________________
ત્રણ લોકના નાથ એવા પણ એ તારકે, દુન્યવી સઘળી જ સાહ્યબીને ત્યાગ કર્યા પછીથી પણ, પિતાની પૂર્વની ભાવનાને અમલ કયારે કરે છે, એ જાણે છે? એ તારકને સ્થાપવાનો માર્ગ સામાન્ય કટિને હેત નથી. એ તારકેએ સારાય વિશ્વના છના કલ્યાણની ભાવનામાં રમણ કરેલું હોય છે. આથી માર્ગ પણ એ સ્થાપ જોઈએ, કે જે માર્ગ એ ભાવનાને અનુરૂપ હોય. અમુક જ રીતિએ વર્તવાને એકસરખે માર્ગ જ જે એ તારકે સ્થાપે, તે સૌમાં તે માર્ગને અમલ કરવાનું સામર્થ્ય કયાંથી હોય? સૌમાં એકસરખું સામર્થ્ય ન હોય, તો પછી શું સામર્થ્યહીન જી માર્ગની આરાધનાથી વંચિત જ રહે? નહિ, સામર્થ્યહીન પણ આરાધના કરી શકે, એ માર્ગ જ એ તારકો બતાવે. જેમાં માર્ગની આરાધના કરવાની હોય, તેઓ સામર્થ્ય સંપન્ન હોય કે સામર્થ્યહીન હોય તે છતાં પણ, સૌ કોઈ આરાધના કરી શકે તે માર્ગ એ તારકોને સ્થાપવાનો હોય છે. તે માર્ગ મામુલી જ્ઞાનના બળે ન સ્થપાય. એ માટે તે સંપૂર્ણ જ્ઞાન જોઈએ. આથી જ ભગવાન શ્રી જિનેશ્વરદેવ કેવલજ્ઞાનને ઉપાજ્ય વિના ધર્મતીથની સ્થાપના કરતા નથી. ગૃહસ્થજીવનમાં વિરકિત અજોડ અને ત્યાગીજીવનમાં અપ્રમત્તતા અજોડ :
કેવલજ્ઞાનને ઉપાર્જવાને માટે એ પરમ તારક ઉત્કટ કેટિની તપશ્ચય આદિ જે કાંઈ આવશ્યક હોય તેને અપ્રમત્તપણે આચરે છે. એ પરમ તારકે સંસારની અપૂર્વ કેન્ટિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com