Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah
View full book text
________________
અને સભ્ય ચારિત્રની આરાધના કરવી છે, કે જે આરાધનાના પ્રતાપે હું સિદ્ધિશિલાએ પહેાંચી શકું! સાથીએ કરતાં આવી મનેાવૃત્તિ પ્રગટ કર્યા પછી પણુ, ભાવપૂજા કરતાં છેલ્લે ભારપૂર્વક માગણી કરાય છે. શી? ધર્મની આરાધનાના ફળ તરીકે કાંઇ માંગવું તે નિયાણું કહેવાય છે અને ભગવાનને તેને નિષેધ કરેલે છે : છતાં આપણને માગણી કરવાની આજ્ઞા આપી છે, એટલે આપણે કહીએ છીએ કે–તદ્દવ મમ દુગ્ઝ સેવા, મવે મને તુમ્હ વહળાળ। ભવે ભવે મને તારાં ચરણાની સેવા મળે ! ત્યારે ચૈત્યવન્દન કરનારાઓને તે, જ્યારથી ચૈત્યવન્દન કરવાનું શરૂ કર્યું. ત્યારથી, આ સંકલ્પ ખરે ને? માની લઇએ કે-અત્યાર સુધી આ સમજ નહેાતી, પણ હવે તે। આ સકલ્પ કરવા છે ને ? આજથી તે! એટલુ નકકી કરે ! અહીનુ મરણ મુકિત આપવાને સમર્થ નથી, આપણે તે વહેલામાં વહેલી તકે એવું મરણ મેળવવુ છે, કે જે મરણ મુકિતવાળુ હાય ! કેમ એમ જ ને ? તમને ડર મરણના કે જન્મના ?
સ॰ મરણને.
મરણના ડર શા માટે જોઈ એ ? જન્મ્યા એટલે મરવાનું તેા છે જ! મરણુ એવુ માગેા, કે જે મરણ મુકિતવાળુ હાય અગર મુકિતની સાધનામાં સહાય કરે તેવી ગતિને આપનારૂ હાય! એટલે એ જ ઇચ્છા એક જ છે કે-મને શ્રી જિનના ચરણની સેવા મળે ! મારે માત્ર શ્રી જિનના ચરણની સેવા જોઈએ છે, એવેા સંકલ્પ કરે! જો આ સકલ્પ દૃઢ હશે તે આપણે થાડા વખતમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવની પાસે બેઠા હાઈશું.
16
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com