Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah
View full book text
________________
મુક્તિ પામવાને માર્ગ બતાવે છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ પણ પહેલું એ જ કહ્યું કે-સંસાર સાગર જેવો ભયંકર છે. સંસારનું કારણ કર્મ છે:
અપાર એ આ સંસાર સમુદ્રની જેમ ભયંકર છે એ વાત સાચી છે, પણ સંસારને ભયંકર જાણીને ગભરાઈ જઈએ તે કામ ન ચાલે. આજે ભયંકર એવા પણ સાગરને તરી જવાની કેટકેટલી યોજનાઓ વિદ્યમાન છે? સાગર ભયંકર હોવા છતાં પણ, નૌકાઓ આદિની સહાયથી આજે હજારે ને લાખે મનુષ્ય ધારેલ બંદરે પહોંચે છે અને ધાર્યા કામ કરે છે, એ આપણે જાણીએ છીએ. ગરજ જાગે, અર્થી પણું પ્રગટે, એટલે મુશ્કેલ પણ સહેલું બને. એ જ રીતિએ સંસારને ભયંકર જાણુને આપણે જરાય ગભરાઈ જવાનું હોય નહિ ભગવાને અને ભગવાનના કહ્યા મુજબ સર્વ મહાપુરૂષોએ પણ સંસારને ભયકર કહ્યો છે, પણ તે શા માટે? જગતના જીવોને ગભરામણમાં મૂકવાને માટે નહિ, પણ ચેતવવાને માટે! તમારે ચેતવું છે કે ભયંકર સાંભળી ગભરાઈને ભાગી જવું છે? સંસારને ભયંકર કહેનારે ગભરાઈને કંપતે કંપતે કહ્યું નથી. કેઈ પણ માણસ આપણે જે જગ્યામાં સુખે બેઠા હોઈએ તે જગ્યાને કંપતો કંપતે ભયંકર કહેવા આવે, તો તે સુખમાં પથરો પડે એમ લાગે, પણ આમાં તેવું નથી. જ્ઞાનીઓ તે ભયંકર સામે આંખ રાખીને, એ ભયંકરને ભયંકર તરીકે ઓળખાવીને, ભયંકરથી કેમ છૂટાય તે રસ્તો પણ બતાવે છે. કહે છે કે–દારૂણ એ જે સંસાર, તેનું કારણ કર્મ છે. આપણે માટે સંસારસાગર ભયંકર
19 www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat