Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત. અથવા ઉત્તરકુરુક્ષેત્રના યુગલિક મનુષ્યોને શીર્ષમુંડન પછીનો ૧ થી ૭ દિવસ સુધીના ઉગેલા વાળને એક અંગુલમાં ભરીયે, અથવા આ ચાલુ ગ્રંથમાં હમણુજ ત્રિીજી ગાથામાં કહેવાશે તે પ્રમાણે ૧ થી ૭ દિવસ સુધીના જન્મેલા દેવકુફ ઉત્તરકુરૂ ક્ષેત્રના ઘેટાના એક ઉલ્લેધાંગુલ પ્રમાણ વાળના સાત વાર આઠ આઠ કકડા કરીને
* એક અથવા બે અથવા સાત એમ નિયત દિવસ ન કહેતાં ૧ થી ૭ કહેવાનું પ્રજન એ છે કે—કુરુક્ષેત્રને જુગલિકના પહેલે દિવસે ઉગેલા દરેકના સરખા સૂક્ષ્મ ન હોય, જેથી વિવક્ષિત સૂક્ષ્મતા કઈ યુગલિકની પહેલે દીવસેજ મળી આવે તે કઈ યુગલિકની સાતમે દિવસે પણ મળી આવે, ત્યાર બાદ આઠમે દિવસે વિવક્ષિત સૂક્ષ્મતા ન મળી આવે માટે ૧ થી ૭ દિવસ એમ સંભવે છે.
૧ પ્રશ્ન –અહિં એક અંગુલ પ્રમાણ રોમન ખંડ કરવાના છે, અને ખંડ તે વાળની ઉંચાઈમાંથી થઈ શકે છે, તે તમે જે સૂક્ષ્મતા ગણે છે તે વાળની ઉંચાઈની કે જાડાઈની ! જે જાડાઈની સૂક્ષ્મતાગણ બહુ પાતળા વાળ ઇચ્છતા હે તે નિરર્થક છે, કારણ કે રામના કકડા કરવા છે તે ઉચાઈમાંથી થાય જાડાઈમાંથી કકડા કરવાનું કહેતા હૈ તે તે અવ્યવહાર અને હાસ્યાસ્પદ વાત છે, માટે ઉંચાઈમાંથી કકડા કરવાના અધિકારમાં વાળ બહુ પાતળો હોય અથવા જાડો હોય તો પણ શું ?
ઉત્તર–અહિં કુવો વ્યવસ્થિત રીતે અને વિવક્ષિત સંખ્યાએ ભરવાને છે, માટે દરેક મિખંડ સમધન હો જોઈએ, જે વિઘમઘન હોયતો કૃ ભરવાની રીતિ અને સંખ્યા બને અવ્યવસ્થિત થાય, માટે ઘટાના વાળના કકડા તે જે કે અંગુલ પ્રમાણુની ઉંચાઈમાંથી જ કરવાના છે, જડાઈમાંથી કકડા કરવાના છે જ નહિ, અને જાડાઈમાંથી કકડા ન કરવાને કારણથીજ “એકથી સાત દિવસના જન્મેલા ઘેટાના” એ વિશેષણ છે, કારણ કે ઉંચાઇમાંથી સાતવાર આઠ આઠ કકડા કરવાથી જેટલી ઉંચાઈ વાળના કકડાની રહે છે તેટલી જ જાડાઈ એકથી સાત દિવસના જન્મેલા ઘેટાના વાળની છે, માટે જાડાઈ અને ઉંચાઈ સરખી થવાથી એ રામખંડ સમાન , અને એવાજ સમધન રોમખંડથી વ્યવસ્થિત રીતે કો ભરાય, નહિતર આગળ કહેવા પ્રમાણે એક જન પ્રમાણે રમખંડની શ્રેણિને વર્ગ કરીને પ્રતર ન લાવી શકાય, અને તેવા પ્રતરને પ્રતિરે ગુણ ઘન પણ ન લાવી શકાય, માટે રમખંડ સમધન જોઈએ, અને જાડાઈમાંથી કકડા નહિં કરવાનું કારણ પણ રોમખંડની ઉંચાઈ જેટલી જ અંગુલ રોમની જાડાઇ પ્રથમથી જ છે. વળી આ ઘેટાનું દ્રષ્ટાન્ત આ ક્ષેત્ર સમસમાજ દેખાય છે, સિદ્ધાન્તોમાં તે ઠામ ઠામ એકથી સાત દિવસના મુંડિત શીર્ષવાળા કુરુક્ષેત્રના યુગલિકના ઉગેલા વાળ જેટલેજ રોમખંડ કહ્યું છે.
પ્રશ્ન –જે સિદ્ધાન્તમાં કુયુગલિક મનુષ્યના મુંડિતશીર્ષના ૧ થી ૭ દિવસના ઉગેલા વાલાશ્ર કહ્યા છે તે તે વાલામ અને આ ઘેટાને વાલામ સરખે કે તફાવતવાળે ?
ઉત્તર-એ બને વાલા... (રમખંડ) કદમાં એકસરખાજ જાણવા, વળી મુંડિતશીષ અને મનુષ્ય એ બને વિશેષણ પણ સાર્થક છે, ૧-૭ દિવસના જન્મેલ ઘેટાને વાળ જેટલો પાતળા છે, તેટલેજ મુંડિતશીર્ષ કુરિયગલિકને ૧-૭ દિવસને ઉગેલ વાળ પાતળા અને