Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 21
________________ વસરણની રચના કરી. એ સમવસરણમાં વિરાજમાન થઈને ભગવાને દેશના દીધી. એ વખતે અનેક દેવતા, મનુષ્ય આદિ હાજર હતા, પણ તેમાં એકેય આત્મા એ નહતો કે જે ભગવાનની દેશનાને ઝીલીને સર્વવિરતિ ધર્મને સ્વીકાર કરે. શ્રી તીર્થંકરદેવની પહેલી દેશનામાં ભાગ્યે જ એવું બને, પણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી દેશનામાં એ બન્યું, ભરતને માથે એ એક મોટું કલંક ગણાય છે. સાચા મહાપુરૂષની દેશનાને કઈ ન ઝીલે, તે તે કેનું કલંક ગણાય? સાંભળનારનું જ ને? શાસ્ત્રમાં ધ લેવાઈ કેભગવાન શ્રી મહાવીર પરમાત્માની પહેલી દેશના ખાલી ગઈ, તે ભારતને માટે કલંક રૂપ છે. આવું બનવાનું છે એમ ભગવાન તે જાણતા હતા, પણ ક૫ ખાતર ત્યાં દેશના આપી. ક૫ પૂરતી દેશના આપીને ભગવાને ત્યાંથી તરત જ વિહાર કર્યો અને જ્યાં ગણધર થાય તેવા આત્માઓ નિકટમાં હતા તેવી અપા૫ નગરીમાં પધાર્યા, ત્યાં પણ દેવતાઓએ મહાસેનવન નામના ઉધાનમાં સમવસરણની રચના કરી અને તેમાં વિરાજીને ભગવાને દેશના દીધી. ભગવાનની વાણીને એ પણ અતિશય હોય છે કે-તે સર્વ સાંભળનારાએના સર્વ સંશને છેદે એટલું જ નહિ, પણ પર્ષદામાં બેઠેલા મનુષ્ય આદિ સર્વ પ્રાણિઓની ભિન્ન ભિન્ન ભાષાઓમાં તે વાણું પરિણામ પામે. સૌને લાગે કે ભગવાન આપણી ભાષામાં જ ઉપદેશ આપી રહ્યા છે. તમને કદાચ એમ થતું હશે કે-આપણને તે સાંભળવા મળે તે કેવું સારું? આપણે એવા સ્થળે જન્મીએ, કે જ્યાં એ સાંભળવાને મળે –એવી ઇચ્છા તે થાય ને? ખરેખર, એ ઈચ્છા કરવા જેવી 14 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48