Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah
View full book text
________________
અને તારે! પરંતુ જે એ વેશને વફાદાર ન રહે તે, પિતે મરે અને બીજાને મારે. તમને ગમે એવી જ વાતો કહે, તેના ભગત કદિ બનતા નહિ. ત્યાગી તમને માન આપે તે તેનાથી સાવચેત થઈ જજે. સમજજો કે તેના ત્યાગમાં કંઈક પિલ હેવી જોઈએ.
શાસ્ત્ર શાસ્ત્ર” શું કરે છે? એવું બોલનારા પણ કેટલાક સાધુવેશમાં આવે છે. અને એને માથા નમાવનારા પણ આજે ઘણું જીવે છે. જે શાસ્ત્રના આધારે કુટુંબકબીલા તા, ઘરબાર તજ્યા, મા-બાપ છોડ્યા, એ શાસ્ત્રની વાત આવે ત્યારે “શાસ્ત્રની વાત વચ્ચે ન લાવો’
એમ બોલાય ખરું? ૦ ષકાયની હિંસાથી બચવા, ભગવાને અમને ઘરબાર
છોડાવ્યા. ષટ્યાયની આટલી દયા ભગવાને ચિતવી, પણ ષકાય આપણું ઉપકારી છે–એવી વાત કઈ જ્ઞાનીએ કેઈ શાસ્ત્રમાં લખી નહિ.
એકેન્દ્રિયને જગતના જીવોને જીવાડવાનું પુણ્ય પુણ્ય ન બંધાય, કારણ જગત ઉપર ઉપકાર કરવાને એને ભાવ નથી. મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને ઉદય-જે પાપ બંધાવનાર છે-એ એને ચાલુ છે અને પુણ્ય બંધાવનાર ક્ષયોપશમ–ભાવ એનામાં છે નહિ. આજે જેટલી ધર્મ-સામગ્રી મળી છે, તેની અવગણના કરવાનો આજને તમારે સ્વભાવ જોતાં એમ લાગે છે કે, તમે ભૂતકાળમાં જે ધર્મ કરીને આવ્યા છે, તે વિષમિશ્રિત ધર્મ હતે.
86 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com