Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah
View full book text
________________
કોઈને જેનાથી નુકશાન થાય તેમ હોય, તેવું સાચું પણ વિવેકીથી બોલાય નહિ. એવું સાચું બોલવું એ પણ પરમાર્થથી જ બલવા બરાબર છે. બોલે તે સાચું બોલે એમ કહેવાય, પણું બધું સાચું બોલ્યા જ કરે એમ ન કહેવાય. જે કઈ બધું સાચું બોલવા જાય, તે બધું સાચું તો બોલી શકે જ નહિ અને જે કાંઈ બોલે તેનાથી કૈકનું નિકન્દન કાઢી નાખે. તમે કહો છો ને કે-જે હોય તે સાચું કહી દેવું, પણ તમારા સંબંધી જાણનારે કઈ જે તમારા સંબંધી જે કાંઈ હોય તે સાચું કહેવા માંડે, તે ઝેર ખાવાને વખત આવી લાગે કે બીજું કાંઈ થાય ? સત્યના આગ્રહના નામે જેના–તેના સંબંધી સાચી વાત બલી નાખવાની વાયડાઈ કરનારે, પિતાની કેટલી વાતો છૂપાવે છે? પિતાનાં મેટાં પાપ છૂપાવવાને માટે પણ દંભીઓ સામાન્ય પાપોની વાત કરે છે. સત્યભાષણની પ્રતિજ્ઞા નહિ, પણ અસત્યવાદવિરમણની પ્રતિજ્ઞા કરવાની આ પ્રતિજ્ઞા પણ ક્યારે પળાય? પિતાની જાત જેટલી બીજાની જાત વહાલી લાગે તે ! આ પણ પીડા જેવી પર પીડા લાગે, તે જ અસત્યવાદને વાસ્તવિક રીતિએ ત્યાગ થઈ શકે. જુઠું બેલવું નહિ અને સાચું પણ તે નહિ બોલવું કે જે કઈને ય નુકશાન કરનાર હોય, ત્યારે બલવું શું? તે જ સાચું બોલવું કે જે સ્વ-પરને માટે હિતકારક હોય ! નહિ દીધેલું લેવુ નહિ ?
હવે ત્રીજુ એ કહ્યું છે કે-નહિ દીધેલા અર્થને ગ્રહણ કરે નહિ. પ્રાણ જાય તે જવાદે, પણ ચોરી કરે નહિ. અર્થ
28 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com