SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ એ તારકેની વિરક્તિ અને એ તારકની અપ્રમતતા ઝટ આંખે ચઢે ? કેઈના પણ વાસ્તવિક કેટિના ત્યાગી જીવનને સારી આંખે જોવાની તમારામાં શક્તિ છે? કેઈના પણ ત્યાગમય જીવનને જોતાં અનુમોદનાને ઉલ્લાસ પ્રગટે, એટલી લાયકાત પણ તમારામાં છે? શ્રી તીર્થંકરદેવના જીવનનો મહિમા સમજવાને માટે પણ આત્મામાં લાયકાત પ્રગટવી જોઈએ છે. મહાપુરૂષો શ્રી તીર્થંકરદેવેના જીવનની મહત્તાને પિછાણી શક્યા હતા અને એથી જ એ મહાપુરૂષોએ તો કહી દીધું કેદુન્યવી સુખમાં એમની વિરક્તિ અજોડ અને ત્યાગી જીવનમાં એ જે કષ્ટ સહન કરે છે તે પણ અજોડ! એ તારકના અન્તિમ જીવનમાં અનુચિતતાનું નામ-નિશાન પણ હોતું નથી. અનુચિત ગણાય એવી એક પણ કરણને તેઓ આચરતા નથી. શ્રી તીર્થકરદેવેના જીવનના મહિમાને જે કઈ સમજી શકે, તેને એમ લાગ્યા વિના રહે જ નહિ કે-આવા પુણ્યપુરૂષે એવે ત્યારથી ઈન્દ્રાદિક દ્વારા સ્તવાય અને સેવાય, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ અને આવા જીવનને જેટ બીજે ક્યાંય શે જડે તેમ પણ નથી. હરકેઈ અવસ્થામાં મેહની સાથે સંગ્રામ ખેલનાર બનવું જોઈએ: આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા જુવાલિકાના તીરે કેવલજ્ઞાન પામ્યા હતા. કેવલજ્ઞાનની સાથે સાથે જ કેવલદર્શન પ્રગટે છે. ચાર ઘાતી કર્મે મૂળમાંથી જાય તે જ કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટે. તેમાંય મેહનીય કર્મ બહુ પ્રબલ હોય છે. શ્રી તીર્થકરદેએ અને બીજા પણ 10 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034951
Book TitleMahavir Parmatmani Pratham Deshna
Original Sutra AuthorN/A
AuthorVijayramchandrasuri, Sudhanshuvijay
PublisherSureshchandra Nemchandra Shah
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy