Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/004914/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી - ૨ , AAAAAAA C0000 G ખેમો દેદરાણી વીર ભામાશા AAAAAAAAAA MYYY જયભિખ્ખુ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૧ [કુલ પુસ્તક ૧૦] ૧. તીર્થકર શ્રી ઋષભદેવ, ભરત – બાહુબલી ૨. તીર્થકર શ્રી મહાવીર, તીર્થકર શ્રી પાર્શ્વનાથ ૩. આચાર્ય શ્રી જંબુસ્વામી, આર્દ્રકુમાર ૪. મહાસતી અંજના, સતી ચંદનબાળા ૫. કાન કઠિયારો, અક્ષયતૃતીયા, સત્યનો જય ૬. રાજા શ્રીપાળ, શેઠ જગડુશાહ ૭. મુનિશ્રી હરિકેશ, આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૮. રાણી ચેલ્લણા, અમરકુમાર ૯. અર્જુન માળી, ચંદનમલયાગિરિ ૧૦. મહારાજા કુમારપાળ, વસ્તુપાળ-તેજપાળ, મહાત્મા દઢપ્રહારી Page #3 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખુ જન્મશતાબ્દી ગ્રંથાવલિ જૈન બાલગ્રંથાવલિ : શ્રેણી ૨ ખેમો દેદરાણી વીર ભામાશા સંપાદક જયભિખ્ખુ નાભિ Tay લા સત્ય – શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭ પુ.૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ Jain Balgranthavali Shreni-2 Ed. by Jaybhikhkhu Published by Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380 007 આવૃત્તિ : જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ, ૨૦૦૮ ISBN : 978-81-89160-95-1 કિંમત : રૂ. ૧૫ ૧૦ પુસ્તિકાના સેટની કિંમત રૂ. ૧૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી) શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ -૩૮૦ ૦૦૭ મુખ્ય વિક્તા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ | ગૂર્જર એજન્સીઝ પ૧-૨, રમેશપાર્ક સોસાયટી, રતનપોળ નાક સામે, ઉસ્માનપુરા, ગાંધી માર્ગ, અમદાવાદ -૩૮૦ ૦૧૩ અમદાવાદ -૩૮૦ ૦૦૧ ફોન : ૨૭૫૫ ૧૭૦૩ ફોન : ૨૨૧૪ ૯૬૬૦ મુદ્રક ક્રિષ્ના ગ્રાફિક્સ, નારણપુરા ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ Page #5 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી પાત્રો (સાદુલખાં : ચાંપાનેરનો ઉમરાવ, ખંભભાટ : ચાંપાનેરનો ભાટ, બાદશાહઃ ચાંપાનેરનો સુલતાન, વજીરજી મંત્રી, ચાંપસી મહેતા ચાંપાનેરના નગરશેઠ, પદમશી, ટોકરશી, વીરદાસ, ધરમશી, કેશવજી, લાલજી, તેજો શાહ, સારંગ મહેતો : ચાંપાનેરનું મહાજન. ખેમો દેદરાણી અને ખેમાના પિતા : હડાળાના દાનવીર) પ્રવેશ ૧ લો. (સ્થાન–ચાંપાનેરની બજાર. પાત્ર–ચાંપસી મહેતા, સાદુલખાં ઉમરાવ અને બંભભાટ, ચાંપસી શેઠ પોતાની દુકાનેથી ઊઠીને બાદશાહ મહમ્મદ બેગડાના દરબારમાં જઈ રહ્યા છે. માર્ગમાં સાદુલખાં ઉમરાવ મળે છે.) સાદુલખાં- (સલામ કરતો) આદાબર્જ, મિજાજ શરીફ ? ચાંપસી– ફરમાવો તો ખરા. તશરીફ આમ કઈ તરફ ? સાદુલખાં–બાદશાહ સલામતની તહેનાતમાં. ચાંપસી–ઠીક, ત્યારે તો પધારો. હું પણ હજૂરની Page #6 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૬ ખિદમતમાં જ હાજર થાઉં છું. બાદશાહ સલામતે મને હમણાં જ યાદ કર્યો છે. સાદુલખાં–શું કંઈ જરૂરી કામ છે? ચાંપસી–કંઈ કહી ન શકાય ! સાદુલખાં– ઠીક વાત છે. તશરીફ લઈ ચાલો. (બન્ને જાય છે. એટલામાં હોકો ગડગડાવતો બંભભાટ આવે છે. અને -). ભાટ-ઉમરાવને જોઈને – તેની સામે ચિરંજીવી હો સાદુલખાં, ક્ષાત્રત્યાગ નિષ્કલંક પ્રધાન.” (પછી શેઠની સામે જોઈને, હાથ લાંબો કરીને) “બરદ કહેં દકાલદોહત્ય, રામેં બંધ છોડણ સમરથ; રામેં થાપના ચ્યારજ રૂપ, જીવો જીવદયા પ્રતિભૂપ. કરણી કુબેર બિરુદ બહુધાર, વડહ€ જગડુ અવતાર.” (ભાટ આ કવિતાને પૂરી કરવા પણ ન પામ્યો, કે સાદુલખાં ક્રોધમાં ને ક્રોધમાં શેઠનો હાથ પકડી આગળ વધે છે. એટલા માટે કે શેઠની કીર્તિનાં કવિત તેને અસહ્ય થાય છે. બન્ને બાદશાહની ખિદમતમાં હાજર થાય છે.) પ્રવેશ ૨જો. (સ્થાન–સુલતાન મહમ્મદ બેગડાનો દરબાર. પાત્ર–બાદશાહ, વજીર, મંત્રી, અન્ય કર્મચારી, ચાંપસી શેઠ અને સાદુલખાં ઉમરાવ.) (છડીદાર છડી પોકારે છે. દરબાર ભરાય છે. દરેક પોતપોતાના Page #7 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી સ્થાને બેસે છે.) બાદશાહ–વજીર! સંભળાવો, આજકાલ શહેરની શી હાલત છે? વજીર-હજૂરના ઇકબાલથી પ્રજા આનંદમાં છે. બાદશાહ–મંત્રીજી કહેતા હતા કે ગુજરેલી સાલમાં પાણી કમ વરસ્યું હતું, એટલા માટે અત્યારથી પાણીની તંગી થઈ રહી છે. શું એ વાત સાચી છે ? કેમ, મંત્રીજી, શી હકીકત છે? મંત્રી–જી હજૂર, બિલકુલ ઠીક છે ! વજીર– એ વાત મારા સાંભળવામાં પણ આવી છે, પરંતુ હજૂરની મહેરબાનીથી એનો બહુ જલદી બંદોબસ્ત થઈ જશે. (સિપાહી પ્રવેશ કરે છે, અને કહે છે.) સિપાહી–ચાંપસી શેઠ અને ઉમરાવ સાદુંલખાં સાહેબ ખિદમતમાં હાજર થવા ચાહે છે. બાદશાહ–આવવા દ્યો. ચાંપસી–(વાંકા વળી બાદશાહને ત્રણ વાર સલામ કરતાં) બાદશાહ સલામત, ઘણું જીવો ! કંઈ હુકમ ! બાદશાહ--શેઠજી, આપનું એક જરૂરી કામ પડ્યું છે. ચાંપસીસરકારની ખિદમતમાં સેવક દરેક રીતે તૈયાર છે. બાદશાહ–આપ જાણો છો કે ગઈ સાલ પાણી કમ વરસ્યું Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૬ હતું, જેના લીધે અત્યારથી જ પાણીની તંગી દેખાઈ રહી છે. અત્યારે અગર પાણીનો બંદોબસ્ત નહિ કરવામાં આવે તો જાનવરો મરી જશે, અને ધીરે ધીરે ઇન્સાનોને પણ મોટી તકલીફ ઉઠાવવી પડશે. અનાજ પણ પૂરું પાડ્યું નથી. લોકો હાહાકાર કરી રહ્યા છે. ગમે તેમ, પણ અત્યારે તો હું ચાહું છું કે-પાણી અને અનાજનો બહુ જલદી ઇંતજામ થવો જોઈએ. - સાદુલખાં–(ભાટની તારીફથી બળેલો) હજૂર, નગરશેઠ આ કાર્યને હાથમાં લે તો બહેતર છે. બાદશાહ–જરા કડકાઈમાં) હું કહી શું રહ્યો છું? એ જ કે ચાંપસી શેઠને સમજાવી એનો જલદી બંદોબસ્ત કરવામાં આવે. ચાંપસી–બાદશાહ સલામત, હજૂરના હુકમ પ્રમાણે ઇંતેજામ કરવાને માટે આ નાચીજ બંદો તૈયાર છે. બાદશાહ–બહુ સારું તો આપ જેમ બને તેમ જલદી ઇંતેજામ કરો. હવે આપ જઈ શકો છો. (ચાંપસી મહેતા બાદશાહને સલામ કરીને જાય છે. તે પછી સાદુલખાં બાદશાહને અર્જ કરે છે.) સાદુલખાં આ બંદો સરકારને એક અર્જ કરવા ચાહે છે. બાદશાહ–ખુશીથી કહી શકો છો. સાદુલખાં– બાદશાહ સલામત, પેલો બંભભાટ બાદશાહ સલામતનો આપેલો ગિરાસ ખાય છે; અને તારીફ તો Page #9 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી વાણિયાઓની કરે છે. એનો જવાબ એની પાસેથી જરૂર લેવો જોઈએ. બાદશાહ– ચમકીને) અરે, કોઈ છે હાજર ? સિપાહી–બાદશાહ સલામત બાદશાહ–બોલાવો ભાટને, [સિપાહી જો હુકમ કરી જાય છે. બાદશાહ અને વજીર આપસમાં કિંઈ વાતચીત કરે છે. એટલામાં સિપાહી ભાટને હાજર કરે છે. ભાટ બાદશાહની બિરુદાવલી બોલે છે.] સિંહાસન આસન રહે, સહ ન દુઃખની લાગ; ચંદ્રકલાસે ચૌગુનો, ઉદે રહે નિત ભાગ. વજીર–બારોટજી, આપ બાદશાહ સલામતની તારીફ કરો, એ તો વાજબી છે, પરંતુ સાથે સાથે બક્કાલોની તારીફ કરો છો તેનું શું કારણ? શું બાદશાહ અને શાહ સરખા છે? ભાટ–સરકાર સલામત, ગુનો માફ થાય, પણ અમે ખોટું બોલતા નથી. અમે શાહોની જે તારીફ કરીએ છીએ તે તેમને લાયક જ છે. તે વાણિયાઓના પૂર્વજોએ જે કામો કર્યા છે, તે બીજો કોણ કરી શકે તેમ છે? હજૂર, તેમના પૂર્વજોમાં એક જગડુશાહ થઈ ગયા છે, તેમણે ઘણાં મોટાં મોટાં કામો કર્યા છે. અમારા વહી ચોપડામાં લખ્યું છે કે પનરોતરા (૧૩૧૫)ના દુકાળમાં તેમણે દુનિયાને અન્ન પૂરું પાડીને લાખો જીવોને બચાવ્યા હતા. અન્નદાતા, જતિ-સતી–રંક–રાવઃ દરેકની Page #10 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- લાજ તેમણે રાખી હતી. અને સરકારને શી અર્જ કરું? પનરોતરા કાળે તે દિવસથી સોગન ખાધા, કે હવે હું ફરીથી દુનિયામાં નહિ આવું. ખરેખર, એવો દુકાળ પાછો દુનિયામાં પડ્યો પણ નથી. બાદશાહ સલામત, જગડુશાહને તે સમયથી દકાલદોહત્ય'નું બિરુદ મળ્યું છે, અને તેથી જ અમે તેમની તારીફ કરીએ છીએ. બાદશાહ–(ગુસ્સામાં આવીને) બારોટ, વાણિયાઓની તારીફ તમે બહુ કરી, પરંતુ તે તારીફ સાચી કરી બતાવવાનો સમય આવી પહોંચ્યો છે. દેશની કેવી હાલત છે, એ તો તમે જાણતા જ હશો. તપાવેલા તાંબા જેવું આકાશ છે. બાદલ બરસતાં જ નથી. ઠંડી હવા ફૂંકાયા કરે છે. આ વર્ષે પણ દુકાળ દેખાય છે. આવી હાલતમાં તમારા શાહો'ને કહો કે તેઓ એક વર્ષ સુધી લોકોને અનાજ પૂરું પાડે. નહિ તો તમે અને તેઓ બન્ને ગુનેગાર ગણાશો. મતલબ, તેમની “શાહ” પદવી લઈ લેવામાં આવશે, અને તમને પણ સજા કરવામાં આવશે. ભાટ–બાદશાહ સલામત, બંભ કહે અંબફલ કબહી, કડુવા રસ ક્યમ હોવે; કપડે સૂતકે સુંદરું રે, કોઈ ધોબી આગમાં ન ધોવે. સત્યવતી સત્યવાચા પાલે, નક્ષત્રી મારગ ચૂકે; કહે વારિક કુલવટ ભાટ હૈ, મહાજન બિરુદ ન મૂકે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી સરકાર, આપની દયાથી બધું સારું જ થશે. સરકાર–ઠીક, તો જાઓ ને આ સૂચના તમારા શાહો'ને કહો [ભાટ સલામ કરી રવાના થાય છે અને બાદશાહ દરબાર બરખાસ્ત કરે છે.] પ્રવેશ ૩જો. [સ્થાન–મહાજનવાડી. પાત્ર–ચાંપશી શેઠ આદિ મહાજનના આગેવાનો તથા ભાટ.] [મહાજનવાડીમાં ચાંપસી શેઠની અધ્યક્ષતામાં મહાજન એકત્રિત થયેલ છે. બંભભાટ પ્રવેશ કરે છે, અને બિરુદાવલી બોલે છે.] મહાજન અસમેં સમો કરે, કરે તે ઉત્તમ કાજ; આગમ બુદ્ધિ વાણિયા, સો મેં દીઠા આજ. સીતાહરણ રાવણમરણ, કુભકરણ ભડ અંત; એતા જો આગે હુવા, વિણ મહેતા મતિવંત લીએ દીએ લેખે કરી, લાખ કોટિ ધરનાર; વણિક સમો કો અવર નહિ, ભરણ ભૂપ ભંડાર ગુણ સમરથ ગૂઢારથી, સાહામાં સમરથ; વધે નિપાયા વાણિયા, સેંકાને સમરથ. જય થાઓ, બાપુની જય થાઓ. (આમ તારીફ કરી આગળ કહે છે...) Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨૬ - - આપની બિરુદાવલીઓથી બાદશાહ સલામત બહુ નારાજ થયા છે. બાદશાહે ફરમાવ્યું છે કે “કાં તો મહાજન આખું વર્ષ અન્નદાન આપીને લોકોની રક્ષા કરી “શાહ'પદ સાચું કરી બતાવે, અને નહી તો પોતાનું બિરુદ છોડી દે.” ચાંપસી મહેતા–(જોશીલા અવાજથી-સોને ઉત્તેજિત કિરતા) ભાઈઓ, આજે સ્વમાનની રક્ષાનો પ્રશ્ન આપણી સામે આવીને ખડો થયો છે. આપણાં વખાણ સાંભળીને બાદશાહ કોપિત થયેલા છે એ તમે સૌ જાણો જ છો. આવી સ્થિતિમાં આપણે તેમની મરજી પ્રમાણે કાર્ય નહિ કરીએ તો, એ નક્કી છે કે બાદશાહ આપણું “શાહ બિરુદ ખેંચી લેશે. આપણા પૂર્વજોએ જે મોટાં કાર્યો કર્યા છે, તે ઇતિહાસના પાનાંઓ પર સુવર્ણાક્ષરે લખાયેલાં છે. શું આપ સૌ ભાઈઓને માલૂમ નથી કે કેવળ એક કબૂતરને બચાવવા માટે ભગવાન શાંતિનાથના જીવે પોતાનું માંસ આપવાનું મંજૂર કર્યું હતું ? શ્રેણિક મહારાજના સમયમાં ધર્મની નિંદા ન થવા દેવાના કારણે સાધુએ પોતાનો વેશ પણ બાળી દેવાનું સાહસ કર્યું હતું, એ શું તમે ભૂલી ગયા છો ? તે સિવાય જગડુશા, વસ્તુપાલ તેજપાલ, કુમારપાળ વગેરે તથા કાલકાચાર્ય અને હેમચંદ્રાચાર્યનાં પ્રભાવક ચરિત્રો શું તમારાથી અજાણ્યાં છે? તે પૂર્વજોએ ધર્મની રક્ષા અને દેશબંધુઓને આફતથી બચાવવા Page #13 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી માટે કેટલું કેટલું કર્યું હતું? જરા ઇતિહાસ તપાસો. જ્યારે જ્યારે દેશ ઉપર આફતો આવી છે, ત્યારે ત્યારે આપણા જ પૂર્વજોએ દેશની રક્ષા કરવા કમર કસી છે, રાજા મહારાજાઓને રાજ્ય સ્થાપન કરવામાં આપણા જ પૂર્વજો મદદગાર થયા છે. આપણી સહાનુભૂતિ અને મદદ સિવાય કયો રાજા પોતાની સત્તા શોભાવી શક્યો છે? ભાઈઓ, આપણા પૂર્વજોને પરોપકારનાં કાર્યો સિવાય કોઈ કાર્ય જ કરવું નહોતું સૂઝતું. પદમશી–(ચાંપસીશેઠ તરફ જોઈને) આપનું કહેવું બિલકુલ સત્ય છે, પરંતુ એક વર્ષ સુધી લાખો મનુષ્યોનું પોષણ કરવાની આપણામાં શક્તિ ક્યાં છે? મહિના-પંદર દિવસનું કામ હોય તો વાત જુદી છે. ટોકરશી–બરાબર છે. આમાં તો હજારો નહિ, અને લાખો, નહિ નહિ, બલકે ક્રોડો રૂપિયા જોઈએ. ચાંપસી–ભાઈઓ, હિમ્મત રાખો. ધર્મના પ્રભાવથી બધું સારું જ થશે. બાદશાહે આપણને એક મહિનાની મુદત આપી છે. તે દરમિયાન આપણે જુદાં જુદા ગામોમાં ફરીને ટીપ કરીએ. શરૂઆત આપણા ગામથી કરો. [[મહાજન પોતાના ગામની ટીપ શરૂ કરે છે. એક પછી એક લખાવતા જાય છે. કોઈ એક દિવસ, કોઈ બે, કોઈ ચાર, કોઈ છે, એમ લખાવવા લાગ્યા. બધાએ લખાવી લીધા પછી ] ચાંપસી–ટીપનો કાગળ હાથમાં લઈને) ઠીક છે, જુઓ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨. જેન બાલગ્રંથાવલિ શ્રેણી ૨૬ ભાઈઓ, આપણે ત્યાંથી ચાર મહિનાનો બંદોબસ્ત થઈ ગયો છે. હજુ આઠ માસનો બંદોબસ્ત કરવો બાકી રહ્યો. અને તે માટે આપણે મોટાં શહેરોમાં ટીપ કરવા બહાર જવું જોઈએ. કહો, કોણ કોણ બહાર જવાને તૈયાર છે? [બધા ચૂપ રહે છે. કોઈ કંઈ બોલતું જ નથી.] પદમશી– કેમ ભાઈઓ, સહુએ ચાલીસ લોગસ્સનો કાઉસગ્ન કર્યો કે મોંમાં મગ ભર્યા છે કે શું ? કેમ કોઈ કંઈ બોલતા નથી? કેમ વીરદાસ કાકા, તમે તો જવાને તૈયાર છો ને ? વીરદાસ–અરે પદમશી, તું શું જાણતો નથી, આજકાલ દુકાન ઉપર કોઈ છે નહિ. બધું કામ મારે જ સંભાળવું પડે છે. આ પેલા કેશવજીશેઠને કેડ બંધાવો ને ! એ જાય તો જરા લોકો ઉપર વજન તો પડે. ધરમશી–(જરા હસીમાં) કેશવજીકાકાનું વજન! કેશવજીકાકાનું વજન જેના ઉપર પડશે, એ પાછો ઊભોય શાનો થશે ? જરા જુઓ તો ખરા? પાંચ મણ ને પાંચ પાંચશેરી? કેશવજી અરે ભાઈ, હું તો એક ઠેકાણે બેસાડી રાખ્યો જ કામનો છું. નહિ તો આવાં કામોમાં હું ઝાલ્યો રહું ખરો! નાણું મળે, પણ ટાણું ક્યાં મળે છે! પણ આ ધરમશી... ધરમશી– હા કાકા હા, મારી જવા માટે ક્યારે ના છે? Page #15 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી ૧૩ પણ હમણાં જરા થોડા દિવસથી બીમાર રહું છું, ખાવાપીવાની ચરી ચાલે છે. વળી વૈદ્યરાજે ક્યાંય બહાર જવા-આવવાની ના પાડી છે, એટલે લાચાર છું. પદમશી– કેમ લાલજીકાકા, આપ તો તૈયાર છો ને? લાલજી–શું તને ખબર નથી કે તારી કાકીને આજકાલમાં બાળ-બચ્ચું થવાનું છે. કહે શી રીતે બહાર જઈ શકું? પદમશી– પણ કાકાબાળ – બચ્યું તો મારી કાકીને થવાનું છે, તમને તો................( વરમાં જ) ધરમશી– લે રહેવા દે હવે. [આવી રીતે એક પછી એક બહાર જવાને ના પાડે છે અને ઊઠવાનું કરે છે. એટલે પછી ચાંપસીશેઠ કહે છે] ચાંપસી–અફસોસ. આમ કસોટીના સમયમાં પણ થોડા દિવસોને માટે કોઈ ઘર છોડવાને તૈયાર થતું નથી. રાજાનો હુકમ થાય કે ફલાણા કામ માટે તમારે બે મહિના માટે બહાર જવું પડશે, તો આપણે વાંકા રહીને ભટકીએ, પછી ઘર-બહારનું કે બૈરાં-છોકરાંનું ગમે તે થાય. બીમાર પડીએ તો છ-બાર મહિના ખાટલામાં આળોટ્યા કરીએ, પછી વ્યાપાર-રોજગારનું ગમે તે થાય ! શું એ શરમની વાત નથી કે – સ્વમાનની રક્ષાને માટે – દેશબંધુઓની સેવાને માટે વધારેમાં વધારે એક મહિના જેટલો સમય પણ કોઈ બહાર Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૬ નીકળવા તૈયાર નથી