Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 47
________________ ૦ ધન પરની મૂછ દુર્ગતિની ટિકિટ છે. કેઈની પણ અપેક્ષા રાખે તે અબજો પતિ હોય તે ય ગરીબ! કેઈની અપેક્ષા ન રાખે તે શ્રીમંત ! ૦ અમે પણ જે અનુકૂળતાના પૂજારી હેઈએ અને પ્રતિ કૂળતાના વૈરી હોઈએ તે સાધુપણાની વફાદારી ન જાળવી શકીએ. ૦ તમે પણ જે સુખના ભૂખ્યા અને દુઃખથી કાયર હે તો ભગવાનની ભક્તિ કરવા છતાં ભગવાનના ભગત નથી. અને સાધુની સેવા કરવા છતાં સાધુના સેવક નથી. દુખથી કાયર અને સુખને ભિખારી સાધુ થાય તો ય નકામે. તે ભગવાનની આજ્ઞા પર કુચડે જ ફેરવે. ભગવાને જેની “ના” કહી હોય તે કરતા તેને કંપારી ય ન આવે. ૦ સદ્દગુરુ જ તેનું નામ કે જે સુખને ભૂંડું જ કહે અને દુઃખને વેઠવા જેવું કહે. જે જી જાતને ઓળખે નહિ, પોતે કેવા છે તે જુએ નહિ; તે બહિરામ દશામાંથી બહાર નીકળી શકે નહિ અને અંતરાત્મા બની શકે નહિ. 40 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48