Book Title: Khemo Dedrani Veer Bhamashah Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૬ ખિદમતમાં જ હાજર થાઉં છું. બાદશાહ સલામતે મને હમણાં જ યાદ કર્યો છે. સાદુલખાં–શું કંઈ જરૂરી કામ છે? ચાંપસી–કંઈ કહી ન શકાય ! સાદુલખાં– ઠીક વાત છે. તશરીફ લઈ ચાલો. (બન્ને જાય છે. એટલામાં હોકો ગડગડાવતો બંભભાટ આવે છે. અને -). ભાટ-ઉમરાવને જોઈને – તેની સામે ચિરંજીવી હો સાદુલખાં, ક્ષાત્રત્યાગ નિષ્કલંક પ્રધાન.” (પછી શેઠની સામે જોઈને, હાથ લાંબો કરીને) “બરદ કહેં દકાલદોહત્ય, રામેં બંધ છોડણ સમરથ; રામેં થાપના ચ્યારજ રૂપ, જીવો જીવદયા પ્રતિભૂપ. કરણી કુબેર બિરુદ બહુધાર, વડહ€ જગડુ અવતાર.” (ભાટ આ કવિતાને પૂરી કરવા પણ ન પામ્યો, કે સાદુલખાં ક્રોધમાં ને ક્રોધમાં શેઠનો હાથ પકડી આગળ વધે છે. એટલા માટે કે શેઠની કીર્તિનાં કવિત તેને અસહ્ય થાય છે. બન્ને બાદશાહની ખિદમતમાં હાજર થાય છે.) પ્રવેશ ૨જો. (સ્થાન–સુલતાન મહમ્મદ બેગડાનો દરબાર. પાત્ર–બાદશાહ, વજીર, મંત્રી, અન્ય કર્મચારી, ચાંપસી શેઠ અને સાદુલખાં ઉમરાવ.) (છડીદાર છડી પોકારે છે. દરબાર ભરાય છે. દરેક પોતપોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36