Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
જંબદ્વીપ વિગેરે દ્વીપસમુદ્રોનું પ્રમાણ, આકારવાળા જંબુદ્વીપને ગમે તે સ્થાનેથી મા હોય તે એક છેડાથી બીજા સ્ટામેના છેડા સુધીમાં ૧ લાખ જન થાય. અહિં સમગળ વસ્તુની લંબાઈ અને પહોળાઈનું માપ સરખું જ હોય છે, અને જંબુદ્વીપ તે સમપ્રતરવૃત્ત છે. પરન્તુ વિષમ પ્રતરવૃત્ત એટલે લંબગોળ અર્ધગોળ ઇત્યાદિ આકારવાળો નથી.
તે સમપ્રતરવૃત્ત એવા જંબુદ્વીપને સર્વ બાજુથી વીટાઈને પરિમંડળ આકારે એટલે ચૂડી સરખા વલય આકારે સ્ટavસમુદ્ર રહેલો છે, અહિં જે વસ્તુ ચૂડીના સરખી ગેળ રેખાવાળી હોય, અને મધ્યભાગમાં પિલાણું એટલે તે વસ્તુને અભાવ હોય તે આકાર પરિમંડળ આકાર અથવા વ આકાર કહેવાય છે. તે પ્રમાણે આ લવણસમુદ્ર પણ પરિમંડળ અથવા વલય આકારે છે, અને તે જ બુદ્વીપથી બમણું એટલે બે લાખ જનન માત્ર વિકમ વાળે છે. વલયાકાર વસ્તુની એક બાજુની પહોળાઈ તે ચક્રવાલ વિષ્કભ કહેવાય, જેથી લવણસમુદ્ર પણ જંબુદ્વીપના પર્યન્ત ભાગથી પ્રારંભીને હામે ધાતકી ખંડના પહેલા કિનારા સુધી માપીએ તો બે લાખ યોજન થાય, (પરંતુ એક બાજુ એક લાખ અને બીજી બાજુ એક લાખ મળીને બે લાખ જન છે એમ નહિં.).
જેમ આ ચિત્રમાં વચ્ચે જંબુદ્વીપને ફરતો લવણ સમુદ્ર છે તો જ બદ્રીપ “અ” થી “બ” સુધી અથવા “ખ” થી “ગ” સુધી લાખ યેજન છે, એ વૃત્તવિધ્વંભ, અને લવણ સમુદ્ર “બ” થી ડ અથવા ખ થી ચ સુધી બેલાબ
જન છે, પરંતુ ક થી ડ સુધી તે પાંચ લાખ જન છે. એ બે લાખ વિષ્કભ તે વલયવિષ્કભ અથવા ચક્ર
વાલ વિધ્વંભ જાણો. ત્યારબાદ ધાતકીખંડ તે લવણ સમુદ્રની ચારે બાજુ ફર્ત મંડળાકારે વીટાયેલો છે, અને ચાર લાખ જન વલયવિષ્ક ભવાળે છે, તેને ફરતો આઠ લાખ જનના વલયવિષ્ઠભવાળ કાળદધિ સમુદ્ર છે, તેને ફરતો ૧૬ લાખ યોજન વલયવિખંભવાળો પુષ્કરદીપ છે, ઇત્યાદિ રીતે દ્વીપ અને સમુદ્ર પૂર્વ પૂર્વથી બમણા બમણા વિસ્તારવાળા છે, તેનું કિંચિત્ અધિક સ્પષ્ટ સ્વરૂપ આ આળેખેલા ચિત્રથી માલુમ પડશે ૧૨ છે