________________
જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-,
ખેમો–મારી તો હજુ એંશીમાં ૧-૨ વર્ષ કમ છે.
બાદશાહ–હા, તમારું શરીર જોતાં તો એટલી ઉમર માલુમ નથી પડતી.
ખેમો–આપની દયાથી. બાદશાહ– શેઠ, તમારે ત્યાં ગામ કેટલા છે? ખેમો–અન્નદાતા, બે. બાદશાહ- કયાં કયાં? ખેમો–પાલી અને પળી. બાદશાહ-યાને?
ખેમો–સરકાર, પળી ભરીને આવું ને પાલી ભરીને લઉ છું.
બાદશાહ–શાબાશ, શેઠ શાબાશ. તમારાં માતપિતાને ધન્ય છે. તમારી આ ઉદારતાથી હું ઘણો જ પ્રસન્ન છું. ખુદાએ તમને જે બક્ષિસ કરી છે, તે પ્રમાણ છે. દોલત એકઠી કરી, તે આનું નામ? શેઠ, હું ખુદાને પ્રાર્થના કરું છું કે તમારા જેવા પાક ઇન્સાનને પૂરી ઉમ્ર આપે. શેઠ, લ્યો, આ કંઠો. હું આપને બક્ષિસ આપું છું. (વજીરની તરફ જોઈને) વજીરજી ! આ કંઠો શેઠના ગળામાં પહેરાવો.
(હાર પહેરાવે છે પછી બાદશાહ ભાટ સામે જોઈને કહે છે:) બારોટજી, તમે શાહની જે તારીફ કરી હતી, તે સમૂચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org