________________
આજે પૈસો વધે એટલે મકાન મોટું થાય, ફરનીચરના ઢગલા થાય, ખાનપાન ફરી જાય, રહેણી-કરણું બદલાઈ જાય. એ માણસ એટલે બદલાઈ જાય છે, એના સગાબાપને પણ એ નહિ-એવું લાગે? જ્ઞાન અને તમારી હોંશીયારીને ઉપગ આજે માટે ભાગે પાપમાં પાવરધા બનાવવામાં અને પુણ્યના કામને ઠેકરે ચઢાવવામાં જ થઈ રહ્યો છે. આખો દિવસ વિષયે ભેગવી શકાતા નથી. એટલે વિષાથી થાકે, ત્યારે તમે કષાય કરો છો. આ બેથી નવરા પડે ત્યારે “વિકથા” ચાલુ થાય છે. વચ્ચે વચ્ચે જરા નશ થાય છે. અને આ બધાંથી થાકે ત્યારે નિદ્રા” કરે છે. આ રીતે આ પાંચ – પ્રમાદમાં તમે પ્રમોદ માની રહ્યા છે. ભૂતકાળમાં કરેલાં પાપોથી દુઃખ આપનારા કર્મ બંધાયા છે. આ કર્મો મેડા આવીને હેરાન કરે, તેના કરતા જ્ઞાનીની આજ્ઞા મુજબ વહેલા ઊભા કરીને વેઠી લેવા જ સાધુ, સાધુ થાય છે. સાધુવેશ મળતા જ પુણ્ય જાગતું થઈ જાય છે. આ વેશથી સુખ-સામગ્રી જરૂર મળે, બધા બળજબરીથી એને આપવાં આવે. એ જે લે અને પછી
મજેથી ભેગવે તે સાધુપણને સમજ જ નથી ! - સાધુ અને શ્રાવક બંને મેક્ષ –માર્ગના મુસાફર છે.
સાધુને કર્મે યારી આપી એટલે એણે સંપૂર્ણ ત્યાગ કર્યો. શ્રાવકને કમેં એાછી યારી આપી, જેથી એ ઘરમાં બેઠે છે. બાકી છે તે બંને મોક્ષ–માર્ગના મુસાફર જ!
37 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat