Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
લવણસમુદ્રમાં બીજા અનેક નાના પાતાળ કળશા.
૩૧૭
~~~
~
~
~
~
પથાર્થ –લવણસમુદ્રમાં તે તે સ્થાને બીજા સાત હજાર આઠસો ચોર્યાસી ૭૮૮૪ નાના પાતાલકશે છે, તે પૂર્વે કહેલા ચાર મહાકળશથી સામા ભાગે પ્રમાણુવાળા છે કે ૬ ૨૦૦ છે
વિસ્તર–લવણસમુદ્રની જ્યાં શિખા આવેલી છે, ત્યાં શિખાના અભ્યન્તરભાગને જબૂદ્વીપ તરફને પરિધિ [ સમુદ્રને ઘેરા ] ૨૦૦૦૦ બે લાખ નેવું હજાર યેજનના વ્યાસ પ્રમાણે ૯૧૭૦૬૦ નવલાખ સત્તરહજાર સાઠ છે, તે ઘેરાવામાં આવેલા ચાર મહાકાશના ચાર મુખનો એકત્ર વિસ્તાર ૪૦૦૦૦ ચાલીસહજાર યોજન બાદ કરીએ તે ૮૭૭૦૬૦ આઠ લાખ સિત્તેરહાર સાઠ યેજન આવે, તેને ચાર મહાકળશનો ચાર આંતરાવડે ભાગતાં ૨૧૯૨૬પ
જનનું એકેક આંતરૂ આવે, વળી દરેક આંતરૂ ૧૦૦૦૦ જન વિસ્તારવાળું છે, ત્યાં અભ્યન્તરના એ લઘુપરિધિમાં ચાર આંતરામાં દરેકમાં ૨૧૫૨૧૫ લઘુ પાતાલકળશની ચાર શ્રેણ પરિધિ પ્રમાણે ગોળ આકારમાં આવેલી છે. ત્યારબાદ
બીજી પંક્તિમાં ૨૧-૨૧ પાતાળકળશે, ત્રીજી પંક્તિમાં ૭૮૪ લઘુ ર૧૭-ર૧૭, ચોથી પંક્તિમાં ૨૧૮-ર૧૮, પાંચમી પંક્તિમાં પાતાળ કળશે ૨૧-૨૧૯, છઠ્ઠી પંક્તિમાં ૨૨૦–૨૦, સાતમી પંક્તિમાં
રર૧-૨૨૧, આઠમી પંક્તિમાં ૨૨૨-૨૨૨, અને નવમી પંક્તિમાં ૨૨૩–૨૨૩ પાતાલકોશ છે, જેથી એક આંતરામાંની ૯ પંક્તિઓમાં સર્વમળીને ૧૯૭૧ પાતાલકાશ છે, અને ચારે તરાના સર્વ કળશે ગણતાં [ ૧૯૭૧૪૪= ] ૭૮૮૪ લઘુ પાતાલકળશ થાય છે. અહિ છેલ્લી નવમી પંક્તિ ધાતકીખંડતરફ શિબાની બાહ્ય પરિધિમાં આવેલી છે, અને પહેલી પંક્તિથી
* અભ્યારપરિધિસ્થાને મહાપાતાળકળશનું મુખ જો કે ૧૦૦૦૦ જન વિસ્તારવાળું નથી, પરંતુ સમુદ્રના મધ્યભાગમાં જ છે. તે પણ મધ્યભાગે રહેલા મુખવિસ્તારની સીધી લીટીએ-સમણીએ અભ્યન્તર પરિધિમાં પણ ૧૦૦૦૦ મુખવિરતાર ગણ અનુચિત નથી. પુનઃ અહિં બીજી એ પણ આશંકા થવા યોગ્ય છે કે-સમુદ્રને મધ્યપરિધિ ગણો ઉચિત છે, તેને બદલે અભ્યત્તરપરાધ ગણીને દશહજાર જન મુખ કેમ ગયું? મુખને મધ્યવિસ્તાર મધ્યસમુદ્રમાં હોવાથી મધ્યપરિધ ગણવો જોઈએ, એ શંકાના સમાધાનમાં એટલું જ કહી શકાય કે લઘુકળશની પહેલી પંક્તિ જે સ્થાને ગઠવવી છે તેજ સ્થાનને પરિધિ ગણવો યોગ્ય હોવાથી મધ્યપરિધિ ન ગણતાં અભ્યત્તર પરિધિ જ ગણે, અને મુખને મધ્યવિસ્તાર ત્યાં ન હોવા છતાં સીધી લીટી પ્રમાણે મધ્યવિસ્તાર બાદ કર્યો તેમાં કોઈ વિવાદ નથી, એ પણ ગણિતરીતિ જ છે. વળી ૨૧૫ની પહેલી પંક્તિ પરસ્પર આંતરા પૂર્વક રહી શકે છે એમ પણ અભ્યત્તરપરિધિના પ્રમાણ ઉપરથી સ્પષ્ટ થાય છે.