Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah
View full book text
________________
એકતા શબ્દ એટલે મીઠે છે, એટલું જ એમાં ભારોભાર - ઝેર ભળેલું છે. બધાં તીર્થકરોએ–અબજોની સંખ્યામાંથી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા – આ ચારને જ સંઘમાં લીધા, એકતાના નામે શંભુ–મેળ ન કર્યો. ઇન્દ્રો એમની સેવામાં હતા, બધાને લખપતિ કે કડપતિ બનાવીબનાવીને તેમને સંઘમાં દાખલ કરી શકે એમ હતા. પણ ભગવાને આવી એકતા ન કરી અને આજના ડાહ્યાઓ ગમે તેવી એકતા કરવા મેદાને પડ્યા છે. એમની એવી એકતા તે ધર્મને લુંટાવી નહિ દે શું? શાસ્ત્ર કહે છે કે-એક પલ્લામાં બધાં ધર્મ મૂકે અને બીજા પલ્લામાં સાધર્મિક-ભક્તિ મૂકે, તે સાધર્મિભકિતનું પહેલું નીચે જાય. આનું કારણ શું? એક જ કે–પહેલાં પલ્લામાં તો માત્ર ધર્મ જ છે, જ્યારે બીજામાં ધર્મ અને ધમી બને છે. આ શાસ્ત્રકથનને ઉપયોગ કરતા પહેલાં ખૂબ જ વિચારવાનું છે. શું ધર્મ વિનાના સાધમિ હોઈ શકે ખરા? ધર્મને વેચી દેનારાને સાધર્મિ ગણી શકાય ? નવકાર ગણે એ જેન! આ વાત આપણને કબૂલ છે. પણ એમ કહેનારને પૂછવું જોઈએ કે નવકારને ગણનારે, નવકારમાં આવનારને ગાળ દે ખરો? નવકારમાં શું આવે? અરિહંત સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ! મેથી નવકાર ગણે અને આ પાંચ પરમેષ્ટિને હૃદયથી ન માને એ નવકારની મશ્કરી છે કે બીજું કંઈ?
88 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com