________________
નિર્મલ બનાવવું પડશે. અંતઃકરણ નિર્મલ બન્યા વિના વિવેક પ્રગટે નહિ અને વિવેક વિનાની કોઈ પણ કિયાથી ઉચે ચઢી શકાય નહિ. અનાદિકાળથી લગભગ આપણે એ જ ધંધો કરતા આવ્યા છીએ કે-જે ધંધે પ્રાયઃ નીચે લઈ જાય પણ ઉંચે ચઢવા દે નહિ. એમ ન હોત તે આપણે અત્યાર સુધી સંસારમાં રખડતા ન હોત. સંસારમાં રખડતાં રખડતાં કાંઈક એવું સારું આપણા હાથે થઈ ગયું છે, હે જેના બળે આજે આપણે ઘણું ઘણું દુર્લભ સામગ્રીને પામ્યા છીએ. આ સામગ્રીને પામીને પણ આપણે વિવેકી ન બની શકીએ, શાનાથી ડૂબાય તથા શાનાથી તરાય એ સમજી ન શકીએ અને તજવા ચોગ્યને તજવામાં તથા સાધવા ગ્યને સાધવામાં પ્રયત્નશીલ ન બનીએ, તે આપણને મળેલી આ ઉત્તમ સામગ્રી પણ તારે શી રીતિએ? તરવાનું કે ડૂબવાનું આપણી કિયાથી જ બને છે. કયી ક્રિયા ડૂબાવે અને કયી ક્રિયા તારે, એ જાણવા માટે વિવેકી બનવું જોઈએ. વસ્તુને તેના સાચા રૂપમાં પિછાણવી પડે. કહોને કે-અમે વસ્તુને ઓળખીએ તો સારા-ખોટાની અને તજવા–સેવવાની ઉપાધિ પેદા થાય ને?” અમે વસ્તુને પિછાની તે ઘરબાર તજ્યાં અને એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરવાનું પણ કર્યું. તમે વિવેકી બને, તે તમને પણ ઘરબાર વિગેરે તજવા જેવું અને આ (સાધુપણું) સ્વીકારવા જેવું લાગ્યા વિના રહે નહિ. સાચી ઓળખાણ થઈ જાય. એટલે બધું સરખું ન રહે. કેઈ ઢબુ ને રૂપી હાથમાં આપે અથવા પત્થર ને હીરો બતાવે, તો તેના સ્વરૂપને જાણનારો ઢબુને અને
22 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com