________________
રચના કરી અને તેમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશને ઠાંસી-ઠાંસીને ભર્યો. તે ઉપદેશને પણ પૂર્વે થઈ ગયેલા મહાપુરૂએ વિસ્તાર્યો અને ખીલ. એને જ એ પ્રતાપ છે કેઆજે આપણે ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા માર્ગને જાણી શકીએ છીએ અને આરાધી શકીએ છીએ. જે પરમ તારકના જન્મકલ્યાણકની આજે તિથિ છે, તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી પણ ગણાય અને બીજી પણ ગણાય તેવી દેશનાને સાર, પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ સંગ્રહીત કરે છે અને આજે આપણે તેના આધારે જ ભગવાનના ઉપદેશ સંબંધી શેડો વિચાર કરે છે. શ્રીમદ્ હેમચન્દ્રરીશ્વરજી મહારાજાએ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું જીવનચરિત્ર લખતાં, તે પરમ તારકે જુવાલિકાના તીરે કેવલજ્ઞાન પામ્યા પછીથી ત્યાં દેશનાના કલ્પને જાળવીને તરત અન્યત્ર જઈને જે દેશના આપી, તેને ટૂંકમાં પણ સુન્દર
ખ્યાલ આવે છે. કેવલજ્ઞાન વિના ધર્મતીર્થ સ્થાપે નહિ ?
તમે જાણતા હશે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવોના અન્તિમ જીવનને મહિમા અને બે જ હોય છે. એ જમે છે ત્યારે રાજપુત્ર તરીકે જ જન્મે છે. જન્મતાંની સાથે જ એ પરમ તારકે ચોસઠ ઈન્દ્રોની સેવાને પામે છે. એ તારક તે ગર્ભમાં રહ્યા છતાં પણ ઈન્દ્રાદિકથી સ્તવાય છે અને સેવાય છે. ગર્ભમાં રહેલા પણ તેઓ ત્રણ નિર્મલ જ્ઞાનોએ સહિત હોય છે. આવા જ્ઞાની, અસંખ્ય ઈન્દ્રોના ગુરૂ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com