Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 25
________________ સંસાર સાગરની જેમ ભયંકર છે: મનુષ્ય માત્રે શું શું કરવું જોઈએ અથવા તે કયાં ક્યાં પાપકર્મોનો ત્યાગ કરે જોઈએ અને તેમ કરવાની જરૂર શી છે, તે ટુંકમાં આ દેશનામાં સમજાવી દીધું છે. મુકિતમાર્ગની આરાધના કરવા દ્વારા મુકિતમાર્ગને સ્થાપવાનું સામર્થ્ય મેળવીને આવેલા હોઈને, છેલ્લે છેલ્લે કરવા યોગ્ય પણ કરીને મેક્ષની સીડી ઉપર ઉભેલા ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ જગતના જીવોને જે, સંદેશે અથવા ઉપદેશ આપે, તેમાં સૌથી પહેલી જ વાત એ ફરમાવી કે–અપાર એ આ સંસાર ભયંકર છે. એ આત્માઓને સંસાર ભયંકર તે એ સમ્યકત્વ પામ્યા ત્યારથી લાગેલ હોય છે. સંસાર ભયંકર લાગે કે ભવ ગણવા માંડયા. ભગવાન શ્રી જિનેશ્વરદેવના પણ ભવની ગણના તે એ તારકના આત્માઓ જે ભવમાં સમ્યકત્વ પામે છે તે ભવથી જ થાય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સત્તાવીસ ભવગણાય છે, તે શાથી? ભવ તે અનંતા થયા છે, પણ ગણના સત્તાવિસની; કેમકે-ઉત્તમ કોટિનું સમ્યકત્વ પામ્યા પછી મોટા ભવ સત્તાવીસ થયા છે. એમાંય એ તારકોના આત્માઓ જ્યારે શ્રી તીર્થકર નામકર્મની નિકાચના કરે છે, ત્યારે તો તેમને આ સંસાર કે લાગે છે? સંસારમાં મોટામાં મોટે સુખી ગણત પણ એમને દુઃખી તરીકે ભાસે છે. સંસારના સુખી અને દુઃખી સૌ કેઈને સંસારથી છોડાવી ને મુક્તિ પમાડવાની ઈચ્છા તે તારકના અન્તરમાં ઉત્કટપણે પ્રગટે છે. એ ઈચ્છાના ફલને પામીને એ તારકે જગતના જીને સંસારથી છૂટવાને અને મુક્તિને પામવાનો સંદેશ આપે છે–સંસારથી છૂટવાનો અને 18 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48