થતું? ત્યારે શું તમે બધા એમ ચાહો છો, કે આપણા પૂર્વજોએ જે કંઈ સન્માન પ્રાપ્ત કર્યું છે, તે છોડી દેવું? શું આપણે બધા આપણા પૂર્વજોની કીર્તિ પર પાણી ફેરવવા એકઠા થયા છીએ ? સૌ બોલી ઊઠે છે. હું તૈયાર છું, હું જવા માટે તૈયાર છું. પદમશી નામ લખે છે. ચાંપસી મહેતા, સારંગ મહેતા તેજો, શાહ, લાલજીકાકા અને વીરદાસ કાકા આ પાંચ નામો નક્કી કરવામાં આવે છે. સૌ ઊઠે છે ને બોલે છેઃ “બોલો જૈન શાસનની જય.] - પ્રવેશ: થો. સ્થિાન- હડાળા ગામમાં ખેમા દેદરાણીનું અતિ જીર્ણ ઘર. પાત્રચાંપાનેરનું પંચ, ખેમો દેદરાણી અને તેનો વૃદ્ધ પિતા) [ગામને પાદર થઈને ચાંપાનેરનું મહાજન પસાર થાય છે. ખેમા દેદરાણીને ખબર પડે છે. તે ગામ બહાર આવીને મહાજનને બે હાથ જોડીને કહે છે–] ખેમો–મેલાંઘેલાં કપડાંમાં, જુહાર, શેઠસાહેબો જુહાર! બધા– જુહાર, ભાઈ જુહાર. લાલજી– જરા મજાકમાં કેમ શેઠ ક્યાં રહો છો? ખેમો– જી, સાહેબ, હું આ ગામમાં રહું છું. આ ગામનું નામ હડાળા છે. અહીં શ્રાવકમાં આ ગરીબનું એકલાનું જ ઝૂંપડું છે. શેઠસાહેબો, મારી એક વિનંતી છે. વીરદાસ–લાલજીના કાનમાં, ભૂખ્યાને ત્યાં આ વળી Page #17 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી ૧૫ ઉપવાસી કયાંથી આવ્યો ?) (પ્રકટ) શું છે તારે ? તારે વળી શી વિનંતી કરવી છે ? ખેમો—શેઠસાહેબ, મારી વિનંતી સ્વીકારશો તો હું આપનો ઉપકાર માનીશ. તેજો શાહ–અરે ભાઈ, ઉપકા૨ની વાત તો ઠીક, પણ અમારા ગળામાં આફત વળગી છે, એને તો તમે જાણતાય નથી. ખેમો—હાં શેઠસાહેબ, આપ સાચું કહો છો. આપ શા માટે બહાર નીકળ્યા છો, એની મને કંઈ ખબર નથી, પણ મારું કહેવું એ છે કે આપ મુજ ગરીબની ઝૂંપડીમાં પધારો અને જે કંઈ છાશ-ભ૨ડકું મારાથી બની શકે, તેને આરોગીને પછી પધારો, એટલી જ મારી વિનંતી છે. તેજો શાહ–(મનમાં) ત્યારે એમ કે'ને, નકામી ‘વિનંતી’ ‘વિનંતી’ કરીને હેરાન કેમ કરે છે ? (પ્રકટમાં) ઠીક છે, કેમ મહેતા (ચાંપસીશેઠની સામે જોઈને) ચાલીશું ને ? જરા બપોરા ગાળીને પછી ત્રીજા પહોરે આગળ ચાલીએ. ચાંપસી–ઠીક, બધાની ઇચ્છા હોય તો ચાલો. આ બિચારો સ્વામીભાઈ પ્રાર્થના કરે છે તો એની પણ વિનંતી માનવી જોઈએ. [સૌ ખેમા દેદરાણીને ત્યાં જાય છે. ખેમો સત્કારપૂર્વક સાકરનો શીરો અને અનેક પ્રકારના પદાર્થો તૈયાર કરી જમાડે છે. બધા ખૂબ ખાઈ ને પેટે Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - હાથ દેતાં વાતો કરે છે. ખાવાની બાબતમાં એકબીજાની મશ્કરી કરે છે. ભોજન પછી ખેમો બધાને દુકાન ઉપર બેસાડી થોડા વખત માટે પોતાના પિતા પાસે જાય છે. તે વખતે આ બધા આપસમાં વાતો કરે છે. ] ૧૬ સારંગ મહેતો—અલ્યા ભાઈ. આ વાણિયો દેખાય છે તો ભૂખડી બા૨સ જેવો, અને આટલાં માલપાણી બનાવ્યાં ક્યાંથી ? ઘરમાં તો હાંલ્લાં હડીઓ કાઢતાં હોય એવું દેખાય છે. ચાંપસીભાઈઓ, ગરીબનાં ઘરોમાં ભક્તિ વધારે રહે છે. આપણું આવવું એને મન તો મોટા આનંદનું કા૨ણ થયું છે. [એટલામાં ખેમો દેદરાણી આવે છે.] ખેમો—શેઠસાહેબો, આપ કયા શુભ કાર્ય માટે આ તરફ પધાર્યા છો, તે અગર હ૨કત ન હોય તો કૃપા કરી જણાવશો. ચાંપસી અમે ટીપ કરવા માટે નીકળ્યા છીએ. બાદશાહે એવો હુકમ ફરમાવ્યો છે કે “આ દુકાળમાં આખું વર્ષ તમે પ્રજાનું પાલન કરો. જો તેમ નહિ કરો તો તમારું ‘શાહ’પદ ખેંચી લેવામાં આવશે.” અમે અમારા ગામમાં ટીપ કરી, તેમાં ચાર મહિનાનો બંદોબસ્ત થયો. અમે પાટણ ગયા. ત્યાંના સંઘે બે મહિનાનો બંદોબસ્ત ક૨વાનું સ્વીકાર્યું, અને ધોળકાના મહાજને દશ દિવસ લખાવ્યા. એમ છ મહિના ને દશ દિવસનો બંદોબસ્ત થયો. હજુ ઘણા દિવસો બાકી છે, અને બીજી ત૨ફ બાદશાહે અમને એક મહિનાની મુદત આપી હતી, તેમાંથી Page #19 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી ૧૭ વીસ દિવસ તો આમ ફરવામાં પૂરા થઈ ગયા. હવે દશ દિવસ જ બાકી છે. એટલી મુદતમાં ક્યાં જવું અને બાકીનું ખર્ચ કેવી રીતે ભેગું કરવું, એની ચિંતા થઈ રહી છે. ખેર, શાસનદેવની કૃપાથી બધું સારું થશે. ઠીક તો હવે અમે ઊપડીએ ? તમે તો અમારી ઘણી જ ભક્તિ કરી છે. કોઈ વખત ચાંપાનેર આવવું થાય તો જરૂ૨ અમારે ત્યાં પધારજો. ખેમો—શેઠજી, આજ તો આ ગરીબના ઘરે જ નિવાસ કરો. મારા પિતાજી, કે જેઓ ઘણા વૃદ્ધ છે, તેમણે પણ આપનાં દર્શન હજુ નથી કર્યાં. સારંગ મહેતા-ખેમાશેઠ, તમે અમારી ઘણી ભક્તિ કરી છે, હવે તો અમને રજા મળવી જોઈએ. ખેમો- શેઠ, મારા જેવો ગામડિયો ગરીબ વાણિયો આપની શી ભક્તિ કરી શકે તેમ હતો ? પણ મારી એક પ્રાર્થના છે અને તે એ કે-આપ જે ટીપને માટે બહાર નીકળ્યા છો તેમાં મા૨ી પણ ‘ફૂલ નહિ ને ફૂલની પાંખડી’નો સ્વીકાર કરશો તો હું મારી જાતને ધન્ય માનીશ. તેજોશાહ–( જરા મજાકમાં ) હાં હાં શેઠ, આપવું હોય તે આપો ને. અમારે તો અત્યારે તેલનો છાંટો પણ સવામણ ઘી જેવો છે. [ચાંપસીશેઠ ટીપનું કાગળિયું ગજવામાંથી કાઢી તેમાં સૌથી છેલ્લું ખેમા દેદરાણીનું નામ લખી તે ખેમાના હાથમાં આપે છે.] Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-, ખેમ–જોઈને) આપની આજ્ઞા હોય તો આ કાગળો હું મારા પિતાજીને બતાવવા લઈ જાઉ? ચાંપસી– જરૂર લઈ જાઓ. એમાં શી હરકત છે? ખેમો કાગળ લઈને જાય છે. એટલામાં સામેથી ખેમાનો પિતા લાકડીના આધારે ધીરે ધીરે ચાલતા કાંપતાં કાંપતાં આવે છે.] વૃદ્ધ-જુહાર, શેઠસાહેબો જુહાર. બધા– જુહાર, શેઠ જુહાર, (બધામાંથી એક ચાંપસીશેઠ) પધારો શેઠ પધારો. આપે શા માટે તકલીફ લીધી? અમે આપનાં દર્શન કરવા આવવાના જ હતા. વૃદ્ધ-ભાઈઓ, મારે ત્યાં આપનાં ચરણ કયાંથી? ખેમો– પિતાજી, ચાંપાનેરનું આ મહાજન ટીપ કરવા માટે બહાર નીકળેલ છે. બાદશાહે હુકમ કર્યો છે કે આ દુકાળમાં આખું વરસ પ્રજાનું પાલન કરો, અને નહીં તો તમારી શાહી પદવી છોડી દો. આ બધા શેઠિયા પાટણ વગેરે ફરતાં ફરતાં અહીં પધાર્યા છે. છ મહિના ને દસ દિવસનો બંદોબસ્ત થયો છે. આપણા તરફથી પણ તેમાં કંઈ મદદ કરવી જોઈએ. વૃદ્ધ–બેટા ખેમા, તું મને શું પૂછે છે? તું શું નથી જાણતો ? ભાઈ, ધન શું કોઈની સાથે ગયું છે? ધન તો સારાં કામોમાં વાપર્યું જ કામનું છે. અવસર મળે ધનની સાર્થકતા કરી લેવી જોઈએ. આવો અવસર પાછો ક્યારે આવશે? અત્યારે જો તેં કંઈ ન કર્યું તો લક્ષ્મી ચાંલ્લો કરવા આવે અને મોં ધોવા Page #21 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી જવા જેવું જ થશે; એટલા માટે ઉદાર દિલ રાખીને જે કંઈ કરવું હોય તે ખુશીથી કરી લે. ખેમો–મહાજનની સામે હાથ જોડીને) શેઠસાહેબો, આ ગરીબ સેવકની ઇચ્છા છે કે આનો લાભ તો મને જ આપવામાં આવે. ચાંપસી–એનો અર્થ અમે ન સમજ્યા. ખેમો–મારી પ્રાર્થના છે કે એક વર્ષ સુધી આપણા દેશની માનવ અને પશુજાતિની સેવા કરવાનું કામ મને જ સોંપવામાં આવે. આપ સૌ શેઠસાહેબોને તો દાન-પુણ્ય કરવાના ઘણાય પ્રસંગો મળી જાય છે, પરંતુ મારા જેવા ગામડામાં રાતદિવસ રહેવાવાળા કમભાગ્યને એવા પ્રસંગો ક્યાંથી મળે? એટલા માટે આ કાર્યનો લાભ જો મને આપશો તો હું મારા આત્માને ધન્ય માનવા સાથે આપનો ખૂબ ખૂબ આભારી થઈશ. - ખેમાની સામે બધા ટગર ટગર જોઈ રહ્યા. બધા સ્તબ્ધ થઈ ગયા, આ શું બોલે છે! મેલાં અને ફાટેલાં કપડાં, કંગાળ હાલત, ઘરમાં માણસને બેસવા જેટલીયે જગ્યા નહિ વગેરે વિચારો સૌના મનમાં ઊઠવા લાગ્યા, પછી ] ચાંપસી–(આશ્ચર્યયુક્ત) ખેમચંદશેઠ, ધન્ય છે તમારા પિતાને અને ધન્ય છે તમારી માતાને, અને ધન્ય છે તમારી લક્ષ્મીને ! પવિત્ર ભારતમાતા અત્યારે પણ આવા નમ્રતાના અવતાર, સરળ સાદા દાનવીરોને પોતાના ખોળામાં રમાડી રહી છે એ જોઈને કોને હર્ષ નહિ થાય વારુ? સ્વમાન અને Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - સ્વધર્મની રક્ષા કાજે—દેશબંધુઓને આફતમાંથી બચાવવા માટે પોતાનું સર્વસ્વ યાહોમ કરી દેવાવાળા, લક્ષ્મીને તૃણસમાન ગણવાવાળા આવા મહાદાનવીરો ભારતમાં આજ પણ મોજૂદ છે. ઓ ભારતમાતા ! હજારો વાર તને નમસ્કાર છે. અને તારાં ચરણોમાં અમે વારંવાર મસ્તક ઝુકાવીએ છીએ. શેઠજી, અમે આપની ઇચ્છાનો સહર્ષ સ્વીકાર કરીએ છીએ. અને આપ જેવા દાનવીર જૈનબંધુ આપણી જાતિમાં વિદ્યમાન છે. એટલા માટે જાતિની દૃષ્ટિએ મોટા ગૌરવની વાત સમજીએ છીએ. હા એક પ્રાર્થના અમારી પણ સ્વીકારો. ખેમો—શી આજ્ઞા છે ? ચાંપસી—આપ બાદશાહના દરબારમાં પધારો. ખેમો—હું આવવાને તૈયાર છું. (સૌ જાય છે.) પ્રવેશ ૫ મો. (સ્થાન–બાદશાહનો દરબારઃ પાત્ર-બાદશાહ, વજીર, મંત્રી, સાદુલખાં, ભાટ, મહાજન, ખેમો દેદરાણી વગેરે) (બાદશાહનો દરબાર ભરાયો છે. મહાજન ભાટ અને ખેમાશેઠને લઈને આવે છે. છડીદાર છડી પોકારે છે.) બાદશાહ–કેમ, ચાંપસીશેઠ શું કર્યું ? ચાંપસી–બાદશાહ સલામત ! આપના હુકમ પ્રમાણે · Page #23 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી અમારી કોમના આ શેઠે (મેલાં કપડાં પહેરેલા ખેમાશેઠને બતાવતાં) ૩૬૦ દિવસ સુધી પોતાના તરફથી જ પ્રજાનું પાલન કરવાનું મંજૂર કર્યું છે. (આખો દરબાર ખેમાશેઠની સામે જોઈ રહે છે.) બાદશાહ–કેમ શેઠ, કંઈ હાંસીમજાક તો નથી કરતા ને ? ચાંપસી—ખુદાવંદ, આપની ખિદમતમાં શું હાંસીમજાક થઈ શકે ? હું સાચેસાચું કહું છું કે આ શેઠે એક વરસ સુધી પ્રજાનું પાલન કરવાની ઉદારતા બતાવી છે. ૨૧ બાદશાહ–(ખેમાની સામે જોઈને) શેઠ, આપનું નામ શું ? ખેમો—સ૨કા૨, મારું નામ ખેમો દેદરાણી છે. બાદશાહ–કયાં રહો છો ? ખેમો–અન્ધાતા, હું હડાળાનો રહેવાસી છું. બાદશાહ–ત્યારે શું આપ એક વર્ષ સુધી પ્રજાનું પાલન કરશો કે ? ખેમો આપની દયાથી; પિતાજીની આજ્ઞા થઈ છે. બાદશાહ–શું આપના પિતાજી જીવે છે? ખેમો—જી હા, બાદશાહ–કેટલી ઉંમર છે ? ખેમો—નવાણું વર્ષમાં લગભગ અઢી મહિના બાકી છે. બાદશાહ--આપની ઉંમર કેટલી છે? Page #24 -------------------------------------------------------------------------- ________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-, ખેમો–મારી