SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ભામાશા સંસારમાં અનેક જાતના પુરુષો થયા, થાય છે, ને થશેઃ પણ કંઈ રાણા પ્રતાપ થશે ! અને પોતાનું તન, મન ને ધન મેવાડને ચરણે મૂકનાર ભામાશા કંઈ થવાના છે ? મેવાડદેશ બહુ રળિયામણો. રાણા પ્રતાપ ત્યાં રાજ કરે. તે જબરા ટેકવાળા. ખોટું વચન બોલે નહીં ને બોલ્યું ફોક કરે નહીં. સાધુ જેવા સરળ ને સિંહ જેવા સાહસિક. લીધી ટેક મૂકે નહીં. વટનો ટુકડો. તેને એક મંત્રી. તેમનું નામ ભામાશા. તેમનું કુળ વંશપરંપરાથી સેવા કરે. ભામાશા પણ સેવા કરતાં ઘરડા થયા. ધોળી બાસ્તા જેવી મૂછો ને દૂધ જેવી દાઢી જોતાં જ માથું નમી પડે. તેજદાર તેમનું કપાળ ને ચમકતી તેમની આંખો. વૃદ્ધ છતાં જુવાન જેવા. બુદ્ધિમાં કોઈ પહોંચે નહીં ને શક્તિમાં કોઈ જીતે નહીં. જાતે ઓસવાળ જૈન. ગોત્ર એમનું કાવડ્યા. ચાર પેઢીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004914
Book TitleKhemo Dedrani Veer Bhamashah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy