________________
શ્રી મહાવીર પરમાત્મા કહ્યા, એટલે સર્વ શ્રી તીર્થ કરદેવે આવી જ ગયા. સર્વ શ્રી તીર્થ કરદેવેનાં જીવન એવાં જ અનુપમ કોટિનાં હોય છે. એમાં ઉંચા-નીચા ભેદ પાડનારાઓ અજ્ઞાનીઓ છે. આમિક ગુણોની અપેક્ષાએ અથવા તે શ્રી તીર્થકરજીવનની વિશિષ્ટતાઓની અપેક્ષાએ, સર્વ શ્રી તીર્થ કરદેવ સમાન જ ગણાય એટલે નામ વિગેરેને ભેદ એ એ કોઈ મહત્વની વસ્તુ નથી. આ રીતિએ તમે જે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવનનો અભ્યાસ કરવા માંડે, તમે સમજે અને તમારાં બચ્ચાંઓને પણ અજાણ ન રાખે, તે ઘર ન છૂટે અને ઘરમાં રહેવું પડે તે ઘરમાં રહેવા છતાં ય માહ સાથે સંગ્રામ કરતા કેમ રહેવાય તે સમજી શકાય. સાધુજીવનમાંય મોહ નથી કનડતો એમ નહિ, પણ આ સમજ હોય તો સાધુજીવનમાંય મોહ આવીને ફાવી ન જાય. મુનિજીવનમાં પણ અનુકૂળતા અને પ્રતિકૂળતા બેય હોય. મુનિજીવન એટલે અનુકૂળતાઓને ત્યાગ અને પ્રતિકૂળતાઓને સ્વીકાર, છતાં બેય આવે. અનુકૂળતાઓને સવશે તજવાને અને પ્રતિકૂળતાઓને ભેગવવાનો અભ્યાસ મુનિજીવનમાં કરવાનું હોય છે. મળેલી અનુકૂળતાઓને તજવી અને નહિ મળેલી પ્રતિકૂળતાઓને પણ ભેગવવી–બહુ આનંદથી, ઘણી શાન્તિથી, આત્માને નિસ્તાર માનીને ભેગવવી! સાધુજીવન તે તે જ પળે, કે જે અનુકૂળતાની સુગ આવે. સુગ એટલે અનુકૂળતાઓ આવી આવીને પટકાય, તોય તે ગમે નહિ! પ્રતિકૂળતાઓને ઉભી કરી કરીને એવી રીતિએ ભેગવવી, કે જેથી કર્મજન્ય રોગાદિ કે દુર્જનજન્ય આપત્તિ આવે ત્યારે મેરૂની જેમ નિષ્પકમ્પ રહી શકાય. એ રીતિએ વર્યા વિના વિસ્તાર થઈ શકે તેમ
12 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com