તો હજુ એંશીમાં ૧-૨ વર્ષ કમ છે. બાદશાહ–હા, તમારું શરીર જોતાં તો એટલી ઉમર માલુમ નથી પડતી. ખેમો–આપની દયાથી. બાદશાહ– શેઠ, તમારે ત્યાં ગામ કેટલા છે? ખેમો–અન્નદાતા, બે. બાદશાહ- કયાં કયાં? ખેમો–પાલી અને પળી. બાદશાહ-યાને? ખેમો–સરકાર, પળી ભરીને આવું ને પાલી ભરીને લઉ છું. બાદશાહ–શાબાશ, શેઠ શાબાશ. તમારાં માતપિતાને ધન્ય છે. તમારી આ ઉદારતાથી હું ઘણો જ પ્રસન્ન છું. ખુદાએ તમને જે બક્ષિસ કરી છે, તે પ્રમાણ છે. દોલત એકઠી કરી, તે આનું નામ? શેઠ, હું ખુદાને પ્રાર્થના કરું છું કે તમારા જેવા પાક ઇન્સાનને પૂરી ઉમ્ર આપે. શેઠ, લ્યો, આ કંઠો. હું આપને બક્ષિસ આપું છું. (વજીરની તરફ જોઈને) વજીરજી ! આ કંઠો શેઠના ગળામાં પહેરાવો. (હાર પહેરાવે છે પછી બાદશાહ ભાટ સામે જોઈને કહે છે:) બારોટજી, તમે શાહની જે તારીફ કરી હતી, તે સમૂચ Page #25 -------------------------------------------------------------------------- ________________ ખેમો દેદરાણી સાચી જ છે. ‘શાહ’ જે કામ કરી શકે છે તે બીજું કોણ કરી શકે તેમ છે? હું સમજતો હતો કે આ જમાનામાં તેવાં કામ કરવાવાળા કોઈ નહિ હોય, પરંતુ અત્યારે પણ આ પાક જમીન ઉ૫૨ પરવરદિગારે એવા પવિત્રદિલ પુરુષો પેદા કર્યા છે, કે જેઓ સમય મળતાં લાખો ઇન્સાનોને પણ મદદ કરી શકે છે. બસ, તમારી સચ્ચાઈ પર હું પ્રસન્ન છું અને તેથી એક ગામ, એક હાથી, બે ઘોડા અને બે હજાર રૂપિયા નગદ હું તમને ઇનામમાં આપું છું. (પછી મહાજન સામે જોઈને સિંહાસનથી ઊતરી તેમની પાસે જઈને કહે છે:) ૨૩ મહાજનોનો પણ હું શુક્રિયા અદા કરું છું કે તેમણે મારી રૈયતની પરવરિશ કરવામાં મને ઘણી મદદ કરે છે, જેને હું કદી પણ ભૂલીશ નહિ. હું યકીનપૂર્વક કહું છું કે હું ‘શાહ’ને પૂરી ઇજ્જતની દૃષ્ટિથી જોતો રહીશ. અને મારો વિશ્વાસ થયો છે કે, સચમુચ પહેલો શાહ વાણિયા અને બીજો ‘શાહ’ બાદશાહ છે.’ [વજી૨ની ત૨ફ જોઈને] વજીરજી ! દરબાર બરખાસ્ત કરવામાં આવે. (દરબાર બરખાસ્ત થાય છે. છડીદાર નેકી પોકારે છે.) Page #26 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા સંસારમાં અનેક જાતના પુરુષો થયા, થાય છે, ને થશેઃ પણ કંઈ રાણા પ્રતાપ થશે ! અને પોતાનું તન, મન ને ધન મેવાડને ચરણે મૂકનાર ભામાશા કંઈ થવાના છે ? મેવાડદેશ બહુ રળિયામણો. રાણા પ્રતાપ ત્યાં રાજ કરે. તે જબરા ટેકવાળા. ખોટું વચન બોલે નહીં ને બોલ્યું ફોક કરે નહીં. સાધુ જેવા સરળ ને સિંહ જેવા સાહસિક. લીધી ટેક મૂકે નહીં. વટનો ટુકડો. તેને એક મંત્રી. તેમનું નામ ભામાશા. તેમનું કુળ વંશપરંપરાથી સેવા કરે. ભામાશા પણ સેવા કરતાં ઘરડા થયા. ધોળી બાસ્તા જેવી મૂછો ને દૂધ જેવી દાઢી જોતાં જ માથું નમી પડે. તેજદાર તેમનું કપાળ ને ચમકતી તેમની આંખો. વૃદ્ધ છતાં જુવાન જેવા. બુદ્ધિમાં કોઈ પહોંચે નહીં ને શક્તિમાં કોઈ જીતે નહીં. જાતે ઓસવાળ જૈન. ગોત્ર એમનું કાવડ્યા. ચાર પેઢીનું Page #27 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા - - - - મંત્રીપદું એમને ત્યાં ચાલ્યું આવેલું. મંત્રીવર ભામાશાના પિતા ભારમલજી રાણા ઉદયસિંહના મંત્રી. રાણા પ્રતાપના અને રાણા અમરસિંહના મંત્રી વીરવર ભામાશા. એમના વંશજોમાં જીવાશાહ ને અક્ષયરાજે પણ મંત્રીપદાં કરેલાં. રાજ્યમાં શી વાત તે ભામાશા ! ન્યાય જોઈતો હોય તો ચાલો ભામાશા પાસે. સલાહ જોઈતી હોય તો ચાલો ભામાશા પાસે રાણા પ્રતાપ તેમને પૂછી પૂછીને પગલું ભરે. તેમની શક્તિમાં સૌને વિશ્વાસ. એમની દેશભક્તિમાં સહુને વિશ્વાસ. હાકલ પડતાં માથું આપતાં વાર ન કરે. રાજકાજમાં કે ઘરની બાબતમાં ભામાશા કહે તે થાય. સાચી એમની સલાહ ને સાચા એમના બોલ. આવા પુરુષને કોણ ના પૂછે ? રાણા પ્રતાપને દિલ્હીના બાદશાહ અકબર સાથે વેર ચાલે. અકબર બહુ કળાબાજ, બહુ બળવાન. મોટા રાજાઓને તેણે જીત્યા, પણ પ્રતાપ તાબે ન થાય. અકબરના મનમાં એમ કે પ્રતાપને જીતું તો જ હું ખરો, પણ પ્રતાપ હાથમાં ન આવે. મેવાડમાં ચિતોડગઢનો કિલ્લો બહુ પ્રખ્યાત. જગમાં એની જોડ ના મળે. રાણા પ્રતાપસિંહના પિતા પાસેથી બાદશાહ અકબરે આ કિલ્લો જીતી લીધેલો. રાણા પ્રતાપ કહે, મારે કિલ્લો પાછો લેવો. ન લેવાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળું, ઘાસની શયામાં સૂઈ રહું. દાઢી કરાવું નહીં ને પાંદરાડાંમાં ભોજન કરું. કેવી આકરી પ્રતિજ્ઞા ! સાધુનાં જેવાં તપ ? ભામાશા કહે, દેવ જેવો આપણો રાજા, તે સૂઈ રહે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ઘાસમાં તો આપણાથી પથારીમાં કેમ સુવાય ? તે જમે પતરાળામાં, તો આપણાથી થાળીમાં કેમ જમાય ! રાજા કરે તે આપણા સુખ માટે, માટે એ કરે તે આપણે કરવું. રાજના કુટુંબીઓ કહે, ભામાશા સાચું કહે છે. તેમની સલાહ પ્રમાણે ચાલો. બધા તે પ્રમાણે વર્તવા લાગ્યા. બાદશાહ અકબર રાણા પ્રતાપને હરાવવાનો લાગ શોધ્યા કરે. તેણે મોકલ્યું મોટું લશ્કર. કેટકેટલા હાથી ને કેટકેટલાં ઊંટ. ઘોડેસવાર ને પાયદળનો તો પાર નહીં. પોતાના પુત્ર સલીમને બનાવ્યો સેનાપતિ ને ઝૂંઝાર જોદ્ધા રાજા માનસિંહને મોકલ્યા સાથે. - મંત્રી ભામાશાને પડી ખબર કે શત્રુનું લશ્કર આવે છે. તરત ચડ્યા ઘોડે ને ગયા રાણાજી પાસે. નમન કરીને કહ્યું: રાણાજી ! ઊભા થાવ. શત્રુઓ આવે છે. લશ્કર લાવે છે. આપણે થાવ તૈયાર. હાથમાં લો હથિયાર. શત્રુનો ક૨ો સંહાર. રાણાજી કહે, ભામાશા ! તમે જાવ. લશ્કર કરો ભેગું. ગામમાં પિટાવો દાંડી કે દેશની જેને દાઝ હોય, જે સાચા મરદ હોય, તે બધા આવે રાજમહેલના ચોગાનમાં. ભામાશાએ ઘોડો મારી મૂક્યો. ધગડ, ધગડ, ધગડ. લોકો તો જોઈને છક્ક થઈ જાય. આ તે ઘરડા કે જુવાન ? ભામાશાને જુએ ને બધાને શૂર ચઢે. ભામાશા ચાલ્યા આગળ. સરદારોને મળ્યા ને પટાવતોને મળ્યા. બધા થયા ભેગા રાજ્યમહેલ પાસે. બાવીસ હજાર માણસ લડવા તૈયાર થયા. Page #29 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા ઘોડા પર બેસી મહારાણા આવ્યા. શરીરે લોઢાનું બખ્તર ને હાથમાં મોટો ભાલો, કેડે લટકે બે તલવારો ને ભેટમાં જમૈયો ને કટા૨. શું તે વખતનો દેખાવ ! કાયરને પણ પાણી ચઢે. બધા બોલી ઊઠ્યાઃ મહારાણા પ્રતાપનો જય ! માતૃભૂમિનો જય ! રાણા પ્રતાપ કહે, સૈનિકો ! આપણે દેશની સ્વતંત્રતા ખાતર લડીએ છીએ. આપણે નથી જોઈતું કોઈનું રાજપાટ કે નથી કરવા કોઈને ગુલામ. ઈશ્વર આપણને બળ આપે. ડંકો દેવાયો ને લશ્કર ઊપડયું. હલદીઘાટના રણક્ષેત્રમાં બે લશ્કરો થયાં ભેગાં. ભેંકાર યુદ્ધ થયું શરૂ. માણસોની ચિચિયારી ને હથિયારોના ખડખડાટ, લોહીની તો નદીઓ વહે. મુડદાંના થયા ડુંગરા. શું ભયંકર ! જોઈને જ કાળજું ફાટી જાય. ભામાશાએ તો તલવાર ફેરવવા માંડી. જાણે ચમકતી વીજળી. ટપોટપ શત્રુઓ પડવા લાગ્યા. શું એમની શક્તિ ! ભામાશા કહે, મારો એ દુષ્ટોને. ભુલાવી દો એમની ખો. પારકાના રાજ્ય તરફ કદી નજર ન કરે. શું સહુની બહાદુરી ! શું સહુની દેશદાઝ. રાણા પ્રતાપનો વહાલો ઘોડો ચેતક. ચેતક તો જાણે શક્તિનો અવતાર. રાણાજીએ ચેતકને કુદાવ્યો શાહજાદા સલીમના હાથી પર. કર્યો ઘા ભાલાનો ! ખણણ દિશાઓ ગાજી, પણ શાહજાદો સલીમ લોઢાની ૨૭ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૬ અંબાડીમાં છુપાઈ ગયો. ઘાવ ખાલી ગયો. પછી તો કાળો કેર વર્યો. રજપૂતો મરવા મંડ્યા. પહાડ જેવા મોગલોએ રાણાજીને ઘેરી લીધા. રાણાજીને કંઈ થાય તો દેશમાં દીવા ઓલવાઈ જાય. બધાએ તેમને ભાગી છૂટવા સમજાવ્યા, પણ રાણાજી તે ભાગે ? આખરે એક જણાએ એમના માથેથી છત્ર ઝૂંટવી લીધું. બીજાએ ધજા લઈ લીધી. રાણાજીને સૈન્યની બહાર ધકેલી દીધા. રાણાજી બચ્યા, પણ બધું ખલાસ. એમના વફાદાર માણસો રણમેદાનમાં કામ આવ્યા હતા. બાદશાહ અકબર કહે, રાણા પ્રતાપને જીવતો ઝાલો. જંગલેજંગલ ને ગામેગામ બાદશાહના સૈનિકો પકડવા નીકળ્યા. પણ વાઘ કંઈ પકડાય ? રાણાજી આ ઠેકાણેથી બીજે ઠેકાણે નાસ્યા કરે. ન મળે ખાવા, ન મળે પીવા! બાળબચ્ચાં આંખ સામે ભૂખે ટળવળે. ઘણી વખત તો ખાવા બેસે ને સમાચાર મળે કે ઓ શત્રુ આવ્યા. ઓ આવ્યા. અધું ખાધું ન ખાધું ને નાસે. વૃદ્ધ ભામાશા દિલાસો આપે કે સૌ સારાં વાનાં થશે. દિવસો વીતતા જાય છે. હવે તો રાણા પ્રતાપનાં બાળકોને જાર-બાજરાના રોટલા પણ મળતા નથી. મળે છે તો કાં તો ખાવાનો વખત રહેતો નથી. રાણાજીપોતે ગમે તેટલું દુઃખ સહે, Page #31 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા ર૯ .. . .ن.ت. من. પણ નાનાં કોમળ બાળકોને ભૂખ્યાં ટળવળતાં કેમ જોઈ શકે? એક દિવસની વાત છે. બબ્બે દિવસના ઉપવાસ છે. સૂકો એક રોટલો બચ્ચાં માટે રાખી મૂકયો છે. એ રોટલો પણ રાની બિલાડો ઉપાડી ગયો. બાળકો કલ્પાંત કરવા લાગ્યાં. મેવાડનાં મહારાણી પણ ડગી ગયાં. અરે, આપણા જ જાતભાઈઓ આજ અકબરને માથું નમાવી સોનાની મેડીઓમાં બત્રીસ પકવાન જમે છે. એમનાં છોકરાં ખીર ને ખાજાં જમે છે. અને આપણા આ દહાડા, હે પ્રભુ ધર્મીને જ ઘેર ધાડ? ત્યાં બાદશાહ અકબરનો દૂત આવે છે. કહે છે, કે બાદશાહને નમો તો તમારું રાજપાટ તમને પાછું, ને દિલ્હીના દરબારમાં ઊંચો હોદ્દો મળે. અરે, પણ મેરુ ચળે તો રાણા પ્રતાપ ચળે. હું એક આર્ય ! મારા બાપદાદાના નામને કેમ કલંક લગાડું? મારી બહેનદીકરી યવનને કેમ આપું? રાણાજીએ ના પાડી. દૂત પાછો ગયો, પણ પછી તો મોગલ સેનાનાં ધાડાં છૂટ્યાં. રાણાજીને પૃથ્વી, પાતાળ કે આકાશમાં આશરો ન રહ્યો. તેમણે છેવટે વિચાર કર્યો : વહાલી માતૃભૂમિ મેવાડની સ્વતંત્રતા હવે રહે તેમ લાગતી નથી, પણ બાદશાહના દાસ થઈને જીવવા કરતાં પરદેશમાં જઈ વસવું શું ખોટું ? Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ • ૬ રાણાજીએ સિંધના રણને પેલે પાર જવાનો વિચાર કર્યો. ત્યાં જઈશું, પરાક્રમ ફોરવીશું. સિંહ ને શૂરવીરો તો જ્યાં જાય ત્યાં ઘર કરે. સહુ તૈયાર થયા. મેવાડનો પ્રતાપી સૂરજ જાણે આથમવા બેઠો. ત્યાં એકાએક એક વૃદ્ધ સવાર ધસમસતો આવી પહોચ્યો. હતો તો વૃદ્ધ, પણ સાવજની જેમ ઘોડા પરથી ઠેક્યો. જઈને રાણાજીના પગમાં પડ્યો. રાણાજી કહે : ભામાશા, હવે અમે જઈશું. મેવાડનું ભાગ્ય અમારાથી નહીં બદલાવ. ભામાશા ગળગળા થઈ ગયા. બોલ્યાઃ મહારાજ, જન્મભૂમિને છોડી દેશો ? રજપૂતાઈને ચંડાવી દેશો ! શુદ્ધ ક્ષત્રિય લોહી શું હવે ચાલ્યું જશે ? શું મેવાડ ગુલામ બનશે ? છૂટકો નથી, ભામાશા ! હવે પાસે એક પૈસો પણ નથી. સૈન્ય ને દારૂગોળો ક્યાંથી લાવવો ? ૩૦ મહારાજ, મારું ધન એ આપનું ધન છે. આ તન, મન ને ધન આપના નામ પર કુરબાન છે. આ દેહની ચામડીના કહો તો જોડા સીવડાવું: પણ મેવાડને અનાથ કરશો નહીં. મારી તિજોરીમાં બાપદાદાઓએ એકઠું કરેલું ઘણું ધન છે. કેટલું છે મંત્રીરાજ ? પચીસ હજા૨ના સૈન્યને બાર વર્ષ ચાલે તેટલું. મહારાજ, સૈન્ય ભેગું કરો ને દેશને સ્વતંત્ર કરો. રાણા પ્રતાપ કહે, પ્રજાનું ધન મારાથી ન લેવાય. રાજા તો આપે. લઈ લે નહીં. Page #33 -------------------------------------------------------------------------- ________________ વીર ભામાશા ૩૧ ભામાશા બોલ્યાઃ મહારાજ મારા દેશને ખાતર હું મરવા પણ તૈયાર છું, તો ધનની શી વિસાત ? આવા વખતે કામ ન આવે તો એ ધન શા કામનું ? આપને નહીં, પણ મારી પ્રિય જન્મભૂમિને ખાતર હું તે આપું છું. રાણા પ્રતાપે કહ્યું: ભામાશા ! તમારી ઉદારતાને અને સ્વદેશપ્રેમને ધન્ય છે. મહાવીર અને જૈન ધર્મનું નામ તમે ઊજળું કર્યું છે. જૈનોએ કેવો દેશપ્રેમ રાખવો તેનો તમે દાખલો બેસાડ્યો છે. મેવાડના ઉદ્ધારનો બધો યશ તમને જ મળશે. આજથી તમે સેનાપતિ. ચાલો લડાઈની તૈયારીઓ કરીએ. ધમધોકાર તૈયારીઓ થવા માંડી. દેશોદેશથી સૈનિકો આવ્યા. વૃદ્ધો આવ્યા ને જુવાનો આવ્યા. કોઈ તલવારમાં પારંગત તો કોઈ કુસ્તીમાં. ઊડતું પક્ષી પાડે એવા તો તીરંદાજો, ઘોડેસવારો અને પાયદળનો તો પાર નહીં. ભામાશાએ કમર કસીને કામ ક૨વા માંડ્યું, જુવાનના કરતાં બમણા જોરથી. તેમનો ઉત્સાહ જોઈ બધાને પાણી ચઢ્યું. તેમની હાજરી ધાર્યું કામ ક૨વા લાગી. ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ હાથ કરવા માંડ્યા. પહેલું જીત્યું શેરપુર ને બીજું લીધું દેલવાડા. દેલવાડે તો જબ્બર લડાઈ થઈ. શત્રુપક્ષના સરદાર શાહબાજખાં સાથે ભામાશાને હાથોહાથનું યુદ્ધ થયું. ભામાશાએ એક જ ઝાટકે તેનો હાથ કાપી નાખ્યો. ભામાશાએ પછી કોમલમે૨ જીત્યું ને બાદશાહ Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨-૬ . . . . . . અકબરના સરદારને હરાવ્યો. આમ ઘણા કિલ્લાઓ લીધા. ઘણાં ઘણાં ગામ કબજે કર્યા. બધો મેવાડનો પ્રદેશ જિતાયો. માત્ર ચિતોડ, અજમેર અને માંડવગઢ એ ત્રણ કિલ્લા અકબરના તાબામાં રહ્યા. પ્રતાપે ભર્યો મોટો દરબાર. કોઈને જાગીરો આપી તો કોઈને ઇલકાબ આપ્યા. કોઈને પોશાક આપ્યો તો કોઈને પાલખી આપી. બધાનાં યોગ્ય વખાણ કર્યાં. મહારાણાએ ભાષણમાં કહ્યું: ભામાશા જેવો કોઈ નથી. શું એમનો ત્યાગ ! શી એમની ભક્તિ ! મેવાડ તો ભામાશાએ જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી. હું એમને “ભાગ્યવિધાયક ને મેવાડના પુનરુદ્ધારકની પદવી આપું છું. તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દો નીકળ્યાઃ ધન્ય ભામાશા ! ધન્ય ભામાશા ! ધન્ય તમારી દેશભક્તિને ! ધન્ય છે ભામાશાને, ધન મેળવ્યું પ્રમાણ, ધન વાપર્યું પ્રમાણ. સહુ ભામાશા જેવા સ્વદેશભક્ત બનો. ભામાશા જેવો ત્યાગ શીખો. વિક્રમ સં. ૧૬૫૬ની માહ સુદ અગિયારશે તેમણે દેહ છોડ્યો. (ઈ. સ.૧૬૦૦ની ૧૬મી જાન્યુઆરી) Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ર કુલ પુસ્તક ૧૦) ૧. તીર્થકર શ્રી શાંતિનાથ, તીર્થકર શ્રી મલ્લિનાથ ૨. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સિદ્ધસેન દિવાકર ૩. રાજર્ષિ પ્રસન્નચંદ્ર, મહામંત્રી અભયકુમાર ૪. મહાસતી સીતા, સતી મૃગાવતી ૫. શ્રેણિક બિંબિસાર, જ્ઞાનપંચમી ૬. ખેમો દેદરાણી, વીર ભામાશા ૭. શ્રી નંદિષેણ, જૈન સાહિત્યની ડાયરી ૮. મયણરેખા, ઈલાચીકુમાર, ધન્ય અહિંસા ૯. ચક્રવર્તી સનતકુમાર, વીર ધનો ૧૦. મંત્રી વિમળશાહ, મહામંત્રી ઉદયન Page #36 -------------------------------------------------------------------------- ________________ पामोमिद्धा णमोआयरिय mo 54/ સત્ય, અહિંસા, વીરતા અને મૂલ્યનિષ્ઠા જેવા ગુણોને ખીલવતી જૈન બાલગ્રંથાવલિ એ ઊગતી પેઢીમાં ચરિત્રો દ્વારા સંસ્કારનું સંવર્ધન કરનારી છે. તીર્થકરોનાં ચરિત્રો, મહાન સાધુ-મહાત્માઓની કથાઓ, દૃષ્ટાંતરૂપ જીવન ગાળનાર સતીઓની ધર્મપરાયણતા દર્શાવતાં આ ચરિત્રો બાળકોના સંસ્કારઘડતરમાં અત્યંત ઉપયોગી બને તેવાં છે. એમાંથી મળતો નીતિ, સદાચાર અને સંસ્કારનો બોધ બાળકોના જીવનમાં સંસ્કારઘડતર કરે છે. ISBN 978-81-89160-95-1 oll7 8 8 1 89ll1 6 0 9 5 1 || Only