________________
દિવસની ઉજવણી પણ સુખને માટે થાય છે. એ તારકેનું અન્તિમ જીવન અનુપમ કોટિનું હોય છે. અવનથી નિર્વાણ પર્યન્ત, એક પણ અનુચિતતાને એ તારકના જીવનમાં અવકાશ મળતું નથી. શ્રી તીર્થકરભવનું જીવન, એ એક એવું ઉમદા જીવન છે કે-એ જીવનને માત્ર સમજી લઈએ તે પણ એ પરમ તારકે પ્રત્યે એવી ભક્તિ જાગે, કે જેનું વર્ણન થઈ શકે નહિ. એ જીવન એવું ઉત્કૃષ્ટ કેટિનું હોય છે કે–એવું જીવન તે તે જ જીવી શકે છે, જે એમના જેવા થાય. જેએ એવી સ્થિતિને પામ્યા નથી, તેઓ એ તારકેએ જીવેલા જીવનને તથા પ્રકારે જીવી શકે એ બને નહિ. એ તારકોના જીવનને એવી રીતિએ જાણવું જોઈએ અને એવી રીતિએ સાંભળવું જોઈએ. કે જેથી સર્વોત્તમ કોટિના આત્માઓ કેવા પ્રકારના હોય છે, તેને ખ્યાલ આવે; એ ખ્યાલ આવવાના પ્રતાપે એ પરમ તારકે પ્રત્યે ભક્તિભાવ જાગે ભક્તિભાવ જાગે એટલે એ તારકની આજ્ઞા શી છે એને સમજવાનું મન થાય; અને એ આજ્ઞા રૂચે એટલે એ આજ્ઞાઓને અમલ કરવાને માટે સર્વસ્વને હેમવાની ભાવના પેદા થાય. એ પુણ્યાત્માઓ જેવું પુણ્ય ઉપાજીને અને જેવી આરાધના કરી અન્તિમ ભવમાં આવે છે, તેવી રીતિએ અન્ય આત્માઓ આવી શકતા જ નથી, માટે એ તારકનું જીવન અજોડ હોય છે. એ જીવનને જાણીને એ જીવનને જીવનાર પરમ તારકે પ્રત્યે ખૂબ ખૂબ બહુમાનવાળા બનવું જોઈએ અને એ પરમ તારકે પ્રત્યે સારી રીતિએ બહુમાનવાળા બનીને એ તારકેની આજ્ઞાઓને અમલ કરવાને માટે તત્પર બનવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com