Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 46
________________ સાધામિં–વાત્સલ્યને સાચે હેતુ તે એ છે કે–પૂરે ધર્મ નહિ પામેલા પામે, ઢીલા હેાય એ મજબૂત થાય અને નવા જોડાય. આ હેતુ જળવા જ જોઈએ એને ધ્યાનમાં રાખીને જ સાધર્મિ ભકિતને લાભ શાત્રે કહ્યો છે. સાધમિ માટે પ્રાણ દે, ઘરબાર તારાજ કરે, એની ના નથી. પણ જે સહાયથી ધર્મનો વિરોધ વધે, તેવી સહાય તે ન જ થાય. સાધમિને મહિમા એનામાં રહેલા ધર્મને આધારી છે. બીજ તે જ ભુમિમાં વવાય, કે જ્યાં એ ફળે. પણ કંઈ કચરાવાળી ભૂમિમાં બીજ વાવીને મરકી ન ફેલાવાય ! સાધુ તમારા મનને લગામ લગાડવા ઉપદેશ આદિ દે છે. પણ લગામ લગાડવા અહીં કેટલા આવે છે ? ઘેડા તે લગામમાં જ રહેવા રાજી હોય. શક્તિ હોવા છતાં જે જ પિતાની સામગ્રીથી ભગવાનની ભક્તિ ન કરે અને પારકાની સામગ્રીથી પૂજાભક્તિ કરે તે બધા ભક્તિ કરવા લાયક ગણાય ખરા ? શરીરને ધર્મસાધન માનનારે મજેથી ઘરમાં રહે તે તે મહાબદમાશ છે. રાગ-દ્વેષ વિના જેમ સંસાર ચાલે નહિ તેમ રાગ-દ્વેષ વિના ધર્મ થાય નહિ. વિષય-કષાય ભૂંડા લાગે અને ધર્મ સારો લાગે તે જે અનંતાનુબંધીના કષાય સંસારમાં રખડાવનાર હતા, તે જ ધર્મમાં સહાયક થાય. 89 www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48