Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah
View full book text
________________
બેય વિદ્યમાન છે, પણ એમાંથી તમને કયુ પંચક પસંદ છે? હિંસાદિ પાંચ પસંદ છે કે અહિંસાદિ પાંચ પસંદ છે? વિવેક હોય તો એક જ અવાજે બોલાય કે-હિંસાદિ પાંચ પસંદ નથી અને અહિંસાદિ પાંચ પસંદ છે. હિંસાદિ પાંચ વિના નિવહ શક્ય ન હોય અને હિંસાદિને સેવવાં પડે, તે પણ વિવેક હોય તો એમ જ લાગે કે-હિંસાદિ પાંચ સેવવા જેવાં તો નથી જ. સેવવા જેવાં તે અહિંસાદિ પાંચ જ છે એમ લાગવું જોઈએ. જે કોઈ પુણ્યાત્મા વિવેકી બને, તે કર્મબન્ધને કારણભૂત પ્રાણિવધને કરવાનું પસંદ કરે નહિ. ભયંકર સંસારનું કારણ કર્મ છે અને તેવા કર્મના બંધનું કારણ પ્રાવધ છે. આથી વિવેકી આત્માને માટે પહેલી પ્રતિજ્ઞા એ છે કે–એ પ્રાણાતિપાતને આચરે નહિ. સાધુપણ વિના આ પ્રતિજ્ઞા પળાય નહિ :
આ રજોહરણને લીધા સિવાય – સાચા નિWજીવનને સ્વીકાર કર્યા વિના, આ પહેલી પ્રતિજ્ઞા પળે તેમ નથી. હિંસાદિકના ત્યાગની પાંચેય પ્રતિજ્ઞાઓ એવી છે કે–એ પાંચેય પ્રતિજ્ઞાઓને જે પરિપૂર્ણ પાળવી હોય, તો સાચું- ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબનું સાધુજીવન સ્વીકારવું જોઈએ. અહીં આવેલાઓમાં પણ જેઓ માનપાનાદિના પૂજારી અથવા સત્વહીન આદિ બને છે, તેઓ આ વેષને ધરનારા હોવા છતાં પણ પોતાની પ્રતિજ્ઞાઓને તો ખુડદે જ કરી નાખે છે. એવા પાપાત્માઓની વાતને આગળ ન કરતા. કહેવાય છે કે- જ્યાં ગામ હોય ત્યાં ઢેડવાડો પણ હોય. એવાઓને જોઈને તમારી દષ્ટિને નહિ જ બગાડવી જોઈએ.
2
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com