________________
રહ્યો છે અને રહેશે, તે તે આપણું કર્મના બળે જ! મેટું પણ ઝાડ મોટું થયું શાથી અને ટકે છે શાથી? બીજ વિના ઝાડ થાય નહિ અને મોટું પણ ઝાડ બીજ વિના ટકી શકે નહિ. ઝાડ ગમે તેટલું મોટું હોય, પણ તેને વગર હથીયારે પણ નાશ થઈ શકે છે. માત્ર મૂળમાં દેવતા મૂકવાની જરૂર. જે ઝાડનું મૂળીયું ખતમ થઈ જાય, તે ઝાડ ખલાસ જ થઈ જાય. વૃક્ષનું કારણ મૂળીયું છે અને એ મૂળીયું બળે એટલે ઝાડ થોડા વખતમાં જ સાફ ! એ જ રીતિએ સંસાર ભયંકર છે, પણ તેનું કારણ કર્મ છે. સંસારના કારણભૂત કર્મને સાફ કરવા માંડે, એટલે સંસાર સાફ થવાને જ. કર્મના ઘણું ભેદ-પ્રભેદે છે અને કલ્યાણના કામી આત્માઓએ તે પણ જાણી લેવા જોઈએ, પણ અત્યારે તે કહેવાનો અવકાશ નથી. આથી ટૂંકમાં વાત એટલી કે-ભયંકર એવા પણ સંસારનું કારણ કર્મ છે, માટે ભયંકર સંસારથી મુક્ત બનવાની ભાવનાવાળા મહાનુભાવોએ કર્મને નાશ કરવાને-કર્મથી સર્વથા રહિત બની જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે આપણું કર્મથી જ ઉચે કે નીચે જઈએ છીએ, માટે વિવેકી બને !
કર્મને નાશ કરે કોણ અને કર્મને જીવન્ત રાખે છે? એ માટે બે પ્રકારના આદમીની કલપના થઈ શકે. એક વિવેકવાળે અને એક વિવેક વિનાને. વિવેકવાળો કર્મરહિત બને અને વિવેકવિહીનનું કર્મ જીવન્ત રહે એટલે એને ભયંકર સંસાર પણ જીવન્ત રહે! અહીં વિવેકરહિતની અને વિવેકસહિતની ક્રિયાઓના પરિણામને સમજાવવાને માટે બે ઘણું જ
20
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com