓના પ્રાણને માટે આવી જાય, તો જ પ્રાણાતિપાત વિરમણની પહેલી પ્રતિજ્ઞાનું અને બીજી પણ પ્રતિજ્ઞાઓનું સુન્દર પ્રકારે પાલન થઈ શકે.
26 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com