SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિ પામવાને માર્ગ બતાવે છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પણ પહેલું એ જ કહ્યું કે-સંસાર સાગર જેવો ભયંકર છે. સંસારનું કારણ કર્મ છે: અપાર એ આ સંસાર સમુદ્રની જેમ ભયંકર છે એ વાત સાચી છે, પણ સંસારને ભયંકર જાણીને ગભરાઈ જઈએ તે કામ ન ચાલે. આજે ભયંકર એવા પણ સાગરને તરી જવાની કેટકેટલી યોજનાઓ વિદ્યમાન છે? સાગર ભયંકર હોવા છતાં પણ, નૌકાઓ આદિની સહાયથી આજે હજારે ને લાખે મનુષ્ય ધારેલ બંદરે પહોંચે છે અને ધાર્યા કામ કરે છે, એ આપણે જાણીએ છીએ. ગરજ જાગે, અર્થી પણું પ્રગટે, એટલે મુશ્કેલ પણ સહેલું બને. એ જ રીતિએ સંસારને ભયંકર જાણુને આપણે જરાય ગભરાઈ જવાનું હોય નહિ ભગવાને અને ભગવાનના કહ્યા મુજબ સર્વ મહાપુરૂષોએ પણ સંસારને ભયકર કહ્યો છે, પણ તે શા માટે? જગતના જીવોને ગભરામણમાં મૂકવાને માટે નહિ, પણ ચેતવવાને માટે! તમારે ચેતવું છે કે ભયંકર સાંભળી ગભરાઈને ભાગી જવું છે? સંસારને ભયંકર કહેનારે ગભરાઈને કંપતે કંપતે કહ્યું નથી. કેઈ પણ માણસ આપણે જે જગ્યામાં સુખે બેઠા હોઈએ તે જગ્યાને કંપતો કંપતે ભયંકર કહેવા આવે, તો તે સુખમાં પથરો પડે એમ લાગે, પણ આમાં તેવું નથી. જ્ઞાનીઓ તે ભયંકર સામે આંખ રાખીને, એ ભયંકરને ભયંકર તરીકે ઓળખાવીને, ભયંકરથી કેમ છૂટાય તે રસ્તો પણ બતાવે છે. કહે છે કે–દારૂણ એ જે સંસાર, તેનું કારણ કર્મ છે. આપણે માટે સંસારસાગર ભયંકર 19 www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034951
Book TitleMahavir Parmatmani Pratham Deshna
Original Sutra AuthorN/A
AuthorVijayramchandrasuri, Sudhanshuvijay
PublisherSureshchandra Nemchandra Shah
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy