________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૬
નીકળવા તૈયાર નથી થતું? ત્યારે શું તમે બધા એમ ચાહો છો, કે આપણા પૂર્વજોએ જે કંઈ સન્માન પ્રાપ્ત કર્યું છે, તે છોડી દેવું? શું આપણે બધા આપણા પૂર્વજોની કીર્તિ પર પાણી ફેરવવા એકઠા થયા છીએ ?
સૌ બોલી ઊઠે છે. હું તૈયાર છું, હું જવા માટે તૈયાર છું. પદમશી નામ લખે છે. ચાંપસી મહેતા, સારંગ મહેતા તેજો, શાહ, લાલજીકાકા અને વીરદાસ કાકા આ પાંચ નામો નક્કી કરવામાં આવે છે. સૌ ઊઠે છે ને બોલે છેઃ “બોલો જૈન શાસનની જય.]
- પ્રવેશ: થો. સ્થિાન- હડાળા ગામમાં ખેમા દેદરાણીનું અતિ જીર્ણ ઘર. પાત્રચાંપાનેરનું પંચ, ખેમો દેદરાણી અને તેનો વૃદ્ધ પિતા)
[ગામને પાદર થઈને ચાંપાનેરનું મહાજન પસાર થાય છે. ખેમા દેદરાણીને ખબર પડે છે. તે ગામ બહાર આવીને મહાજનને બે હાથ જોડીને કહે છે–]
ખેમો–મેલાંઘેલાં કપડાંમાં, જુહાર, શેઠસાહેબો જુહાર! બધા– જુહાર, ભાઈ જુહાર. લાલજી– જરા મજાકમાં કેમ શેઠ ક્યાં રહો છો?
ખેમો– જી, સાહેબ, હું આ ગામમાં રહું છું. આ ગામનું નામ હડાળા છે. અહીં શ્રાવકમાં આ ગરીબનું એકલાનું જ ઝૂંપડું છે. શેઠસાહેબો, મારી એક વિનંતી છે.
વીરદાસ–લાલજીના કાનમાં, ભૂખ્યાને ત્યાં આ વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org